in

OMG !! કૈલાશ ખેરે જણાવ્યું- મારે અમદાવાદની ધરતી પર ટ્રમ્પને આ ગીત પર નચવવા છે!

24 ફેબ્રુઆરીના દિવસે ભારત આવનાર ટ્રમ્પની બધી તરફ ચર્ચા થઈ રહી છે. ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની જનતામાં એક જુદો જ માહોલ છે. રસ્તા અને ઈમારોતોને શણગાર આપવામાં આવી રહ્યો છે. સરકાર પણ તેની તૈયારીમાં કોઈ કસર છોડવા નથી માંગતી. ટ્રમ્પ અમદાવાદમાં જ સીધું લેન્ડિંગ કરશે. એમના સ્વાગત માટે સિંગર કૈલાશ ખેર પણ પરફોર્મ કરવાનો છે.

આવામાં કૈલાશ ખેરે તેમના સ્વાગત માટે એક અલગ પરફોર્મન્સ તૈયાર કર્યું છે. ટ્રમ્પના સ્વાગત માટે કૈલાશ ખેર નમસ્તે નામનું ગીત પણ ગાવાનો છે. પોતાના પરફોર્મન્સ બાબતે વાત કરતા સિંગરે જણાવ્યું હતું કે, જય જયકારા સ્વામી દેના સાથ હમારાથી ગીતોનું પરફોર્મન્સ શરૂ થશે. અને અગડ બમ બમ લહેરીથી એનું સમાપન થશે. આગળ કૈલાશે ટ્રમ્પને નચાવવાની વાત પણ કરી. તેણે જણાવ્યું કે, મારૂ ચાલે તો હું એ જ ગીત (અગડ બમ બમ લહેરી) પર એમને (ડોનાલ્ડ ટ્રમ્પને) નચાવું.

Kailash Kher

 

View this post on Instagram

 

BhaktarNagar #durgapur #westbengal

A post shared by Kailash Kher (@kailashkher) on

જાણવા મળ્યું છે કે, કૈલાશ ખેર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં પોતાનું પરફોર્મન્સ આપશે. આ ઇન્ડિયાના સૌથી મોટું સ્ટેડિયમ છે અને આ કાર્યક્રમમાં 1.25 લાખ લોકો સામેલ થવાના છે. તે સિવાય 22 કિલોમીટર લાંબો રોડ શો પણ થશે. 2 દિવસ માટે ટ્રમ્પ ભારત આવશે. અમદાવાદ જઈને તે આગ્રાના તાજ મહેલમાં જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ના હોય !! ટ્રંપ ના કાર્યક્રમને કવરેજ કરવા જતી સમાચાર ચેનલની ઓબી વનમાંથી દારૂ પકડાઈ ગયો

બોલિવૂડ જગતમાં વધુ એક આત્મહત્યા, મિકા સિંહની ખાસ લેડીએ ઊંઘની ગોળી ખાઇને દુનિયાને અલવિદા કહી દીધું