in , ,

બધા જ પ્રકારના શુભ કાર્ય નવરાત્રીના દિવસોમાં જ કેમ કરવામાં આવે છે ?

બધા જ પ્રકારના શુભ કાર્યોના આરંભ માટે નવરાત્રીનો શુભ સમય સુધી શુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ સમયે કરવામાં આવેલા બધા જ કાર્યો સિદ્ધ થઈ જાય છે. આજે અમે તમને જણાવવાના છે કે નવરાત્રીના દિવસોમાં જ કેમ બધા જ શુભ કાર્યો કરવામાં આવે છે?

આ દિવસોમાં બ્રાહ્મણ સરસ્વતી પૂજન અને ક્ષત્રિય પૂજનનો આરંભ કરે છે. માન્યતા એવી છે કે આ સમય બધા જ કાર્યોને સિદ્ધ કરે છે. નવરાત્રીનો સમય આત્મનિરીક્ષણ અને શુદ્ધિનો છે અને પારંપરિક રુપેજ નવા કાર્યો શરુ કરવા માટે શુભ અને ધાર્મિક સમય છે.

આ સમય વિજયકાળનો રહે છે અને માન્યતા એવી છે કે આ સમય બધા જ કાર્યોને સિદ્ધ કરે છે. માન્યતા પ્રમાણે નવરાત્રીનો સમય સૌથી વધારે પવિત્ર છે. આ દિવસોમાં પ્રકૃતિના ઘણા અવરોધ ખતમ થઇ જાય છે. નવરાત્રી દરમિયાન કરવામાં આવેલા શુભ સંકલ્પ સિદ્ધ થાય છે.

આ સમય શુભ કાર્યો માટે એટલા માટે પણ ઉમદા છે કારણકે આ સમયમાં દશમહાવિદ્યાઓની પૂજા થાય છે. એમના નામ છે- કાલી, તારા, છિન્નમસ્તા, ષોડશી, ભુવનેશ્વરી, ત્રિપુરભૈરવી, ઘુમાવતી, બગલામુખી, માતંગી અને કમલા.

આ દિવસોમાં વ્યક્તિ અનુશાસન, સ્વચ્છતા સ્થાપિત કરે છે અને અનુશાસનથી કરવામાં આવેલા કાર્ય જ સફળ થાય છે. શરીરમાં શુદ્ધ બુદ્ધિ, ઉત્તમ વિચારોથી જ ઉત્તમ કાર્ય થાય છે.

ટિપ્પણી

કેમ મનાવવામાં આવે છે નવરાત્રી? શું છે એનું પૌરાણિક મહત્વ ?

30 સપ્ટેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ