in

શું તમે ફ્રીઝમાં રાખેલા લોટમાંથી બનાવેલી રોટલી ખાઓ છો ? તો થઇ જજો સાવધાન

મોટાભાગે તો ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવતો હોય છે અને ભોજન પછી જે પણ લોટ વધતો હોય એને આપણે ફ્રીઝમાં રાખી દેતા હોઇએ છે. માટે સાંજે ફરી એનો ઉપયોગ કરી શકાય. કેટલાક લોકો એવા પણ હોય છે જે સવારનો અને સાંજનો લોટ એક સાથે જ બાંધી લેતા હોય છે કે જેથી કરીને સમય બચાવી શકાય અન બપોરે તથા સાંજે અલગ અલગ સમય બગડે નહિ.

જો કે તમે જાણતા હશો કે બાંધેલો લોટ(ગુંદેલો લોટ) જો ફ્રીજમાં રાખવામાં આવે તો એ તમારા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. હા તમે સાચુ વિચારી રહ્યા છો કે અમે તો આવું વર્ષોથી કરતા આવીયે છે. પણ તમને જણાવી દઈએ કે ફ્રિઝમાં રાખેલો લોટ સ્વાસ્થય માટે ખુબ જ હાનિકારક સાબિત થતો હોય છે.

Advertisements

જાણો વૈજ્ઞાનિક તથ્ય ?

નિષ્ણાંતોનું કહેવું એમ છે કે લોટમાં જેવું પાણી ઉમેરીએ છે એ સમયે જ તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. એવું એટલે કારણકે ઘણા એવા રાસાયણીક પરિવર્તન લોટમાં આવતા હોય છે અને એ આપણા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થતું હોય છે. લોટ જ્યારે પણ ફ્રિઝમાં બાંધીને રાખવામાં આવે તો ફ્રીઝમાં રહેલા હાનિકારક કિરણો એમાં મળી જતા હોય છે. જેના લીધે ફ્રિઝમાં મુકેલ લોટ ઘણી પ્રકારની બિમારીઓનો ખતરો ઊભો કરે છે.

આ વિષે આયુર્વેદનું શું કહેવું છે ?

આયુર્વેદમાં પણ ફ્રિઝમાં મુકેલા લોટનો ઉપયોગ ના કરવો જોઈએ એવું જણાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે રોટલી બનાવો છો તો હંમેશા તાજો જ લોટ બાંધીને બનાવવી જોઈએ. ક્યારેય ફ્રિઝમાં રાખેલ લોટનો ઉપયોગ ના કરવો. જો ફ્રિઝમાં લોટ બાંધીને રાખવામાં આવે છે તો એ વાસી થઇ જાય છે અને એનો સ્વાદ પણ તાજા લોટકરતા એકદમ અલગ જ હોય છે.

શું છે ધાર્મિક કારણ ?

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે વાસી ભોજન પ્રેત ભોજન સમાન હોય છે. એ સુવાય કેટલાક લોકો એવું પણ કહે છે કે જ્યારે પણ ફ્રીઝમાં વધેલો લોટ મુકો છો તો એ પિંડ સમાન થઇ જાય છે. એ પછી એ પિંડનું ભક્ષણ પ્રેત કરવા માટે આવે છે. એટલે જો માણસ એ ભોજન કરે છે તો એ પણ પ્રેત સમાન થઇ જાય છે અને એ ઘરમાં હંમેશા આળશ અને રોગનો વાસ રહે છે.

Advertisements

અહીંયા એક વાત ખાસ છે કે, કેટલાક લોકોને ગેસની સમસ્યા પણ વાસી લોટનાં કારણે જ થઇ શકે છે. એટલે એવું કહેવાય છે કે જે સમયે તમારે રોટલી બનાવવી હોય એ જ સમયે તાજો લોટ બાંધવો જોઈએ અને હંમેશા તાજી રોટલી જ ખાવી જોઈએ એ તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક હોય છે.

ટિપ્પણી
Advertisements

સાચે જ ! લંકાદહન હનુમાનજી નહિ પણ પાર્વતી માતાને લીધે થયું હતું

એમ કહેનાર કે ‘હું ચા નથી પીતી’ એમને વાંચવા જેવો ખાસ લેખ