શું તમો ચા નાં શોખીન છો….

Please log in or register to like posts.
News

શું તમો ચા નાં શોખીન છો….

તો પછી જાણો આ વિવિધ પ્રકારની ચા પીવાના ફાયદા.

જો તમો ખુબ જ વધારે ચા પીવાના શોખીન છો, તો પછી થોડુ વિચારીને ચા ની ચુસ્કી મારજો કેમ કે વધુ ચા પીવાથી એસીડીટી અને વજન વધવાની સંભાવનાઓ વધી જાય છે. ચા પીવાથી ઘણા લોકોમાં એનર્જી આવી જાય છે. જેનાથી તેઓ થોડીવાર પછી જ તેઓ ચા પીવા માટે ઉતાવળા થવા લાગે છે. ચા ની થોડી વેરાયટી એવી પણ છે, જેને પીવાથી તમારું વજન નિયંત્રિત રહે છે, અને તે આશાનીથી ઘરે જ બનાવી શકાય છે. તો પછી ચાલો આપણે જાણીએ વિવિધ પ્રકારની ચા વિષે જે વજન ઘટાડવામાં મદદ કરશે તેમજ એનર્જી પણ આપશે.

તજની ચા : જો તમે ચા નાં શોખીન છો તો પછી ચા માં તજ નો ટુકડો નાખી દો, તેનાથી તમારું વજન પણ નહિ વધે અને મૌ માં ચા ની વાસ કે દુર્ગંધ પણ નહિ આવે. તજ ની ચા તમો ખાલી પેટે પણ પી શકો છો. તેનાથી તમને એસીડીટીની તકલીફ પણ નહિ થાય.

અજવાણની ચા : ચા માં અજવાણ નાંખીને હંમેશા પીવી જોઈએ. આદિકાળથી પેટને લગતી બીમારીઓને દુર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો જ રહ્યો છે. અજવાણમાં રાઈબોફ્લેવિન નામનું તત્વ હોય છે, જે ફેટને ઓછુ કરે છે અને એસીડીટી પણ દુર કરે છે.

આદુની ચા : ચા માં આદુનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક છે, આદુંનો સંપૂર્ણ ફાયદો લેવા માટે સૌથી પહેલા આદુનાં એક ઇંચના ટુકડાની છાલ ઉતારીને તેને નાના નાના ટુકડામાં કાપી લો, હવે આ ટુકડાને ગરમ પાણીમાં નાખી દો, અને ગરમ થવા દો, ૧૦ મિનીટ સુધી આ પાણીને ગરમ કરો પછી તેને ગરણીની મદદથી ગાળી લો અને થોડાક ટીપાં લીંબુનાં રસના નાખી દો તેમજ મીઠાસ માટે મધનો ઉપયોગ કરો.

લેમન ટી : લેમન ટી હંમેશા ફાયદાકારક સાબિત થયેલ છે, પેટથી સંબંધી બીમારીઓમાં જો લેમન ટી અથવા લીંબુ પાણી પીવામાં આવે તો ખુબ જ ફાયદો થશે, લેમન ટી માં જો તમે ખાંડ ને બદલે મધનો ઉપયોગ કરો તો વધારે ફાયદો સાબિત થઇ શકે છે. તેમજ જે લોકોનું મન ચિંતિત થઇ રહ્યું હોય તેવા લોકોએ પણ આ પીવું જોઈએ.

ગ્રીન ટી : કોફી ને બદલે ગ્રીન ટી પીવી ખુબ જ ફાયદાકારક હોય છે. તેનો સૌથી મોટુ કારણ એ છે કે તેમાં ખુબ જ પ્રમાણમાં એંટી ઓક્સીડેન્ટ હોય છે, જે આપણા શરીરને ડીટોક્સ કરવામાં અને વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, દિવસમાં એકવાર ગ્રીન ટી પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

બ્લેક ટી : એંટીઓક્સીડેન્ટથી ભરપુર બ્લેક ટી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને બુસ્ટ કરે છે, અને તેના જ કારણે શરીરમાં રહેલ એક્સ્ટ્રા ફેટને બર્ન કરે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

કાળા મરી ની ચા : કાળા મરીમાં રહેલ પાઈપેરિન નામનું તત્વ ફેટને બર્ન કરવામાં મદદ કરે છે, કાળી મારી અને આદુને પાણીમાં ૫ મિનીટ સુધી ગરમ કરી લો ત્યારબાદ તેને ગાળી લો, ત્યારબાદ તેમાં મધ અથવા લીંબુનો રસ મેળવીને પીવાથી વજન ઉતારવામાં મદદ મળે છે.

Source: Lifecarenews

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.