in

અભિનેત્રી બની એ પહેલા આ કારણે ચોર બજાર જતી હતી શ્રદ્ધા કપૂર , ખુદ જ કર્યો ખુલાસો

બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર  આ દિવસો પોતાની આવનારી ફિલ્મ ‘સાહો’ માટે ચર્ચામાં છે. એમની છેલ્લી ફિલ્મ ‘સ્ત્રી’ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. સાહોમાં બાહુબલી ફેમ પ્રભાસ પણ છે. એવામાં આ ફિલ્મ હિટ જશે એવું પણ નક્કી લાગી રહ્યું છે. જોકે આજે આ પોસ્ટમાં અમે શ્રદ્ધા કપૂરની પ્રોફેશનલ લાઈફ નહિ પણ પર્સનલ લાઈફ વિશેની કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છે. શ્રદ્ધાએ હાલમાં જ સાહોના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂ આપ્યું છે જેમાં ઘણા ખુલાસા કર્યા છે. એક્ટ્રેસે એવું પણ જણાવ્યુ કે કેવી રીતે એણે અભિનેત્રી બનવા માટે ઘણી વસ્તુઓની કુરબાની પણ આપી છે.

Advertisements

‘બત્તી ગુલ મીટર ચાલું’ જેવી ફ્લોપ ફિલ્મોમાંથી કેવી રીતે બારે આવે છે ?

આ સવાલ પર શ્રદ્ધાએ જણાવ્યું કે હવે એને લાઈફના ઉતારચડાવ એટલે કે હિટ અને ફલોપની આદત થઇ ગઈ છે. એમના કરિયરની પહેલી બે ફિલ્મો ‘તીન પત્તી ‘ અને ‘લવ કે દી એન્ડ’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઇ હતી. એ પછી ‘આશિકી 2’ સુપરહિટ રહી. એ પછી ‘એક વિલેન’, ‘હૈદર’ અને ‘એબીસીડી 2’ લોકોને ગમી જયારે ‘રોક ઓન ટુ’ , ‘હસીના’, ‘બત્તી ગુલ મીટર ચાલું’ ફ્લોપ થઇ. પછી ‘સ્ત્રી’ એ ધૂમ મચાવી.એનાથી ખબર પડી ગઈ કે આ બધું ચાલ્યા કરે છે. હા ફિલ્મો ફ્લોપ જાય તો દિલ જરૂર તૂટે છે પણ હિટ હોય કે ફ્લોપ હું હંમેશા કામ ઈમાનદારીથી જ કરું છું.

આર્ટિકલ 370 વિષે તમારી શું રાય છે ?

જો તમને યાદ હોય તો શ્રદ્ધાએ ‘હૈદર’ ફિલ્મમાં કામ કર્યું હતું કે જે કાશ્મીરની સમસ્યા પર આધારિત હતી. એવામાં જયારે એમને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવા વિષે પૂછવામાં આવ્યું તો એણે કીધું કે ‘કાશ્મીરને હું ઘણી બધી શાંતિ અને માનવતા વિષ કરું છું. બસ એનાથી આગળ માટે કાંઈ કહેવું નથી’.

Advertisements

સોશ્યિલ મીડિયા વિષે તમારો અભીપ્રાય :

એની પર શ્રદ્ધાએ જણાવ્યું કે એ સોશ્યિલ મીડિયા પર વધારે ધ્યાન નથી આપતી અને પોતાના કામ પર જ ફોકસ કરે છે.એમણે જણાવ્યું કે સોશ્યિલ મીડિયા પર મળતા ખરાબ કમેંટ્સ અથવા ટ્રોલર્સને જો દિલ અને દિમાગમાં લઈને ચાલીએ તો કામ પર ફોકસ જ ના કરી શકીયે. માટે એની પર ધ્યાન ના આપવું.

રોમાન્સને લઈને શું ચાલી રહ્યું છે?

મારા રિલેશનશિપ અને લિંકઅપને લઈને ઘણા પ્રકારની અફવાઓ ઊડતી રહે છે. હું ગમે તેટલી વાર સ્પષ્ટ કરી દઉં પણ લોકો કાંઈ પણ ઊંધું સીધું લખ્યા કરે છે. એટલા માટે એ જ બેસ્ટ છે કે હું ચૂપ રહું. આ પ્રકારની અફવાઓથી મને કોઈ ફર્ક જ નથી પડતો. એમ પણ હું વધારે શૂટિંગમાં જ વ્યસ્ત રાહુ છું. પરિવારની સાથે પણ ઓછો જ સમય પસાર કરી શકું છું. અત્યારે તો હું પોતાના કામ પર વધારે જ ફોકસ કરું છું.

Advertisements

એક્ટ્રેસ બન્યા પછી શું શું છોડવું પડ્યું ?

એની પર શ્રદ્ધાએ જણાવ્યું કે એક અભિનેત્રી બન્યા પછી સામાન્ય જીવનની આઝાદી અને ઘણી વસ્તુઓની કુરબાની આપી દેવી પડી. આ વિષે વધારે જણાવતા શ્રદ્ધાએ કહ્યું કે મને રિક્ષામાં ફરવું ગમે છે, ઘર સુધી ચાલીને જવું સારું લાગે છે. દુકાનોમાં મોલભાવ કરવામાં ખુબ જ ગમે છે. જોકે હું હવે આ બધી વસ્તુઓ નથી કરી શકતી. હું તમને જણાવી દઉં કે હું ખુબ જ સારી રીતે મોલભાવ કરી લઉં છું. એક્ટ્રેસ બન્યા પહેલા હું ચોર બજાર જતી હતી અને ખુબ જ ખરીદારી કરતી હતી.

ટિપ્પણી
Advertisements

કેનાલ માં ફેંક્યું હતું નવજાત બાળકી ને, એન્જલ બની ને આવ્યો જુવાન, આવી રીતે બચાવ્યો જીવ

આ રાશિઓ ના જીવન ના દરેક દુઃખ દૂર કરશે માતા સંતોષી, સુધરશે ભાગ્ય ની સ્થિતિ, મળશે ખુશખબરી