in

આ સ્થાને શ્રાદ્ધ કરવાથી પ્રાપ્ત થાય છે અપાર પુણ્ય, શું કારણ છે કે નદી તળાવોમાં જ થાય છે પિંડદાન ?

શ્રાદ્ધ એટલે શું તો પિતૃઓને શ્રાદ્ધ અને સમર્પણ ભાવથી કરવામાં આવતા સંસ્કાર. હાલમાં શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઇ ચુકી છે. બધા જ લોકો પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શ્રાધ્ધ નાખવામાં આવે છે. પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે. જો પિતૃઓને શ્રાધ્ધ મહત્વના સ્થાને કરવામાં આવે તો પિંડદાન મોક્ષદાયી થાય છે. જે સ્થાને પિંડદાન કરવામાં આવે છે સર્વથા પવિત્ર અને મોક્ષદાયી હોય છે. ચાલો તો જાણી લઇએ કે શાસ્ત્રોમાં ક્યાં સ્થળે પિંડદાન કરવાનું મહત્વ દર્શાવવામાં આવેલું છે.

પ્રાચીન કાળથી જ નદીઓને પ્રાચીન પવિત્ર માનવામાં આવે છે :

પૌરાણિક માન્યતાઓ અનુસાર નદીઓની આસપાસની જગ્યાને ખુબજ પવિત્ર મનાય છે. બધી જ સભ્યતાઓનો વિકાસ પણ નદીઓને કિનારે જ થયો હતો. માટે જ નદીએ પિતૃઓનું તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ મળે છે.

Advertisements

આ જગ્યાએ કરવું શ્રાધ્ધ

શાસ્ત્રોમાં એવું જણાવાયું છે કે નદી અને તળાવ પર કોઈ પણ વ્યક્તિનો અધિકાર નથી હોતો માટે જ એવી જગ્યાઓએ શ્રાધ્ધ કરવું એ સર્વોત્તમ ગણાય છે. શ્રાધ્ધ કર્મમાં તર્પણ ક્રિયા મુખ્ય હોય છે. શ્રાધ્ધને યોગ્ય રીતે કરી પિંડદાન કરવાની પરંપરા રહેલી છે. સંસારમાંથી ગયા બાદ મુક્તિનો માર્ગ મોકળો થાય એના માટે પિતૃઓને તર્પણ વિધિ કરવામાં આવે છે.

જળ છે પંચતત્વોમાંથી છે એક તત્વ :

બધા જ પ્રાણીઓનું શરીર પંચતત્વથી બનેલું હોય છે. મરણોપરાંત આ પાંચ તત્વોમાંથી એકમાં વિલીન થવાનું હોય છે. એ જ કારણ છે કે જળમાં તર્પણ કરવાથી પિતૃઓના આત્માને સુખ સંપન્ન મળે છે અને જો પિતૃઓ ખુશ થાય તો એમના આશિર્વાદ આપણને પ્રાપ્ત થાય છે.

ટિપ્પણી
Advertisements

શું તમે તમારા સ્વજનની તિથિ નથી જાણતાં તો આ દિવસે કરો શ્રાદ્ધ, વડીલ હોય તો નોમનું કરવું શ્રાદ્ધ

શાસ્ત્રો પ્રમાણે આ 10 વસ્તુઓનું દાન કરવાથી જ મળે છે પુણ્ય