in ,

જાણો શ્રદ્ધા કપૂર કોની સાથે લગ્ન કરવાની છે ?

હમણાં તો રણબીર-આલિયા, વરુણ-નતાશાના લગ્ન થવાના છે એવી વાતો ચાલતી હતી અને હવે આ લિસ્ટમાં શ્રદ્ધા કપૂરનું નામ પણ ઉમેરાઈ ગયું છે. એવી ચર્ચા થઇ રહી છે કે શ્રદ્ધા એના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરશે. શ્રદ્ધાનું ફરહાન અખ્તર સાથે બ્રેકઅપ થયું એ પછી એનું નામ ફોટોગ્રાપર રોહન સાથે જોડાયું છે. અવારનવાર તે એના રોહન સાથે પાર્ટીઓમાં દેખાતી હોય છે. આ બંનેએ અત્યાર સુધી પોતાના આ સંબંધને મીડિયાથી છુપાવ્યા હતા પણ હવે આ વાત બહાર બધાને ખબર પડી ગઈ છે.

જો સૂત્રની વાતને આપણે સાચી માની લઇએ તો, ” શ્રદ્ધા રોહન સાથે છેલ્લા એક વરસથી રિલેશનશિપમાં છે. આ બંને ઘણા લાંબા સમયથી એકબીજાને જાણે છે. જયારે ફરહાન સાથે તેનું બ્રેકઅપ થયું એ પછી શ્રદ્ધાએ રોહન સાથે મિત્રતા કરી અને હવે આ મિત્રતા પ્રેમમાં પરિણમી છે. શ્રદ્ધાના માતા-પિતાની પણ એવી જ ઈચ્છા છે કે, હવે શ્રદ્ધા જલ્દી જ રોહન અને તેના સંબંધને નામ આપે. એવી શક્યતા છે કે આવતા વરસ સુધીમાં તો આ પ્રેમીપંખીડા લગ્ન કરી લેશે.

રોહન શ્રેષ્ઠા એ નેપાલી યુવક છે અને ઘણો જ સારો ફોટોગ્રાફર પણ છે. રોહને બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ અને અભિનેતાઓના ફોટો સેશન પણ કરેલા છે. તે આંતરરાષ્ટ્રીય સામાયિક સાથે પણ જોડાયેલો છે.

જો એના વર્ક વિશેની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરે ઇન્ટરનેશનલ ટેનિસ સ્ટાર સાઇના નેહવાલની બાયો-ફિલ્મ છોડી દીધી છે એવી માહિતી પ્રાપ્ત થઇ હતી. આ ફિલ્મની ચર્ચા આશરે દોઢ બે વર્ષથી ઘણી જ થઇ હતી. શ્રદ્ધા સાઇનાના જ નિરીક્ષણ નીચે ટેનિસની ઘણી જ અઘરી તાલીમ પણ લેતી હતી એવા પણ સમાચાર મળ્યા હતા.

બીજા એવા સમાચાર મળ્યાં હતા કે હમણાં જ શ્રદ્ધાની છેલ્લી બે ત્રણ ફિલ્મો ફ્લોપ થઇ હતી માટે સાઇના નેહવાલની બાયો-ફિલ્મના સર્જકો એ બીજી એક્ટ્રેસને લેવાનો વિચાર પણ કર્યો છે. ખાસ તો શ્રદ્ધાની દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરની બાયો-ફિલ્મ ખુબજ ખરાબ રીતે પીટાઇ ગઇ હતી અને પછીથી આ વાત જાણવા મળી હતી.

અત્યારના લેટેસ્ટ સમાચાર મળ્યા છે કે શ્રદ્ધાએ ખુદ જ આ ફિલ્મ છોડી દીધી છે અને એવું કારણ આપ્યું છે કે તેની બીજી ફિલ્મોના શૂટિંગની તારીખો ક્લેશ થઇ રહી હતી. સાઈન નહેવાલની બાયો ફિલ્મના ફિલ્મ સર્જકોએ શ્રદ્ધાની જગ્યાએ પરિણિતી ચોપરાને આ ફિલ્મ માટે પસંદ કરી હતી. અત્યારે તો શ્રદ્ધા બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મમાં વર્કમાં બીઝી છે. અને અત્યારે સાહો ફિલ્મ પોસ્ટ પ્રોડકશનમાં છે એવું માનવામાં આવ્યું છે.

ટિપ્પણી

જાણો વિવેક ઓબેરોય અને ઐશ્વર્યાના સંબંધ વિષેની એક રસપ્રદ વાત !!!

કપિલદેવની દીકરી પિતાની બાયોપીકથી કરશે બોલીવુડમાં પ્રવેશ !!!