in

શું તમે પણ શુઝના બોક્સમાં આવતા નાના પાઉચ ફેંકી દો છો , તો જાણી લો એના ઉપયોગ વિષે

આપણે જયારે પણ માર્કેટમાંથી નવા પર્સ, હેન્ડબેગ, શુઝ ખરીદીએ છે તો એમાંથી નાનું સિલિકા જેલનું પેકેટ નીકળતું હોય છે,પરંતુ આપણે એને એ કાંઈ કામનું નથી એવું સમજીને ફેંકી દેતા હોઈએ છે. પરંતુ ઘણા લોકોને એ વાતની ખબર હોતી નથી કે તમે સિલિકા જેલનો અલગ અલગ રીતે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો ?

સિલિકા જેલમાં સિલિકા ડાયોક્સાઇડ બને છે અને તે હવામાં જે ભેજ રહેલું હોય એને સરળતાથી ચૂસી લે છે. સિલિકા જેલનું ૧૦ ગ્રામનું પાઉચ ૪ ગ્રામ સુધીનું પાણી ને ચૂસી શકે છે. એ સિવાય પણ એનાથી અગણિત ફાયદાઓ થાય છે. ચાલો તો અમે તમને જણાવી દઈએ કે કઈ રીતે આ સિલિકા જેલ આપણને ઉપયોગમાં આવી શકે છે.

બેગમાં ભેજની વાસને કરે છે દૂર 

જો કોઈપણ વસ્તુમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે તો એની પાછળનું કારણ ભેજ હોય છે. જો કોઈ પણ કારણસર તમારી બેગમાં ભેજના લીધે દુર્ગંધ આવે છે તો બેગમાં સિલિકા જેલનું પાઉચ રાખી દેવું , એવું કરવાથી બેગમાં જે દુર્ગંધ આવતી હશે એ દૂર થઈ જાય છે અને સાથે જ એમાંથી બેક્ટેરિયાનો પણ નાશ થાય છે.

મેકઅપ બેગ રહેશે તાજી

કેટલીક વાર એવું થતું હોય છે કે આપણી મેકઅપ બેગ ફ્રેશ દેખાતી નથી. તો એવા સમયે તમારે મેકઅપ બેગમાં સિલિકા જેલ પાઉચ રાખી દેવું જોઈએ, એવું કરવાથી તમારી બેગ ફ્રેશ રહેશે સાથે જ કોઈ પ્રોડક્ટમાં રહેલો ભેજ પણ દૂર થઈ જાય છે.

ફોટા અને પુસ્તકોને આપે છે ફાયદો 

કેટલીક વાર એવું બનતું હોય છે કે જો કોઈ પુસ્તક અને ફોટો વધારે સમય સુધી પડી રહે છે તો એનાથી એમાં પીળાશ આવી જાય છે,તો એવા સમયે તમારે સિલિકા જેલના પાઉચને પુસ્તકો સાથે રાખી દેવા જોઈએ. સાથેજ જો એમાંથી કોઈ પણ અજીબ પ્રકારની દુર્ગંધ આવતી હશે એ પણ દૂર થઇ જાય છે.

ચાંદીની ચમક

લાંબો સમય થાય એટલે ચાંદીની ચમક ગાયબ થઈ જતી હોય છે તો કેટલાક લોકો ચાંદીના દાગીનાને પોલિશ કરાવતા હોય છે પણ તમે સિલિકા જેલના પાઉચનો ઉપયોગ કરીને ચાંદીની ચમકને જાળવી શકો છો. એના માટે તમારે ચાંદીને સિલિકા જેલના પેકેટમાં વિટાળીને રાખી દેવું જોઈએ.

ફૂલો રહેશે તાજા

કોઈ ફૂલો હોય એમાં ભેજની માત્રા વધુ હોય છે. તો સિલિકા જેલની ભેજ ચૂસવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે. તો એટલે ફૂલો ઘણા દિવસો સુધી તાજા રહે છે. તો તમારે ઘરમાં જે ફૂલદાની હોય એમાં સિલિકા જેલના પાઉચ નાખી દેવા જોઈએ એવું કરવાથી એમાં ફૂલો વધારે તાજા રહેશે.

ટિપ્પણી

જાણો કિન્નરોના અંતિમ સંસ્કારના રહસ્ય વિષે , બહારનું કોઈ વ્યક્તિ જોઈ લે તો થાય છે આવો વ્યવહાર

ફળો પર લગાવેલા સ્ટીકર્સ હોય છે એકદમ ખાસ, ભૂલમાં પણ ખરીદી ના કરતા એવા સ્ટીકર્સવાળા ફળ