શોધ

Please log in or register to like posts.
News

વરસે છે વાદળ ને તું ઝાકળ ગોતે છે !
ભેરુ મળી ગયા પણ હજી રસ્તા ગોતે છે !

નિરંતર હોય ઘટના એમાં વિશ્રામ ગોતે છે !
ઓઢ્યું હોય જે માથે-એ ઓસરીમાં ગોતે છે !

કરવાનો હોય આનંદમાત્ર,પણ એમાં વૈભવ ગોતે છે !
સલામત હોય સ્થળ પણ તોય રક્ષક ગોતે છે !

જોવાની હોય કુદરતને ને તું જ્ઞાન ગોતે છે !
પામવી હોઈ પોતાની જાતને ને તું અભિપ્રાય ગોતે છે !

વીતી ગઈ રાત ને તું સપના ગોતે છે !
આવી ગયું જમણ અને તું શિરામણ ગોતે છે!

વાત તો હોય ઘણી પણ તું પંક્તિને ગોતે છે !
હું તો તારી ભીતર છું પણ તું મને બહાર ગોતે છે !…….

-માલવ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.