in

પત્ની થી ‘લાંચ’ લેવા વાળા પોલીસ નો વિડીયો થયો વાયરલ, જાણો શું છે બાબત

આ દિવાસો માં પ્રિ વેડિંગ ફોટોશૂટ નું ઘણું ચલણ છે. જેમાં વર-વધૂ લગ્ન ની પહેલા પોતાનો એક ફોટો શૂટ કરાવે છે. પછી એને સોશિયલ મીડિયા અને મિત્રો, સંબંધીઓ ની સાથે શેર કરવા માં આવે છે. સામાન્ય રીતે આ ફોટોશૂટ રોમેન્ટિક અને ક્રિએટિવિટી થી ભરેલો હોય છે. કેમેરા માં કેદ થયેલા ફોટો એ કપલ માતે સુંદર પલ અને સોનેરી યાદ બની જાય છે. પરંતુ રાજસ્થાન માં રહેવાવાળા એક પોલીસે પોતાનો ફોટો શૂટ કરાવવું એટલું મોંઘું પડી ગયો કે એમના વિરુદ્ધ એક નોટિસ પણ આવી ગઈ.

Advertisements

વાસ્તવ માં રાજસ્થાન ના ઉદયપુર જિલ્લા ના કોટડા ના પોલીસ ઇન્સ્પેક્ટર ધનપતસિંહ એ પોતાની થવાવાળી પત્ની ની સાથે એક ક્રિએટિવ ફોટોશૂટ કરાવ્યો હતો. એની અંતર્ગત એમણે વિડિયો અને કેટલાક ફોટા પણ શેર કર્યા. વીડિયો માં એસએચઓ ની પત્ની હેલ્મેટ વગર સ્કૂટર થી આવે છે. આવા માં પોલીસવાળા એમને રોકે છે. પછી પત્ની લાંચ ના રૂપે પોલીસ પતિ ના ખિસ્સા માં કેટલાક પૈસા નાખી દે છે. આના પછી બેકગ્રાઉન્ડ માં ગીત વાગે છે ‘કુછ કુછ હોતા હૈ’.

સાચે એસએચઓ એ આવો વિડિયો માત્ર પ્રિ વેડિંગ ફોટોશૂટ ને થોડું રસપ્રદ અને ક્રિએટિવ બનાવવા માટે બનાવડાવ્યો હતો પરંતુ એના વાયરલ થયા પછી ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારી ગુસ્સે થઈ ગયા. એમના પ્રમાણે આ પોલીસ ના યુનિફોર્મ ના માન અને ગરિમા નું અપમાન છે. આવા માં આઈજી (લૉ એન્ડ ઓર્ડર) ડોક્ટર. હવા સિંહ ઘુમરીયા એ વિસ્તાર ના બધા રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ માટે એક નોટીસ રજૂ કરી દીધું. આ નોટિસ ના પ્રમાણે જે પણ પોલીસ ઓફિસર યુનિફોર્મ નું અપમાન અથવા દુરુપયોગ કરશે એના વિરુદ્ધ કાર્યવાહી થશે.

Advertisements

સૌથી પહેલા આ વિડીયો ની જાણ રાજસ્થાન પોલીસ ના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ને થઈ. આના પછી એની જાણકારી એમણે ચિત્તોડગઢ જિલ્લા ના મંડફિયા ના અધિકારી ને આપી અને કીધું કે આ પ્રકાર ના વિડીયો પોલીસ ની છબી ખરાબ કરે છે. તેના પરિણામ સ્વરૂપ કેટલાક દિવસ પછી એસ.પી કૈલાસ બિશનોઈ એક ખુલાસો કર્યો કે વીડિયો ના વાયરલ થયા પછી એસએચઓ ધનપત સિંહ ના વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

આના સિવાય રજૂ થયેલી નોટિસ માં બીજા રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ ને પણ ચેતવણી આપતા કહેવા માં આવ્યું છે કે એ ‘વર્દી ની ગરિમા’ નું ધ્યાન રાખે. આચાર સંહિતા નું ઉલંઘન ન કરે. આની સાથે જ એ પણ બોલવા માં આવ્યું કે પોલીસ કર્મચારી પોતાના પ્રી-વેડિંગ ફોટોશૂટ માં પોતાનો યુનિફોર્મ ના પહેરે.

Advertisements

આટલું થયા પછી સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડીયો ને તરત ખસેડી દેવા માં આવ્યો. લોકો ને જ્યારે એના વિશે ખબર પડી તો અડધા લોકો પોલીસ ના સપોર્ટ માં બોલી રહ્યા છે તો બાકી ના વરિષ્ઠ પોલીસ અધિકારી ની વાત થી સહમત છે. આ વાત તો છે કે પોલીસે આ બધા ની પાછળ કોઈ ખોટો ઈરાદો ન હતો. એવું લાગી રહ્યું છે કે આ પ્રકાર ના ફોટોશૂટ નો આઈડિયા ફોટોગ્રાફર એ જ આપ્યો હશે. જોકે મોટા પોલીસ અધિકારીઓ ની વાત પણ સાચી છે. આવી રીતે પોલીસ વાળા ને લાંચ લેતા બતાવવો એમની છબી ને ખરાબ જરૂર કરે છે.

તમારું આખી બાબત માં શું કહેવું છે? શું આ પોલીસ ઇન્સ્પેક્ટર એ પોતાના પ્રી-વેડિંગ પોલીસ યુનિફોર્મ નો ઉપયોગ કરી ને યોગ્ય કર્યું? કે પછી આવો ફોટોશૂટ ખોટો છે?

ટિપ્પણી
Advertisements

2 સપ્ટેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ એક્ટર ને પત્ની એ ઘર થી ધક્કો મારી ને કાઢ્યો બહાર, 20 વર્ષ પછી પત્ની ની સચ્ચાઈ જાણી ને રહી ગયો હતો હેરાન