in

અમિત શાહની અસફળતા ને લીધે દિલ્હીની ચૂંટણીમાં બીજેપીનો કારમો પરાજય : શિવસેના

દિલ્હીમાં કારમા હાર પછી શિવસેનાએ બીજેપી પર નિશાન તાક્યું છે. શિવસેનાના મુખપત્ર સામનામાં એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં ભાજપને પ્રાપ્ત થયેલો કારમો પરાજય પીએમ મોદીની નહીં પરંતુ ગૃહપ્રધાન અમિત શાહની નિષ્ફળતા છે. ભાજપ એક પછી એક રાજ્ય ગુમાવી રહ્યો છે.

Image result for amit shah

Advertisements

રાજ્યોમાં બીજેપી પ્રાદેશિક પક્ષો દ્વારા ટક્કર આપવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં તો પીએમ મોદીનો જાદુ ચાલી ગયો હતો પરંતુ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રાપ્ત થયેલો પરાજય અમિત શાહની અસફળતા દર્શાવે છે. સામનામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમઆદમી પાર્ટીની જીત નવાઈકારક નથી, આમઆદમી પાર્ટી તો દિલ્હીમાં જીતવાની જ હતી. કેજરીવાલે છેલ્લા પાંચ વર્ષમાં જે મોડલ વર્ક કર્યું છે તેથી દિલ્હીવાસીઓ ખુશ છે અને કેજરીવાલને જંગી બહુમતીથી વિજય અપાવ્યો હતો. વડા પ્રધાન મોદીએ નહીં પણ અમિત શાહે દિલ્હી ચૂંટણીને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો હતો.

હમણાં ભલે જેપી નડ્ડા અધ્યક્ષ બન્યા હોય પરંતુ પરદા પાછળ અમિત શાહ કામ કરી રહ્યા છે. પાર્ટી અધ્યક્ષ તરીકે પોતાના કાર્યકાળ પહેલા અમિત શાહ દિલ્હી ચૂંટણીમાં વિજય થવા માગતા હતા. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને કારમો હાર મળ્યો હતો. સામનામાં આગળ જણાવ્યું કે અમિત શાહે દિલ્હીમાં ઘણી રેલીઓ કરી હતી અને ડોર ટુ ડોર પણ પ્રચાર કર્યો હતો. તેમણે પાર્ટી કાર્યકરો પાસેથી પણ ફીડબેક લીધો હતો. ચૂંટણી ધબડકો અહંકાર, ઘમંડ અને સત્તાધારી પક્ષના વલણનો ઘોર પરાજય છે. ભાજપે સીએએને મુદ્દો બનાવ્યો હતો તેમ છતાં પણ તેની હાર થઈ છે. મતદાતાઓને સીએએનો મુદ્દો ગળે ઊતર્યો નહોતો અને કેજરીવાલના પક્ષમાં જંગી મતદાન કર્યું હતું. દિલ્હીમાં લોકસભાની ૭ બેઠકો પર ભાજપનો કબજો છે પરંતુ વિધાનસભામાં કેજરીવાલે ભાજપને આકરી ટક્કર આપી હતી.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

સહારાએ રોકાણકારો માટે લગભગ 15447 કરોડ સેબીમાં જમા કરાવી દીધી

Lakme Fashion Weekમાં જ્હાન્વી કપૂર તથા વિકી કૌશલનો દબદબો દેખાનાર જોતા જ રહી ગયા