in

જાણો આ શિવલિંગ માં એવી કઈ ખાસ વાત છે કે મુસ્લિમ પણ પૂજે છે આ શિવલિંગ ને !

હિન્દુ ધર્મ ના લોકો પોતાના ધર્મસ્થાન ના સિવાય પણ બીજી ઘણી જગ્યા એ જાય છે. એક હિન્દુ મંદિર ની સિવાય ચર્ચ દરગાહ મસ્જિદ પર પ્રાથના કરવા માટે જાય છે,કેમકે એમનું માનવું હોય છે કે ઈશ્વર એક છે બસ એમના નામ અલગ અલગ છે. પરંતુ બીજા ધર્મ ના લોકો ને આવું કરતાં કદાચ જ કોઈ એ જોયું હશે,કેમકે આવું થતું જ નથી. પરંતુ આજે અમે તમને એક એવા શિવલિંગ ના વિશે બતાવા જઇ રહ્યા છીએ,જેની પુજા મુસ્લિમ પણ કરે છે.

ઘણા વર્ષો થી મુસ્લિમ પુજા કરે છે શિવલિંગ ની :

ઉત્તર પ્રદેશ માં એક જિલ્લો છે ગોરખપુર,નામ તો સાંભળ્યુ જ હશે તમે. આ ક્ષેત્ર એટ્લે પણ વધારે ચર્ચિત છે,કેમકે યોગી આદિત્ય નાથ અહિયાં ના જ છે. ગોરખપુર થી લગભગ 25 કિલોમીટર દૂર એક ગામ છે,જેનું નામ છે સરયા તિવારી. આ ગામ માં એક એવું શિવલિંગ છે જેની પુજા માત્ર હિન્દુ જ નહીં પણ મુસ્લિમ પણ કરે છે. ઉત્તર પરદેશ ની આ એક માત્ર જગ્યા છે,જ્યાં ભગવાન શંકર ની પુજા હજારો વર્ષો થી મુસ્લિમ પણ કરે છે. મંદિર માં શિવલિંગ ની પુજા એવી રીતે જ મુસ્લિમ સમુદાય ના લોકો કરે છે જેવી રીતે કોઈ દરગાહ મા ઈબાદત કરવા જતાં હોય.

શિવલિંગ પર લખેલું છે ઉર્દૂ મા કલમા :

તમે વિચાર મા પડી ગયા હશી કે આખરે આવું કેમ થાય છે,તમને બતાવી દઈએ કે આની પાછળ એક ઘણું મોટું કારણ છે. વાસ્તવ મા શિવલિંગ પર કલમા કોતરાયેલું છે. આના વિશે એક વાર્તા પ્રચલિત છે કે મહમૂદ ગજનવી એ આક્રમણ વખતે આ શિવલિંગ ને તોડવા ના ઘણા પ્રયત્ન કર્યા,પરંતુ એ આવું કરી ના શક્યો. એના પછી એણે આના પર કલમા લખાવડાઈ દીધું એટ્લે હિન્દુ લોકો આની પુજા ના કરી શકે. પરંતુ મહમૂદ ગજનવી ના વિચાર થી વિપરીત આ શિવલિંગ ની પુજા હિન્દુ અને મુસ્લિમ મળી ને કરે છે.

હિન્દુ-મુસ્લિમ એકતા ની ઓળખાણ છે આ મંદિર :

તમને બતાવી દઈએ કે ગોરખપુર ના ખજની કસબા ની પાસે જ સરયા તિવારી ગામ છે,જે સ્થાન પર આ અદૃત શિવલિંગ છે. આ શિવલિંગ ને ત્યાં ના લોકો ઝારખંડી શિવ પણ કહે છે. લોકો નું માનવું છે કે આ સ્થાન પર શિવલિંગ જાતે જ પ્રગટ થયું છે. લોકો નું એવું પણ માનવું છે કે ભગવાન શિવ ના આ દરબાર માં કોઈ પણ ખાલી હાથ નથી જતું. જે પણ હોય પરંતુ આ શિવલિંગ આ સમય નું આખા દેશ માં આકર્ષણ છે અને હિન્દુ-મુસ્લિમ એકતા નું પ્રતિક બની ગયું છે. આના દર્શન માટે દેશ ના ખૂણે ખૂણા થી લોકો આવે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

“તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” ની બબીતા કરતી હતી આ અભિનેતા ની સાથે ક્યારેક પાગલો ની જેમ પ્રેમ

આ દિવસે થશે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ