in

શિલ્પા શેટ્ટી પોતાના કરિયરની શરૂઆતમાં દેખાતી હતી કાંઈક આવી !!

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પાનો જન્મ 8 જૂન 1975 માં મેંગલુરુમાં થયો હતો. અત્યારે તે 44 વર્ષની છે. શિલ્પાને લોકો આજે પણ ખુબ જ પસંદ કરે છે. આ ઉંમરમાં પણ એ એટલી ફિટ છે કે આજે પણ એ 25 વર્ષની લાગે છે. શિલ્પા શેટ્ટી ઘણા લોકોની મનગમતી અભિનેત્રી તો છે જ , હવે એ પોતાના ફિગર , સ્વાસ્થ્ય અને યોગા માટે પણ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. 44 વર્ષની ઉંમરમાં પણ એ આજની હસીનાઓને માત આપે છે.

Advertisements

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જયારે શિલ્પાએ એન્ટ્રી કરી હતી ત્યારે એનો દેખાવ આજથી ઘણો અલગ હતો. એ દરમિયાન ઇન્ડસ્ટ્રીમાં શિલ્પાએ પોતના દેખાવને લઈને ઘણી જ મહેનત કરી હતી પણ અસલી બદલાવ એમના જીવનમાં ત્યારે આવ્યો જયારે એણે યોગ કરવાનું નક્કી કરી લીધું. એ પછી શિલ્પાએ યોગ વિષે દુનિયાને પણ જાણ કરાવી.પ્લાસ્ટિક સર્જરી કરાવવાવાળી હસીનાઓમાં શિલ્પાનું નામ પણ આવે છે. શિલ્પાએ પોતાના નાકની સર્જરી કરાવી છે.

જણાવી દઈએ કે શિલ્પાએ વર્ષ 1993 માં ફિલ્મ ‘બાઝીગર’ થી બોલીવુડમાં પગ મુક્યો હતો. એ જ વર્ષે એની એક બીજી બ્લોકબસ્ટર ફિલ્મ ‘મેં ખિલાડી તું અનાડી’ પણ રિલીઝ થઇ. શિલ્પાએ એ પછી પોતાના જીવનમાં સૌથી મોટો યુટર્ન લીધો.

Advertisements

એ ઇન્ટરનેશનલ રિયાલિટી શો ‘બોગ બ્રદર’ માં પહોંચી અને ત્યાં એ જીતીને આવી. એ પછી આજ સુધી એણે પાછળ વળીને જોયું જ નથી.

Advertisements

હાલમાં તો શિલ્પા ફિલ્મોથી દૂર છે. ફિલ્મોથી દૂર શિલ્પા આ દિવસોમાં સોની ટીવીના રિયાલિટી શો સુપર ડાન્સરમાં જજની ભૂમિકા ભજવી રહી છે. આ શોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ટિપ્પણી
Advertisements

ક્યારેક આ એક્ટરના માથે છત પણ નહતી, સંઘર્ષ કરીને આ રીતે કર્યું બોલીવુડ પર રાજ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટાઓ ને તમે સમજ્યું હતું સાચું, પરંતુ સચ્ચાઈ જાણી ને હોશ ઉડી જશે