વિદ્યાર્થી નું નામ

Please log in or register to like posts.
News

સત્ય ધટના
સન ૧૮૮૧ ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિધ્યાર્થિઓને એક સવાલ કર્યો…આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે ? શું પરમ ક્રુપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ?

વિધ્યાર્થિ – હા સાહેબ..

પ્રોફેસર –તો પછી સેતાનને કોને બનાવ્યો ? શું સેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે?
વિધ્યાર્થિ એકદમ શાંત થઈ ગયો..અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી ..
સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું ? પ્રોફેસરે સમંતિ આપી..

વિધ્યાર્થિ-શુ ઠંડી જેવું કાઈં હોય છે ?

પ્રોફેસર- ચોક્કસ હોય છે..

વિધ્યાર્થી – માફ કરજો સાહેબ ..તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે.

વિધ્યાર્થિએ બીજો પ્રશ્ન કર્યો…
શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે ?

પ્રોફેસર – હાસ્તો ધરાવે છે…

વિધ્યાર્થી –સાહેબ તમે આ વખતે પણ ખોટા છો…ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી…ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે..જેવુ અંજવાળુ આવશે એટલે તરતજ અંધારૂ ગાયબ થઇ જશે. સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો કરતા નથી..
તેવીજ રીતે સેતાનની કોઇ હયાતી નથી એ તો પ્રેમ , વિશ્વાસ,અને ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે…
જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ સેતાનનો અનુભવ થાય છે…
આ વિધ્યાર્થિનુ નામ હતું

-સ્વામી વીવેકાનંદ.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.