in

તૂટેલા બેટ તથા ફાટેલા ગ્લબ્સ, તમારા માટે મોટીવેશનનું કારણ બની શકે છે આ ક્રિકેટરની કહાની

ફક્ત 15 વર્ષ 285 દિવસની ઉંમરમાં અડધી સેંચરી ફટકારી પોતાના આદર્શ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો રેકોર્ડ ભંગ કરનાર હરિયાણાની રોહતકની શેફાલી વર્માએ યુવતી ટી-20 વિશ્વકપમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે. ફક્ત આટલું જ નહી શેફાલીને રવિવારે બીસીસીઆઇ એ સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પર્દાર્પણ માટે સન્માનિત પણ કરી હતી. એક સમયે ફાટેલા ગ્લબ્સ અને તૂટેલા બેટથી મેચ રમનાર શેફાલીને બે મહિનાની અંદરની આ મોટી ઉડાનમાં સંઘર્ષની એવી ગાથા છૂપાઇ છે, જે દરેક માણસો માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે.

Advertisements

ત્રણ વર્ષ પહેલાની વાત છે. શેફાલીના પિતા સંજીવ વર્મા પાસે દીકરીના ફાટેલા ગ્લબ્સ તથા થોડીક જગ્યાએથી તૂટી ગયેલ બેટના બદલે નવા ગ્લબ્સ અને બેટ ખરીદવા માટે રૂપિયા ન હતા. તે છતા કોઇ પણ પ્રકારની ફરીયાદ કર્યા વીના શેફાલીએ બેટ પર તાર બાંધીને ગ્લબ્સને સંતાડીને રમવાનું ચાલૂ રાખ્યુ. દગો મળવાથી કંગાળ થવાની સ્થિતિમાં પહોંચી ગયેલ સંજીવ વર્માએ ઉધાર પૈસા લઇ દીકરીને નવા ગ્લબ્સ અને બેટ અપાવ્યું હતું. આજે દીકરીની સફળતા પર તેઓ ગર્વ અનુભવે છે.

સંજીવે કહ્યું કે, 2016માં તેમનો ધંધો વિખેરાઇ ગયો હતો. એક માણસે તેમને દિલ્હી એરપોર્ટ પર નોકરી અપાવવાની લાલચ આપી હતી. આ માટે તેમને સ્ત્રીના દાગીના પણ વેચી નાંખ્યા હતાં. આ તે જ સમય હતો જ્યારે શેફાલી છોકરાઓ સાથી રમી પોતાના વિસ્તારમાં નામ બનાવી ચૂકી હતી. પરંતુ તેના પિતાને નોકરી ન મળતા ઘરનું તમામ વસ્તુ વેચાઇ ગયું. તેના પિતા નિરાશ થઇ ગયા પરંતુ શેફાલીએ કંઇ કહ્યું નહી. તે ફાટેલા ગ્લબ્સ અને તૂટેલા બેટથી રમતી રહી. બાદમાં તેના પિતાએ પોતાની જાતને સંભાળી અને શેફાલી માટે ઉદાર પૈસા લઇ તેને નવું બેટ અને ગ્લબ્સ લઇ આપ્યા.

Advertisements

સંજીવ કહે છે કે, શેફાલી સાડા દશ વર્ષની હતી. તે દરમિયાન તેમના પુત્ર સાહિલને પાનીપતમાં અંડર-12ની ટૂર્નામેન્ટ રમવા જવાની હતી. પરંતુ તે બિમાર થઇ ગયો. તેઓ શેફાલીને પાનીપત લઇ ગયા અને સાહિલ બનાવી તેને મેચ રમાડી. ત્યાં તેને છોકરાઓની મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો. તે આજે પણ છોકરાઓ સાથે જ પ્રક્ટિસ કરે છે. સંજીવ પોતે પણ ક્રિકેટર હતા પરંતુ ઉંચા સ્તરે રમી શક્યા નહી. તેઓ પોતે સવારે શેફાલીને પ્રેક્ટિસ કરાવતા હતાં. તેના પછી તે પૂર્વ રણજી ક્રિકેટર અશ્વની કુમારની એકેડમીમાં જાય છે. તેઓ પોતે તો ક્રિકેટર બની શક્યા નહી પરંતુ તેમનું આ સપનું તેમની દીકરીએ સાકાર કર્યું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

ઇન્ડિયન રેલવે બનાવી રહ્યું છે દુનિયાનો સૌથી ઊંચો બ્રીજ, એફિલ ટાવરથી પણ હશે તે ઊંચો

Photos: ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભયંકર આગના ફોટા પછી આ ફોટાઓ જીવનની નવી કિરણ બતાવે છે