in ,

જાણો ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે શું આપી છે સલાહ : શરદી ખાંસીમાં રાહત મેળવવા ખાવી જોઈએ શાકર

જો થઇ હોય શરદી-ઉધરસ તો જાણી લો આ ટિપ્સ

શિયાળામાં મોટેભાગે લોકોને બંધ નાક, શરદી-ખાંસી અને ગળાના ઈન્ફેક્શનથી પરેશાન રહેતા હોય છે. આ બીમારીઓ માટેનું મુખ્ય કારણ ઠંડીની ઋતુને ગણવામાં આવે છે અને તેની સાથે જ આપણી કેટલીક એવી ફૂડ હેબિટ્સ પણ કારણ હોય શકે છે. લોકો શરદી-ઉધરસમાં રાહત મેળવવા માટે ઢગલાબંધ દવાઓ અને કોમન એન્ટીબાયોટિક્સ ખાતા હોઈએ છીએ તે છતાં પણ પુરેપુરો આરામ મળતો નથી.તો જો શરદી-ઉધરસને જડમૂળથી દૂર કરવી હોય તો જાણીતા એવા ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે કેટલીક ટિપ્સ જણાવી છે..

સાકર આપે છે ઘણા રોગોમાં રાહત

આયુર્વેદમાં જરૂરી પોષક તત્વો અને વિટામિનની ઉણપ દૂર કરીને શરીરને સારું પહેલા જેવું બનાવવા માટેના કેટલાક ઉપાયો જણાવેલ છે. આ કુદરતી ઉપચાર કરવાથી કોઈ જ એવી સાઈડ ઈફેક્ટ પણ નથી થતી. ઋજુતા દિવેકરે હમણાં જ થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શરદી-ઉધરસ, બંધ નાક અને ગળાના ઈન્ફેક્શનથી રાહત પ્રાપ્ત કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર જણાવ્યા છે. વાંચીને ચોક્કસ તમને નવાઈ લાગશે પરંતુ સાકર ખાવાથી આવી ઘણી તકલીફોમાં આરામ મળશે.

ઋજુતા દિવેકરે આપેલી ટિપ્સ

ઋજુતા દિવેકર જણાવે છે કે , “ જો આપણા ગળામાં ઈન્ફેક્શન, શરદી-ઉધરસ અને નાક બંધ હોય તો સાકર ટ્રાય ચોક્કસથી કરી શકાય. આયુર્વેદમાં સદીઓથી સાકરનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગાયક સાકર ખાય છે કારણકે એનાથી તેનો અવાજ સુરીલો અને સ્પષ્ટ જળવાઈ રહે છે.તે ઉપરાંત સાકરથી પેટની સમસ્યાઓ અને એસિડિટીમાં પણ ફાયદો આપે છે. એવા લોકો કે જે એમ વિચારે છે કે ખાંડ ગળી છે તેથી ના ખાવી જોઈએ તો એ વાત ધ્યાન રાખો કે, સાકર એક ઔષધિ છે અને તે આપણા શરીર માટે હેલ્ધી પણ છે.”

કેમ સાકર છે ગુણકારી ?

આપણે સૌ એમ કહીયે છે કે શુગર એટલે કે ખાંડ બધી જ રીતે નુકસાન કરે છે. પણ એ વાત યાદ રાખવી કે જો યોગ્ય માત્રામાં સાકરનું સેવન કરવામાં આવે તો સાકર ખરેખર આપણા શરીર માટે ગુણકારી સાબિત થઇ શકે છે. આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે સાકરથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાકરને રિફાઈન્ડ કરવામાં આવતી નથી અને તે શેરડીમાંથી બને છે.તેથી તે પોષકતત્વોથી ભરપૂર હોય છે. માટે જ પ્રોસેસ કરેલી ખાંડની જગ્યાએ આખી સાકરનો ઉપયોગ કરી શકાય છે. સાકર આપણા શરીરમાં હીમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવામાં મદદ આપે છે અને તેના લીધે લોહીનું ભ્રમણ પણ સરખી રીતે થાય છે અને આપણા શરીરને એનીમિયા સામે પણ રક્ષણ પ્રાપ્ત થાય છે. અને જો સાકર ખાવામાં આવે તો આપનો આખો દિવસ સ્ફૂર્તિ વાળો રહે છે.

જાણીયે કે કઈ રીતે સાકર ખાવી જોઈએ ?

જો સાકરની મદદથી શરદી-ઉધરસ મટાડવી હોય તો તેના માટે જરૂરી છે સાકરનું યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં સેવન કરવું. સાકર સાથે મરી અને ઘી મિક્સ કરી લો કેમ કે આ બધી જ વસ્તુઓ આપણા શરીર માટે ખુબ જ ગુણકારી છે. સાકરની ભૂકી જોડે કાળા મરીનો પાઉડર અને ઘી ઉમેરી લો. રાત્રે જમ્યા પછી આ મિશ્રણ પી લેવાનું છે. આમ કરવાથી તમને ચોક્કસથી શરદી-ઉધરસ અને બંધ નાકમાં રાહત મળશે. જો ઉધરસમાં રાહત મેળવવી હોય તો થોડા એવા હૂંફાળા પાણીમાં સાકરની ભૂકી ઉમેરી લો. એમ કરવાથી કફ બહાર નીકળવા લાગશે.

ટિપ્પણી

અમરનાથથી આવેલી આ દૂરની જગ્યાએ બને છે દુનિયાની સૌથી મોટું પ્રાકૃતિક બરફનું શિવલિંગ

શું તમે જાણો છો કે તમને જોઈને જો કૂતરું ભસવા લાગે તો હોઈ શકે છે આ સંકેત, જાણી લો ઉડી જશે તમારા હોશ