2018માં આ રાશિએ બનવું પડશે શનિદેવના કોપનો શિકાર, આ રાશિ પર વરસશે શનિદેવની કૃપા

Please log in or register to like posts.
News

2018માં રાશિઓ પર શનિનો પ્રભાવઃ

ન્યાયના દેવતા મનાતા શનિદેવના દંડથી બધા જ ડરે છે. પરંતુ ઈમાનદાર અને પરોપકારી જીવન જીવનારા લોકોને શનિદેવ વિશેષ કષ્ટના બદલે ખુશીઓ આપે છે. 2018માં મેષ રાશિ પર શનિની ઢૈયાની અસર રહેશે જેથી તેમણે વિશેષ સાવધાની રાખવી પડશે. અન્ય કેટલીક રાશિઓ પર પણ શનિની દૃષ્ટિ રહેશે. કેટલીક રાશિઓ પર ખરાબ તો કેટલીક પર સારી અસર પડશે. જાણો તમારી રાશિ પર કેવી પડશે શનિની અસર.

મેષઃ

તમારી રાશિ પર શનિની ઢૈય્યા શરૂ થઈ જશે. તમારા પર શનિની ખરાબ દૃષ્ટિ રહેશે આથી તમારે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી વધારે અસર તમારા રોજગાર પર પડશે.

વૃષભઃ

વૃષભ રાશિ વાળાઓ માટે પણ શનિની દૃષ્ટિ આ વર્ષે કંઈ ખાસ નહિ રહે. શનિના પ્રભાવથી તમારા કામ બનતા બનતા બગડશે. તમારે આ વર્ષે કેટલાંય કામમાં કંઈને કંઈ ગુમાવવું પડશે.

મિથુનઃ

મિથુન રાશિ પર શનિની વિશેષ કૃપા રહેશે. આ રાશિના ધાર્યા કામ પાર પડશે. જો કે વચ્ચેના મહિનાઓમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. લગ્ન કરનાર યુવક યુવતીઓ માટે આ વર્ષ વિશેષ રહેશે.

કર્કઃ

આ વર્ષ કર્ક રાશિ માટે શનિની દૃષ્ટિએ સારુ રહેશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂર્ણ થશે. પોતાના પાર્ટનર પ્રત્યે તમારે સજાગ રહેવું પડશે. પ્રેમ સંબંધોમાં ઝઘડા થઈ શકે છે.

સિંહઃ

શનિના પ્રભાવને કારણે તમારા પરિવાર પર છેલ્લા કેટલાય સમયથી ઘોળાતુ સંકટ દૂર થઈ જશે. આ વર્ષે તમે મોટી ચીજોની ખરીદી કરી શકો છો.

કન્યાઃ

શનિના કારણે તમારા કામમાં અડચણો આવી શકે છે. નવુ કામ શરૂ કરવુ હશે તો જરૂર કરતા વધારે મહેનત કરવી પડશે. આસાનીથી તમને કશું જ નહિ મળે. ખોટા વિવાદોથી દૂર રહેવુ.

તુલાઃ

સ્વાસ્થ્યની દૃષ્ટિએ શનિદેવ તુલા રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસાવશે. જો કે સારા પરિણામ મેળવવા માટે તમારે ધીરજ રાખવી પડશે.

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિને પણ આ વર્ષે શનિના કારણે અડચણોનો સામનો કરવો પડી શકે છે. શનિ તમારુ વધારે બગાડી નહિ શકે. સ્વાસ્થ્ય અને રોજગારમાં થોડી બેદરકારી તમને ભારે પડી શકે છે.

ધનઃ

શનિના પ્રભાવની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે અને તમારા જીવનમાં ચડાવ-ઉતાર આવશે. જો તમે બિઝનેસ કરવાનું વિચારતા હોવ તો તે અસ્થિર થઈ શકે છે.

મકરઃ

શનિ તમારો રાશિ-ગ્રહ છે જેને કારણે તમને કેટલાંક ક્ષેત્રોમાં લાભ મળશે તો કેટલીય વાર તેને કારણે તમારે નુકસાન પણ ઊઠાવવુ પડી શકે છે. તમારુ મન અશાંત રહી શકે છે અને તમને માનસિક શાંતિની ખાસ આવશ્યકતા પડશે. ઘણી યાત્રાઓ કરવી પડશે અને પૈસાની પણ અછત વર્તાઈ શકે છે.

કુંભઃ

કુંભ રાશિ પર શનિનો મિક્સ પ્રભાવ રહેશે. જૂની વાતો ઉખાડવાથી બચવું. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. ઘણા વર્ષોથી ચાલતો ઝઘડો પૂરો થઈ શકે છે.

મીનઃ

મીન રાશિ પર શનિનો પ્રભાવ આવકની દૃષ્ટિએ ઘણો સારો રહેશે. મીન રાશિવાળાની આવકમાં ઘણો વધારો થશે.

Source: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.