in , ,

સેવેલું સપનું સાકાર કરવા ની કળા:- અલ્કેમીસ્ટ 

પુસ્તક:- અલ્કેમીસ્ટ

લેખક:- પોલો કોએલો

પાના:- 128

પોલો કોએલો દ્વારા લિખિત પુસ્તક ‘ધ અલ્કેમીસ્ટ’ હમણાં જ વાંચ્યું. એકદમ ટૂંકી નવલકથા છે. વાર્તા માં સાતત્ય છે. વાંચવા ની એટલી મજા આવી કે એકી બેઠકે પુસ્તક ને વાંચી લીધું.

લેખ સારો લાગે તો મને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલ્લૉ કરી શકો છો અને તમારા પ્રતિભાવ મોકલી શકો છો.

પુસ્તક માં વાત કરી છે એક ભરવાડ છોકરા ની. આ ભરવાડે પોતાનું ઘરબાર છોડેલું છે અને ઘેટાં જ એનો પરિવાર છે. તેને પુસ્તક વાંચવા નો અને દુનિયા માં રખડવા નો શોખ છે. તેને એક વખત સપનું આવ્યું કે ઇજિપ્ત ના પિરામિડ આગળ ખજાનો દટાયેલો પડ્યો છે. અને આ ખજાના ની શોધ માટે આ છોકરો નીકળી પડે છે અને તેના જીવન માં વળાંક આવે છે અને કઈ કેટલુંય  શીખવા મળે છે. અને પુસ્તક ના અંત માં તેને ખજાનો મળે જ છે.

પુસ્તક એકદમ પ્રેરણાત્મક અને મોટિવેશનલ છે. પુસ્તક માં થી ગમેલા અમુક વાક્યો અહીં ટાંકુ છું.

1. જ્યારે તમે કૈંક ચાહો છો, ત્યારે પૂરું બ્રહ્માંડ તમને એ હાંસિલ કરવા માટે તમારી મદદ કરવા ની સાજીશ કરે છે.

2. માત્ર એક જ ચીજ છે કે જે સપના પૂર્ણ થવાનું શક્ય બનાવે છે:- અસફળતા નો ડર.

3. યાદ રાખજો કે જ્યાં તમારું દિલ છે, ત્યાં જ તમે ખજાનો મેળવી શકશો.

4. બહાદુર બનો, જોખમ ઉઠાવો. અનુભવ નો કોઈ વિકલ્પ નથી.



5. સપનું સાચું થવા ની સંભાવના જ તમારૃં જીવન ને રોચક બનાવે છે.

6. જીવન નું રહસ્ય સાત વાર પડવા માં અને આઠમી વાર ઉઠવા માં છે.

7. દરેક જણા જોડે એ વિચાર છે કે લોકો એ કેવું જીવન જીવવું જોઈએ પણ કોઈની જોડે એ વિચાર નથી કે પોતાએ કેવું જીવન જીવવું જોઈએ.



8. ભય ને બહુ ભાવ ના આપો. કારણ કે જો તમે આપશો તો તમે તમારા હ્ર્દય ને સાંભળી નહિ શકો.

9. શીખવા નો એક જ રસ્તો છે, તમારી ક્રિયાઓ. તમારે જે પણ શીખવું છે તે તમે તમારી મુસાફરી થી જાણી શકો છો.

10. એવું કહેવાય છે કે જે માણસો ખુશ છે, તેમની પાસે જ ભગવાન છે.

ટિપ્પણી

ત્રિમ્બકેશ્વર મંદિર નો ઇતિહાસ

ક્લિક કરી જોવો આ ૧૦ હિરોઈન ના આજ સુધી ક્યારેય ન જોયા હોય તેવા મેક-અપ વગર ના ફોટા