મૂવી રિવ્યુઃ સિક્રેટ સુપરસ્ટાર

Please log in or register to like posts.
News

સ્ટાર કાસ્ટ: આમિર ખાન, ઝાયરા વસિમ

ડિરેક્ટર: અદ્વૈત ચંદન

ડ્યૂરેશન: 2 કલાક 30 મિનિટ

ફિલ્મનો પ્રકાર: ડ્રામા

ભાષા: હિંદી

ક્રિટિક: મીના ઐય્યર

રેટિંગ: 4 સ્ટાર ⭐︎⭐︎⭐︎⭐︎

મહત્વકાંક્ષાની છે વાત

સ્ટોરીઃ ઇંસિયા મલિક (ઝાયરા) એક 15 વર્ષની ટેલેન્ટેડ સ્કૂલ ગર્લ છે. જે વડોદરામાં રહે છે. ઇન્સિયા ખૂબ લાગણીશીલ હોય છે. તેના પેરેન્ટ્સ સાથે સંબંધો સારા નથી હોતા. જોકે, ઇંસિયા પોતાના ગાયક બનવાના સપનાને પૂરા કરવા માટે ખૂબ મહેનત કરે છે. આ ઉપરાંત તે પોતાની માને હિંસક પિતાથી દૂર રાખવાના પણ પ્રયાસ કરતી હોય છે.

આમિરનો જાદૂ

રિવ્યૂઃ જ્યારે આમિર ખાન કોઇ ફિલ્મ પાછળ હોય તો તમે અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ ઉત્તમ હશે. આમિરે ફિલ્મમાં એક વિચિત્ર મ્યૂઝિક ડિરેક્ટર શક્તિ કુમારનો રોલ કર્યો છે. આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરનાર અદ્વૈત ચંદને આમિર સાથે જ કામ શીખ્યું છે. આ ફિલ્મમાં તમને ઇમોશન્સ, ખુશી, આંસુ, જોશ અને ઉત્સુકતા જોવા મળશે.

ફિલ્મ સાથે જકડી રાખે છે સ્ટોરી

આ ફિલ્મમાં નવું કંઇ જ નથી. આ એક યુવતીની સ્ટોરી છે. જે પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા ઇચ્છે છે ઉપરાંત ફિલ્મમાં એક એવી મહિલાની પણ સ્ટોરી છે. જે પોતાના હિંસક લગ્નમાંથી બહાર નીકળવા ઇચ્છે છે. આવી સ્ટોરીઓ પર પહેલા પણ ફિલ્મ બની ચૂકી છે પરંતુ આ ફિલ્મનું નેરેશન એક અલગ જ અંદાજમાં કરવામાં આવ્યું છે. જે તમને ફિલ્મ સાથે જકડી રાખે છે. તમે ફિલ્મમાં મા-દીકરીના તણાવને સમજી શકો છો. જેના ઘરમાં લાગણીઓને પણ બાંધવામાં આવી છે. જ્યારે ઇંસિયાને આ બધામાંથી છુટકારો મળે છે ત્યારે તમે તેના જીતવાની ખુશીમાં જરૂર તાળીઓ પાડવા મજબૂર થઇ જશો.

ઉત્તમ છે એક્ટિંગ

આમિર પોતાની એક્ટિંગથી પડદા પર છવાઇ જાય છે. ફિલ્મમાં તેના કેરેક્ટર અમેરિકન આઇડલના જજ બ્રેશ સિમોન કોવેલ અને બોલિવૂડના 90ના દશકના મ્યૂઝિક ડિરેક્ટર્સનું મિશ્રણ જોવા મળે છે. આ ફિલ્મમાં પોતાને લાઇમલાઇટમાં લાવવા માટે આમિરે નાની ઝાયરા સાથે કોઇપણ પ્રકારનો અન્યાય કર્યો નથી. ઝાયરાએ પોતાનું કામ સારી રીતે કર્યું છે. ફિલ્મમાં નઝમા (મેહર), ચિંતન (તીર્થ શર્મા) અને ચાઇલ્ડ એક્ટર ગુડ્ડુ (કબીર)નો રોલ પણ ઉત્તમ છે.

શા માટે જોવી જોઇએ

ફિલ્મમાં અમિત ત્રિવેદીનું મ્યૂઝિક તમને શાંતિ આપે છે પરંતુ ફિલ્મ જેવી છે તે જોતાં એટલું પણ સારૂ નથી. કૌસર મુનીરના ગીત પણ ઠીકઠાક છે.

શા માટે જોવી જોઇએઃ જો તમારી દુનિયા તમારી મોમની આસપાસ ફરતી હોય તો તમારે આ ફિલ્મ જરૂર જોવી જોઇએ. યુવતીઓને તો આ ફિલ્મ દરેક હાલતમાં જોવી જ જોઇએ.

Source: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.