સવારે 4 વાગે ખુલે છે આ સિક્રેટ માર્કેટ, મફતના ભાવમાં મળે છે બ્રાન્ડેડ વસ્તુઓ

Please log in or register to like posts.
News

મુંબઈ: શહેરની દુકાનો, હોટલ, થિયેટર અને કોમર્શિયલ કોમ્પલેક્સ હવે દિવસની સાથે સાથે રાત્રે પણ ખુલ્લા રહેશે. સરકારે અમુક શરતો સાથે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાના બિલને મંજૂરી આપી દીધી છે. રાત્રે દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ ભલે હમણાં પસાર કરવામાં આવ્યો હોય પરંતુ મુંબઈમાં એક એવુ સિક્રેટ માર્કેટ છે જે છેલ્લા ઘણાય વર્ષોથી સવારે 4 વાગે ખુલે છે અને છોડી જ વારમાં વેપારીઓ લાખોનો વેપાર કરીને ગાયબ થઈ જાય છે. અહીં બ્રાન્ડડ વસ્તુઓ મફતના ભાવે મળી જાય છે.

સવારે 4-8 વાગ્યા સુધી ચાલે છે અહીં વેપાર
– આ માર્કેટ મુંબઈના કામઠીપુર વિસ્તારની ડેઠ ગલીમાં શરૂ થાય છે.
– સવારે 4 વાગે શરૂ થયેલું માર્કેટ 8 વાગે બંધ થઈ જાય છે.
– એવુ માનવામાં આવે છે કે આ માર્કેટની શરૂઆત 1950માં થઈ હતી.
– પહેલા આ માર્કેટ માત્ર શુક્રવારે જ ભરાતુ હતું પરંતુ હવે આ માર્કેટ ગુરુવારે અને શુક્રવારે પણ ભરાય છે.

કયા કારણથી આ માર્કેટ સિક્રેટ માર્કેટ કહેવાય છે
– અમુક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે મુંબઈ આસપાસની નાની ફેક્ટરીમાંથી હોલસેલ સામાન અહીં લાવવામાં આવે છે. અહીં ખૂબ ઓછા ભાવે તેને વેચવામાં આવે છે.
– જ્યારે અમુક બ્રાન્ડેડ કંપની પાસેથી થોડી ડિફેક્ટવાળો સામાન વેપારીઓ ખરીદતા હોય છે અને પછી તેને રિપેર કરવાની અડધી કિંમતે અહીં વેચવામાં આવે છે.

રૂ. 8,000ના જૂતા માત્ર રૂ. 1500માં
– મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે નાઈકીના એરમેક્સ શૂઝ માર્કેટમાં રૂ. 8,000ના મળે છે જ્યારે આ ડેઢ ગલીમાં આ શૂભ માત્ર રૂ. 1500માં મળી જાય છે.
– કૈટ કંપનીના લેધર શૂઝની અસલી કિંમત માર્કેટમાં રૂ. 8000 હોય છે જ્યારે અહીં આ શૂઝ રૂ. 800માં મળી જાય છે.

ટ્રેન્ડ બદલાયો, હવે મેઈડ ઈન ચાઈના
– એક સમયે આ માર્કેટમાં માત્ર ચોરીનો માલ વેચાતો હતો જ્યારે હવે અહીં પણ સમય સાથે ટ્રેન્ડ બદલાયો છે. હવે અહીં ઘણી નાની કંપનીઓ અને મેઈડ ઈન ચાઈનાનો સામાન પણ વેચાય છે. અન્ય સામાનની સરખામણીએ અહીં જૂતાનું માર્કેટ બહુ મોટુ છે.

કરોડોનું ટર્ન ઓવર
– માર્કેટમાં ઘણાં વેપારીઓ તેમને સામાન વેચવા માટે આવે છે. માનવામાં આવે છે કે, અહીં એક જ દિવસે 15થી 20 કરોડ સુધીનો બિઝનેસ થતો હોય છે. નાના શહેરોના વેપારીઓ અહીં ઓછા ભાવે મોટી માત્રામાં સામાન ખરીદવા આવે છે.

સ્તોત્ર: દિવ્યભાસ્કર

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.