સસ્તામાં શોપિંગ કરવા માટે બેસ્ટ છે અમદાવાદ સહિતની આ 7 જગ્યાઓ

Please log in or register to like posts.
News

હકીકતમાં ખરીદી કરવાની મજા ત્યારે જ આવે છે જ્યારે આપણને ગમતી વસ્તુ આપણાં બજેટમાં મળી જાય.

હકીકતમાં ખરીદી કરવાની મજા ત્યારે જ આવે છે જ્યારે આપણને ગમતી વસ્તુ આપણાં બજેટમાં મળી જાય. બધા જ શહેરોમાં લાગતી સ્ટ્રીટ માર્કેટ્સ એવી જ જગ્યા હોય છે જ્યાં કપડાંથી લઈને જ્વેલરી, મસાલા, ફૂટવેર્સ અને એક્સેસરીઝ સુધીની શોપિંગ આરામથી કરી શકાય છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ગોવા જેવા મોટા-મોટા શહેરોમાં પણ સ્ટ્રીટ શોપિંગનો ક્રેઝ જોઈ શકાય છે.

રવિવારી બજાર, અમદાવાદ

સાબરમતી નદીની પાસે કસ્ટમર્સ અને વેંડર્સને કાયમ ભાવ-તોલ કરતા જોઈ શકાય છે. ઓછા બજટમાં સારી વસ્તુઓની શોપિંગ કરવા માટે આ જગ્યા ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં પાર્કિંગની સગવડતા પણ મોજુદ છે. તેને ગુજારી બજાર પણ કહેવામાં આવે છે. અમદાવાદના આ બજારમાં સોઈથી લઈને જૂના જમાનાના ફર્નિચર પણ મળે છે. શોપિંગ કરતી વખતે થાકી જાવ અને ભૂખ લાગે તો અહીં ખાણી-પીણીના પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે.

કોલાબા કોજવે, મુંબઈ

મુંબઈની આ સ્ટ્રીટ માર્કેટમાં તમે પુસ્તકોથી લઈને હેન્ડીક્રાફ્ટ્સ, કપડાં અને ફૂટવેર્સ સુધીની ખરીદારી કરી શકો છો. સૌથી ખાસ વાત જે અહીંની છે તે છે કે અહીં ટ્રેડિશનલ અને મોડર્ન બંને પ્રકારના કપડાં અવેલેબલ હોય છે. આ જ કારણ છે કે અહીંની સ્ટ્રીટ માર્કેટમાં દરેક પ્રકારના ક્લાસને શોપિંગ કરતા જોઈ શકાય છે.

ખુલવાનો સમયઃ- સોમવારથી રવિવાર

સરોજિની નગર, દિલ્હી

હિપ-હૉપ પાર્ટીમાં જવું છે તો જાહેર છે તેના માટે કપડાં પણ સારા હોવા જોઈએ, પરંતુ સારા કપડાંની ખરીદી માટે બજટ નથી તો કંઈ પણ વિચાર્યા વિના સરોજિની નગર ચાલ્યાં જાવ. જ્યાં ઓછા બજટમાં તમે દિલ ખોલીને શોપિંગ કરી શકો છો. ઈન્ડિયનથી લઈને વેસ્ટર્ન કપડાં સુધી તમામ પ્રકારના આઉટફિટ માટે સરોજિની નગર બેસ્ટ છે. એક્સપોર્ટ ગારમેંટ્સની ભરમારમાં પોતાના પસંદીદા કપડાં જાતે જ શોધવાના હોય છે.

ખુલવાનો સમયઃ- સોમવાર સિવાય અન્ય કોઈ પણ દિવસ અહીં શોપિંગ કરવી બેસ્ટ રહેશે.

લાડ બજાર, હૈદરાબાદ

લાડ બજાર પર્લથી લઈને બેંગલ્સ, જ્વેલરી અને કપડાં સુધીની શોપિંગ માટે ઓળખાય છે. ભાગ્યે જ કોઈ એવી વસ્તુ હશે જે અહીં નહીં મળતી હોય. આ સિવાય આ માર્કેટમાં કેટલાક મોંઘા સ્ટોન્સની ખરીદી પણ કરી શકાય છે. દૂર-દૂરથી લોકો હૈદરાબાદ માત્ર આ સ્ટોન્સની શોપિંગ કરવા માટે જ આવે છે. હૈદરાબાદના ચારમીનારની નજીક જ છે આ માર્કેટ.

ખુલવાનો સમયઃ- સોમવારથી રવિવાર સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી

જોહરી બજાર, જયપુર

જયપુરના જોહરી બજારની શેરીઓ પૂરી દુનિયામાં પોતાના સોના અને ચાંદીની જ્વેલરી માટે પ્રસિદ્ધ છે. એટલું જ નહીં અહીંની માર્કેટમાં સસ્તા ભાવ પર જ્વેલરીની સાથે-સાથે મોંઘી-મોંઘી સાડીઓ અને લહંગા પણ લોકો ભાડા પર લઈ જતા હોય છે.

ખુલવાનો સમયઃ- દરરોજ સવારે 10 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી

અંજુના માર્કેટ, ગોવા

ટૂરિસ્ટ પ્લેસ ગોવાના અંજુના માર્કેટમાં ટૂરિસ્ટોના સિવાય અહીં રહેતા લોકોની ભીડ પણ દર વખતે જોઈ શકાય છે. સ્ટ્રીટ શોપિંગ માટે પ્રસિદ્ધ આ માર્કેટમાં હેંડીક્રાફટ્સની વસ્તુઓની ભરમાર હોય છે. આ સિવાય ફંકી જ્વેલરી અને ફેશનેબલ કપડાંની શોપિંગ કરતા ટૂરિસ્ટો પણ જોઈ શકાય છે.

ખુલવાનો સમયઃ- દર બુધવારે લાગે છે આ માર્કેટ

જનપથ, નવી દિલ્હી

દિલ્હીના કનોટ પ્લેસના જનપથ માર્કેટ, બહારથી આવેલા ટૂરિસ્ટો સિવાય અહીંના લોકલ લોકોની પણ ફેવરિટ જગ્યા છે, જ્યાં તમને લેટેસ્ટ ફેશનેબલ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. તેની સાથે જ તમે ત્યાં વસ્તુઓ ઉપર બારગેઇન પણ કરી શકો છો. પુરૂષોથી લઈને મહિલાઓ અને બાળકોના કપડાં પણ અહીં મળે છે.

ખુલવાનો સમયઃ- સોમવારથી લઈને શનિવાર સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી

ફેશન સ્ટ્રીટ, મુંબઈ

અંદાજિત 150 સ્ટોલ્સવાળી મુંબઈની ફેશન સ્ટ્રીટ ફેશનેબલ અને સ્ટાઇલિશ લોકોની ટૉપ લિસ્ટમાં શામેલ છે. શોપિંગ સિવાય મુંબઈની આ જગ્યા હેંગઆઉટ્સ માટે પણ ઓળખાય છે. ઓછા બજટમાં અહીંથી ઘણી બધી શોપિંગ કરી શકાય છે.

ખુલવાનો સમયઃ- દરરોજ સવારથી મોડી રાત સુધી

Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.