સરખામણી

Please log in or register to like posts.
News

બિંદિયા બસમાંથી ઉતરી નેં કોલેજ તરફ ચાલતી થઇ. એ કૉલેજ ના કેમ્પસ માં આવી ત્યાંજ તેની નજર પાયલ ઉપર પડી પાયલ સાથે રેશમા પણ હતી

“હાય પાયલ…. “પોતાના ડ્રેસ નો દુપ્પટો સરખો કરતા બિંદિયા બોલી.

“હાય બિદિયા…..”પાયલે કહ્યું.

“યાર પાયાલ, આજે ક્યોં સબ્જેક્ટ છેં અને કયા કલાસ માં બેસવાનું છે?

“ક્લાસ નંબર 106 માં ,આજે ફ્લૂઈડ michenical નો subject છે.”

પાયલ ને બદલે રેશમા બોલી.

“પણ આજે લેબ છે કે લેકચર પાયલ?”

“તારે લેબ માં જવાનું છે અને અમારે લેકચર છે.”

“શું……… What આજે લેબ છે? Ohh…..My god” બિંદિયા ચીસ પાડી ઉઠી.

“અરે ..કેમ શું થયું? ”

“શું થયું શું વાળી”હું આજે અડધો કલાક મોડી પડી છું અને તને શું થયું નો સવાલ સૂઝે છે ?

પાયલ અને રેશમા હસી પડી

સામે છેડે પ્રિયા પોતાની ઇનોવો કાર ની ચાવી જુલાવતા આવી રહી હતી. બિંદિયા અને પ્રિયા લેબ ભરવા કલાસરૂમ તરફ ચાલતા થયા. પ્રિયા બી બિંદિયા ના જ ગ્રૂપમાં આવતી હતી. એટલે બેવ ના timetable સરખા હતા જયારે પાયલ અને રેશમા ના અલગ ગ્રૂપમાં હતા. બિંદિયા સાલ કૉલેજમાં ભણતી હતી એની ઈચ્છા એલ ડી કૉલેજમાં એડમિશન લેવાની હતી પણ એ શકય ના બનીયું. ઓછા ટકા હતા એટલે ના છૂટકે સાલ કૉલેજમાં એડમિશન લેવુ પડ્યું હતું.

આમતો બિંદિયા એ અમદાવાદની girls પોલિટિક્સ માં ડિપ્લોમાં સિવિલ કરેલું હતું એટલે એને બી.એ માં એક વર્ષ ઓછું ભણવાનું હતું.એને બી.એ 3જા સેમીસ્ટર થઈ ભણવાનું શરૂ થતું હતું અને આમ કહોતો 1લું સેમીસ્ટર થાય.જ્યારે પાયલ, પ્રિયા અને રેશમા એ બાર સાયન્સ કરી ને બી.ઈ માં એડમિશન લીધું હતું.એટલે એમને કોલેજમાં એક વર્ષ પૂરું થવા આવ્યુ હતુ.બિંદિયા ને કૉલેજ માં આવ્યા ને હજી બેજ વીક થયા હતા પણ ત્યાંની girls ઘણી જ સારી હતી એટલે જલ્દીથી દોસ્તી થયી ગઇ હતી.
કોલેજ ના કેમ્પસ થી લેબ માં જવા માટે 5,-10 મીનીટ ચાલવું પડતું હતું અને બિંદિયા બોલકી હતી. એણે વાત શરૂ કરી.

“યાર પ્રિયા, આ કાર ની ચાવી છે?” બિંદિયા જાણી હોવા છતાં અજાણી બનતા પૂછ્યું.

“હા, કેમ પૂછવું પડ્યુ?”

“ના, અમસ્તું જ તે યાર તું ચાવી લઈને કેમ આવી છું?” પ્રિયા હસવા લાગી.

“કેમ હશે છે પ્રિયા?”

“અરે હસુ નહિ તો શું કરું પાગલ ચાવી તે કોઇ દિવસ કોઈ નકામુ સાથે લઇને ફરતું હશે? હું આજે કાર લઈ ને આવી છુ.”
બિંદિયા સાંભળતી રહી એણે ખાલી”હમમ………” એટલો જ જવાબ આપ્યો. અને ત્યાં જ લેબ માં પહોંચીયા બેવ.

લેબ તો શરૂ થયી ગયી હતી પણ સર નોહોતા આવ્યા. બિંદિયા આમ તો બધીજ સારી હતી પણ એ હંમેશાં પોતાની જાત ને બીજા સાથે સરખાવતી રહેતી હતી આજે એને પ્રિયા ની કાર ની ઈષા આવતી હતી પોતે બસ માં આવતી હતી, જ્યારે પ્રિયા કાર લઈ ને આવતી હતી.બિંદીયા ને લાગ્યું કે એની LIfe માં જરાબી સારું નથી.

સવારે પણ એ પાયલ ને જોતી રહી હતી.પાયલ બ્યુતી પાર્લર માં જઇ ને 8000 હજાર નો ખર્ચી નાખ્યાં હતા. બિંદિયા થી આ ના જોવાયી શક્યું.એ દુઃખી થયી ગયી હતી.તો રેશમા ની પણ એના રૂપ સાથે પોતાની સાથે પોતાની સરખાણી કરતી હતી. મનમાં ને મન માં પોતાને હીન ગણતી હતી.
એની બેસ્ટ ફ્રેન્ડ નિધિ બિંદિયા નું મન જાણવામાં મહોર હતી. નિધિ એ નોટિસ કર્યું કે આજે બિંદિયા ને કૈંક તો થયું જ છે એનો ચહેરો ચાડી ખાતો હતો.

લેબ પુરી થતા જ એણે બિંદિયા ને પૂછી લીધુ

” કેમ બિંદુ, આજે શું થયું વળી પાછું” નિધિ લાડ માં બિદિયા ને બિંદુ કહેતી હતી.

“તને કયાંથી ખબર પડી જાય છે કે મને કૈક થયું છે”?

“કેમ એક મિત્ર નું દિલ મિત્ર જ સમજે ને”

બિદિયા રડી પડી.નિધિ સમજી ગઇ કે બિંદુ ને રડી લેવા દેવી પડશે.

“યાર જો ને આ પ્રિય અને પાયલ કેવા એસ આરામ થઈ જીવે છે રેશમા બી કેટલી બ્યુટીફૂલ છે.

મારી પાસે નથી તો પૈસા કે નથી બ્યૂટી.”

નિધિ માથું પકડીને બેસી ગઈ” બિંદુ તું કેમ સમજતી નથી. હું હવે તને સમજાવી સમજાવી ને થાકી ગઈ છું અરે કંટાળી ગઈ છું. દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે. માત્ર કોઇ નો ચહેરો જોઇને કળી ના શકાય. એના વિશે તું બધું જાણે છે?

“ના”

“તો પછી તું સરખામણી કરવા કેમ બેસી જાય છે?”

“નહિ યાર જો ને પ્રિયાને શું વાત નું દુઃખ છે? બઘી વાતે સુખી છે મારા કરતાં તો ઘણી જ. એની પાસે પૈસા છે બ્યુટી છે પછી બીજું શુ જોઈએ છે”

“બિંદુ લાઈફ માં માત્ર પૈસા અને બ્યૂટી થી કામ નથી ચાલતું લાઈફ એવી કેટલીય વસ્તુ છે જે પૈસા થી નથી ખરીદી શકતી”

“ના યાર તું ભલે ગમે તે કહે પણ મને તો આ બધી જ મારા કરતાં ઘણી જ નસીબદાર લગે છે.”

નિધિ કંટાળી ગઇ,એ સમજી ગઇ કે માણસ ને બદામ ખાવાથી અક્કલ નથી આવતી પણ ઠોકર ખાવાથી અકકલ આવે છે.અને આજ નિયમ બિંદિયા માટે પણ લાગુ પડતો હતો. નિધિ ભગવાન ને પ્રાર્થના કરવા લાગી “હે ભગવાન પ્લીઝ તમે આ ગાંડી ને કંઇક બુદ્ધિ આપો નહિ તો એ આખી જિંદગી સરખામણી કરવામાં ક્યાંક પાગલ ના થયી જાય તો સારું.
હે ભગવાન તું કંઈક કર પ્લીઝ……, ”

નિધિ ની પ્રાથના જાણે ભગવાને સંભળી લીધી હોય એમ એવી અચાનક ઘટના બની. બિંદિયા જેવી લેબ પુરી કરી ને બીજો પિરિયડ ભરવા બીજા કલાસરૂમ માં જતી હતી કે એવી જ પ્રિયા ઘરે જતી હતી.

“પ્રિયા ઓ પ્રિયા……. યાર બસ એક લેબ ભરી ને બસ ઘરે જતું રેવાનું”

“ના યાર હું પપ્પા ના ઘરે જાવ છું.”

“શું પપ્પા નાં ઘરે..”

“હા…” પ્રિયા ને ઉતાવળ હતી એટલે એ જાજી લપ્પન છપ્પન કર્યા વગર ચાલી ગઈ.

બે પિરિયડ પુરા કર્યાં પછી રિસેસ પડી. રેશમા ને જલ્દી ઘરે જવું હતું એટલે એ ઉતાવળ માં હતી. બિંદિયા એ એટલું જ કહ્યુ”યાર નાસ્તો કરી ને જાને અમને કંપની તો આપ….” રેશ્મા એ સાંભળીયું ના સાંભળીયું કરી ને ચાલતી થઈ ગયી.

રેશ્મા ના ગયા પછી પાયલે બિદિયા ને કહ્યુ”બિંદિયા આજ પછી રેશ્મા જ્યારે ઘરે જતી હોય ત્યારે કશું બોલવું નહિ

“કેમ.. એવું તે શું છે….?” બિંદિયા ને કોલેજમા આવ્યા ને હજી બે વીક જ થયા હતા એટલે પોતાની ક્લાસમેટ ના બારા માં વધારે જાણતી નહતી.

“બિંદિયા,”પાયલ ગંભીર થયી ને બોલી

“રેશ્મા ના mummy ને ગર્ભાશય નું કેન્સર હતું લાસ્ટ 1 વરસ થઈ તેઓ પથારીવશ હતા.હવે તેવો આદુનિયા માં નથી રહયા.”

“રેશમા એટલે જ ઘરે જલ્દી જય છે એનો નાનો ભાઈ 12 સાયન્સ માં છે એ સ્કૂલ થઈ બપોરે 2વાગે આવે છે. અને એના પપ્પા પણ ૨ વાગે ઘરે જમવા આવે છે. એ બધાનું જમવાનું રેશમા જ બનાવે છે.”

બિંદિયા સડક થઈ ગયી એને ખરાબ તો લાગ્યું જ પણ એ કઇના બોલી.ચુપચાપ પોતાનો નાસ્તો પુરો કર્યો.નાસ્તો પૂરો કરીને બધી છોકરીઓ આગામી સબમિશન ની વાતો કરતી હતી. એવામાં પાયલ ને કઇક યાદ આવ્યુ. એ બોલી કે “મારા કાકા નો birthday કાલે ધામધૂમથી ઉજવ્યો જો ફોટા બતાવુ. પાયલે આજ વર્ષે નવો ફોન લીઘો હતો એજ ફોન માં ફોટા પડાવ્યા હતા. ફોટા ખસતા જતા હતા અને પાયલ બધા ને ઓણખાણ કરાવતી હતી.

આ કાકા આ કાકી..ફોઇ..ફુવા મામનો છોકરો,મામી ના બેન ….વગેરે વગેરે. એક ફોટો લાસ્ટ માં હતો પાયલ બતાવી રહી હતી અને બોલી કે આ ફોટો ઘણો જ સારો આવ્યો છે. હું આને ડ્રાઈગરૂમ માં રાખીશ.
બિંદિયા એ એ ફોટો જોયો એ ફોટા માં પાયલ એનો ભાઈ નિમેષ અને mummy એમ ત્રણ જ હતા બિંદિયા ને થોડી નવાઈ લાગી એટલે એણે પૂછી જ લીધુ “પાયલ તારા પપ્પા આમ ક્યાં..”

“મારે પપ્પા નથી”

“શું તું બોલે છે એનું તને ભાન છે કે નહી?”

“હા હું પુરા હોશ માં બોલી રહી છું.

“શુ આ બધું ક્યારે બન્યું?”

“હું 5 વરસ ની હતી ત્યારે જ અમે બધા સાતપુડા ના પ્રવાસે જતા હતા. અમારું આખું ફેમેલી હતું સામે છેડે ખટારવાળો આવતો હતો એણે બહુ જ દારૂ પીધો હતો. એના ખટારા ની ટક્કર અમારી બસ ને લાગી અને બસ પલટી ખાઈ ગઇ અમને તો થોડું જ વાગ્યું પણ પપ્પા ને માથામાં વાગી ગયું હતું લોહી ના નીકળ્યું એટલે એ ત્યાંજ મરી ગયા”

બિંદિયા તો આભિ જ બની ને સાંભળી રહી હતી. પાયલે વાત પુરી કરી પણ એણે વાતાવરણ હળવુ બનાવતા વાત બદલી નાખી “યાર રક્ષાબંધન આવે છે હવે કોને શું તૈયારી કરી એ બોલો” ત્યાંજ પ્રિયા ચાવી જુલાવતા આવી પહોંચી

“પાયલ મારા mummy એ તને કોલ તો નહોતો કર્યો ને”

“ના રે…. એ યાર પ્રિયા તારા પપ્પા કેમ છેં પપ્પા જોડે મજા આવી કે નહીં ”

“અરે એટલી મજા આવી કે વાત જ ન પુછ બહુ જ વાતો કરી બહુ જ મજા આવી.પણ પછી પપ્પા ને છોડીને જવાનો વખત આવ્યો ત્યારે જરાબી નહોતું ગમતું પણ શુંકરું?

“તું શું બોલી રહી છેં એ જરા બી સમજાતું નથી” બિંદિયા થી બોલી જવાયું. પ્રિયા એ પાયલ સામું જોયુ.

“બિંદિયા પ્રિયા મમ્મી એન્ડ પપ્પા ના ડિવોર્સ થઇ ગયા છે. પ્રિયા મમ્મી સાથે રહે છે. એટલે જ પ્રિયા ચોરીછુંપે થઈ પપ્પા ને મળવા જય છે.” પાયલે પોતાની વાત પુરી કરી.

આજે બિંદિયા નો મૂડ ઓફ હતો પાયલ અને પ્રિયા ની વાત સાંભળીને એને નીરસા લાગી હતી. હજી પણ વધારવા મૂડ ઑફ થવાનો હતો. એ હવે ઘરે જવા માંગતી હતી. પણ સામે જ સેજલ માલી ગઈ. સેજલ ને રક્ષાબંધન બહુ જ ગમતી હતી. કોલેજ માં બી એ રક્ષાબંધન ની ઉજવણી પુરા દિલ થી કરતી .કોન જાણે કેમ પણ બિંદિયા ને લાગ્યું કે કંઈક તો છે જ પણ એ પૂછી ના શકી. એ જ વાત એણે બસ સ્ટોપ ઉપર ક્રિષ્ના ને પુછી નાંખી ક્રિષ્ના એ પેલા તો વાત ટાળી દીધી પણ બિંદિયા એ જીદ કરી એટલે ક્રિશના બોલી કે

“જો કોઇ ને કહેતી નહિ પણ સેજલનો નાનો ભાઈ તાવ માં ગુજરી ગયો છે.તેથી જ સેજલ રક્ષાબંધન ની ઉજવણી બહુ જ ખુશ થયી ને કરે છે.”

કૃષ્ના ની બસ આવી એટલે એ તો ચાલી ગઈ પણ એના ગયા પછી બિંદિયા રડું રડું થયી ગઈ. એ ઊંડા વિચારો પડી ગઈ.ક્યારે એની બસ આવી અને ક્યારે ઘર પણ આવી ગયું એની એને ખબર જ ન પડી. બહુ જ થાક લાગ્યો હતો એટલે જમી ને સુઈ ગઈ. આ એનો રોજ નો નિયમ હતો. સાંજે ભાઈ તર્પણ એને હેરાન કરવા હાજર થયી જતો પાંખો બંધ કરી દેતો, મો ઉપર પાણી ના છાંટા નાખતો દીદી ને હેરાન કરવાની એક બી તક જતી ના કરતો. આજે બી એ હેરાન કરવા રોજ ની જેમ પાંખો બંધ કરી દીધો તર્પણ ને એમ કે હમણા દીદી ખિજાઇ ને આવશે. પણ એવું કાઈજ ના બન્યું.બિંદિયા આજે ઊંડા વિચારો માં હતી. સાંજ ની ચા પી ને એ વાંચવા બેસી જતી આજે પણ એ રોજ ની જેમ વાંચવા બેસી ગઈ હતી પણ મન ક્યાં વાંચવા માં હતું?

આજે એ પોતાની જાત ને પુછી રહી હતી માંરી પાસે શું નથી મમ્મી છે પાપા છે ભાઈ છે પછી મારે બીજા કોઇ ની શુ જરૂર મારી પાસે પૈસા નથી તો શુ થયું ખુશીઓ તો છે ને ? શું એ papa વગર જીવી શકવાની હતી?
પપ્પા ને તો એટલો બધો પ્રેમ કરતી હતી કે જીવ આપી શકતી હતી પણ પપ્પા ને કઇ ના થવું જોઈએ. તો મમ્મી કે ભાઈ વગર ના જીવન ની કલ્પના પણ મુશ્કેલ હતી. આજે પોતાની જાત ને પાયલ પ્રિયા કે રેશમા કરતા પણ ઉંચે જોઇ રહી હતી.

પપ્પા નો નાનકડો બિઝનેસ હતો ખાવા પીવા ની છૂટ હતી પણ મોજશોખ માં ના હતી. બિંદિયા તારા જીવન માં શું મહત્ત્વ નું છે એ બોલ પૈસો કે પરિવાર? આજે એને પહેલી વાર નિધિ ના શબ્દો સમજમાં આવ્યા

”જીવન માં એવી કેટલીયે વસ્તુ છે જેને ક્યારેય પૈસા થઈ નથી ખરીદી શકતી.”

એ નાહક ની પોતાની સરખામણી બીજા સાથે કરતી હતી પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે સામે ની વ્યક્તી વિશે બધું નથી જાણતા.
બીજે જ દિવસે બિદિયા નિધિ ને ભેટી પડી “સોરી ડાર્લિંગ, હું તારા શબ્દો ના સમજી શકી.”

ઓહોહો… તો તું સમજી ગઈ એમ ને મેં તને કહ્યુ હતું ને કે ક્યારેય આપણી સરખામણી બીજા જોડે ના કરવી જોઈએ આપડે આગળ વધવા માટે પ્રયત્ન કરવા જોઈએ નહીં કે સરખામણી કરવા માં”

સરખામણી કરવામાં આપણો આપણો time તો બગાડીયે જ છીએ સાથે સુખરૂપ વર્તમાન ની પણ મજા નથી લઇ શકતા. ભગવાન એ જે આપ્યુુ છે એમાં થી ખુશ રહેતા શીખો અને આગળ વધવાનો પ્રયત્ન કરતા રહો”

બિંદિયા લેક્ચર ભરવા કલાસ તરફ ચાલતી થઈઅને નિધિ એ ઉપર તરફ જોઈ બોલી “thak ગોડ. … તે મારી સાંભળી”

સત્યા ઘટના ઉપર આધારિત………..

 

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.