સરદાર પટેલનાં જન્મ દિવસ નિમિતે કાશ્મીર અને સરદાર સાથે સંકળાયેલી અમુક વાતો

Please log in or register to like posts.
News

કાશ્મીરની સમસ્યા હંમેશા દેશ માટે ચિંતાનો વિષય છે. તેમ છતાં સેનાએ જબરદસ્ત કડક વલણ અપનાવતા પત્થરમારો અને આતંકવાદી કૃત્યોમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ પરિસ્થિતિ હજુ ચિંતાજનક જ છે. સરકારએ ફરી એકવાર વાટાઘાટ દ્રારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભૂતપૂર્વ IB વડા દિનેસ્વર શર્માને જવાબદારી સોપી છે. અને આ સમસ્યા નાં ઉકેલ માટે સરકારે તેમને બધા અધિકાર આપવામાં આવ્યા છે.

પરંતુ તમે જાણો છો કે કાશ્મીર સમસ્યા 60 વર્ષ પહેલાં જ સમાપ્ત થઈ જાતી, જો તત્કાલીન ગૃહ મંત્રી સરદાર પટેલની મરજી ચાલી હોત. જો ત્યારે સરદાર પટેલનાં પ્રયાસો ને પુરે પુરી પરવાનગી આપવામાં આવી હોત તો ભારત નો ઇતિહાસ અને સાથે સાથે ભૂગોળ પણ કાંઈક અલગ જ હોત, એ તો માનવું જ રહ્યુ.

સરદાર પટેલે કાશ્મીર પર તેની લાચારીતા ક્યારેય છુપાવી નહીં. વિખ્યાત રાજકારણી H.V. Kamat અનુસાર પટેલ કહે છે કે, “જો નહેરુ અને ગોપાલ સ્વામી અયંગરે કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ ના કર્યો હોત તો કાશ્મીરને પણ હૈદરાબાદ ની જેમ જ આસાની થી સ્વતંત્ર ભારત માં વિલય કરી દીધું હોત.” કાશ્મીર વિશે પટેલ સાહેબએ મજબૂત પ્રયાસ કર્યો પરંતુ તેની મર્યાદા હતી અને આ મર્યાદાએ કાશ્મીરને સમસ્યાઓનું ઘર બનાવી દીધું. હૈદરાબાદનાં નવાબ ને સીધો કરી ને ભારતમાં ભેળવી દીધું પરંતું કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય દબાણ હતુ અને પછી વડાપ્રધાન નહેરુ પટેલ વ્યક્તિગત હિતો નાં કારણે સરદાર ને સાઈડ લાઇન કરી દેવામાં આવ્યાં. જેનો પાકિસ્તાન અને તેના પ્રોવિન્શિયલ ટ્રિબ્યુનલ્સ દ્વારા તેનો લાભ ઉઠાવવામાં આવ્યો હતો.

જો કે ફરી સમય બદલ્યો અને જ્યારે પાકિસ્તાન એ કાશ્મીર પર આક્રમણ કર્યું અને પછી મહારાજા હરિ સિંહ ભારત પાસેથી મદદ માંગી, સરદાર એ રાજા ને કાશ્મીર ને ભારતમાં વિલય કરવાનો પ્રસ્તાવ મોકલ્યો અને રાજા એ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. ભારતીય સેનાએ વિપરીત પરિસ્થિતિનો સામનો કરી પાકિસ્તાની સેના ને પાછી ભગાડવાનાં પ્રયાસો શરુ કરી દીધાં. પરંતું ભારતીય સેના ને એક UNO નામનું ગ્રહણ નડ્યૂ. નહેરુ એ નવા જ જન્મેલા UNO પાસે મદદ માંગી. જ્યારે સેના પાકિસ્તાનીઓ ને પીછે હટ કરાવી રહી હતી અને પાકિસ્તાન નાં કબજા હેઠળ નું કાશ્મીર પાછું મેળવી રહી ત્યારે જ યુદ્ધ વિરામ ની ઘોષણા થઈ અને લગભગ 30% જેટલું કાશ્મીર પાકિસ્તાન નાં કબજા માં જ રહી ગયું. નેહરુના વ્યક્તિગત હિતને કારણે કાશ્મીરનો મુદ્દો ઊભો થયો અને સરદાર પણ કાંઇ નાં કરી શક્યા અને આ મુદ્દો આજે પણ એમ નો એમ જ છે. સરદાર પટેલ કાશ્મીર ને કોઈ પણ પ્રકાર નો વિશેષ દરજ્જો આપવાની વિરૂદ્ધ હતાં, પરંતુ નહેરુએ કાશ્મીર મુદ્દો તેમનાં ગૃહ મંત્રાલયથી દુર રાખવા પટેલને મજબૂર કરાવ્યા હતા. કાશ્મીરનાં મુખ્ય નેતા શેખ અબ્દુલ્લા અને નહેરુ ની નિકટતા ને લીધે સરદાર પણ કાઈ ખાસ નાં કરી શક્યા અને આજે પણ આ મુદ્દો સળગતો જ રહી ગયો.

સરદાર કાશ્મીર ને પણ શરત વગર જ ભારત માં ભેળવવા માંગતા હતાં અને આ માટે તેમણે મહારાજા હરિ સિંહ ને પણ મનાવી લીધાં હતા. પરંતું શેખ અબ્દુલ્લા, નહેરુ અને UNO નાં લીધે આખું કાશ્મીર પાછું મેળવી શકાયું નહીં. અને જેટલું કાશ્મીર પાછું મેળવવામાં સફળતા મળી તેની પાછળ પણ સરદારનું મગજ જ હતું. સરદાર પટેલએ વિપરીત પરિસ્થિતિઓમાં સેના ને જમ્મુ અને કાશ્મીર મોકલવા માટે જે હિંમત બતાવી તે ખરેખર બિરદાવા જેવી છે. અને એક વાત એ કે જ્યારે ભારત પાકિસ્તાન નાં ભાગલા પડ્યા અને પાકિસ્તાન એ કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ગાંધીજી એકદમ ચુપ રહ્યાં. તેમણે પ્રધાનમંત્રી નહેરુ ને સરદાર ની વાત માનવાનું પણ ના કહ્યુ અને પોતે પણ કાઈ ખાસ નિર્ણય ના કર્યો. બસ એક જ નિર્ણય લીધો ” જે નવો દેશ બને છે એ પણ આપણો જ દેશ છે અને તેં લોકો આપણાં જ છે. અને તે લોકો ના ઉત્થાન માટે આપણે નવા દેશ ને થોડા પૈસા આપવા જોઇયે.” અને પાકિસ્તાન ને લગભગ 70 કરોડ જેટલા પૈસા આપવામા આવ્યાં. જેનો ઉપયોગ કરી ને ફક્ત 2 જ મહિના માં પાકિસ્તાન એ કાશ્મીર પર આક્રમણ કર્યું.

ત્યારે સરદાર નાં એક પ્રયાસથી જે મુદ્દો ઉકેલાય જાય તેમ હતો તે જ મુદ્દો અમુક ભારતીય નેતા અને UNO ની દખલ નાં કારણે આજે પણ જેમ નો તેમ જ છે. UNO દ્રારા કરવામાં આવેલ યુદ્ધ વિરામ ફક્ત કેહવા ખાતર રહી ગયું અને આજ સુધી હજારો વાર પાકિસ્તાન એ તેનુ ઉલ્લંઘન કર્યું. પરંતું UNO કાઈ કરી શક્યું નહીં. આજે સરદાર નાં જન્મ દિવસ ને આપણે એકતા દિવસ તરીકે ઉજવીયે છીયે પરન્તુ જો તમે ખરેખર સરદાર ને સમ્માન આપવા ઇચ્છતા હોવ તો એક સંકલ્પ કરો કે “આપણાં દેશ ની એકતા અને અખંડિતતા જળવાય રહે તે માટે હુ હંમેશા પ્રયત્ન કરીશ.”

” ना मे अगर हिन्दु होता,ना तु होता मुसलमाँन…आझादी के बाद भी रखडु,एक होता ये हिन्दुस्तान..! ” – પ્રતિક જાની ‘ રખડ઼ુ ‘

જય સરદાર..જય હિન્દ.

સંકલન // પ્રતિક એચ. જાની

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.