ક્યારેક લોકો જાડી કહીને ખીજવતા હતા આજે તેની ફિટનેસ અને સુંદરતાના લાખો ચાહકો છે

Please log in or register to like posts.
News

એક એવી છોકરી જે 18 વર્ષની ઉમરમાં 80 કિલોથી પણ વધારે વજન ધરાવતી હતી, પણ તેને કોઇપણ દવા કે સર્જરી વગર માત્ર 30 કિલો વજન જ નથી ઓછું કર્યું પણ પોતાની સુંદરતા અને શરીરની માવજતને પ્રતિ પોતાની દિવાનગીને કારણે એક સફળ ફિટનેસ ટ્રેનરના રૂપમાં આજે દુનિયાભરમાં પોતાની ઓળખણ બનાવી લીધી છે.

સપના વ્યાસ પટેલ, આ ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ પરિચિત નામ છે જેની ઓળખાણ આપવી જરૂરી નથી. ઇસ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ઉપર તેમના લાખોની સંખ્યામાં ફોલોઅર છે॰જેમની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.

કોણ છે સપના વ્યાસ

ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન જનરાયણ વ્યાસની પુત્રી, સપનાનો જન્મ 10 નવેમ્બર, 1989 ના રોજ અમદાવાદમા થયો હતો, 27 વર્ષની સપના આજે સોશ્યલ મીડિયાની મુખ્ય હેડલાઇનમાં રહે છે , ત્યાં એમના પતિ આ બધી બાબતોથી દૂર રેહવાનું પસંદ કરે છે.

ક્યારેક લોકો જાડી કહીને ખીજવતા હતા

આજે સપના પૂરી દુનિયાને શરીરની માવજતના પાઠ શિખવાડે છે , 18 વર્ષની ઉમરમાં એક સમયે તેનો પોતાનો વજન 80 કિલો કરતાં પણ વધારે હતો. જેના કારણે તેની બહેનપણીઓ તેને જાડી કહીને તેને ખીજવતી હતી.માણસોના ટોણાંથી કંટાળીને સપનાએ પોતે પોતાની જાતને એકદમ સુડોળ અને ફિટ રાખવાનો નિર્ણય કરી લીધો માત્ર એકજ વર્ષમાં કોઈપણ દવા કે સર્જરી વગર તેને કસરતના સહારે 30 કિલો વજન ઓછો કરી નાખ્યો, અને એક ફિટનેસ ટ્રેનરના રૂપમાં પોતાની ઓળખાણ બનાવી લીધી.

યોગ્ય આહાર અને કસરત પ્લાનની જરૂર છે

સપનાનું કહવું છે કે જો યોગ્ય આહાર અને સાથે સાથે નિયમો અનુસાર જો દિવસમાં માત્ર 2 કલાક કસરત કરવામાં આવે, તો કોઈપણ પોતાના શરીરને સુડોળ બનાવી શકે છે. પરંતુ ટીવી ઉપર આવતા જુદા જુદા લોભાવાણી જાહેરાતો અને માત્ર દવાના સહારે જો લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તો એવું ક્યારેય શક્ય નથી.

સામાજિક મીડિયા ઉપર આપે છે મફત તાલીમ

આ સમયે સપના વ્યાસ પોતાના યુટ્યુબ ચેનલ દ્વારા લોકોને ફિટનેસ સાથે જોડાયેલા ગુણ શીખવે છે. યુટ્યુબ સિવાય સપના ફસબુક ઇસ્ટાગ્રામ અને બીજી બધી સોશિયલ વેબસાઇટ ઉપર સક્રિય રહે છે.એટલુજ નહીં આજે સપના દેશમાં ફિટનેસથી જોડાયેલા વિભિન્ન કાર્યક્રમોમાં મુખ્ય તાલીમાર્થીના તરીકે ભાગ લે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

2
18
5
0
0
0
Already reacted for this post.