in

કોહલીના આ નિર્ણયને આ દિગ્ગજ ક્રિકેટરે ગણાવી “વિરાટ” ની ભૂલ, સીધેસીધી કાઢી નાખી ઝાટકણી

ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે ઇન્ટરનેશનલ સિરીઝની પહેલી મેચમાં મહેમાન ટીમે 10 વિકેટથી જીત પ્રાપ્ત કરી સિરીઝમાં 1-0થી લીડ પ્રાપ્ત કરી લીધી છે. આ મેચમાં ટીમ ભારતના કેપ્ટન વિરાટ કોહલી નંબર ચાર પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા, જેના લીધે તેમની અને ટીમ મેનેજમેન્ટની ખુબ આલોચના થઇ રહી છે. હરભજન સિંહ, મૈથ્યૂ હૈડન અને સંજય માંજરેકર જેવા દિગ્ગજ પૂર્વ ખેલાડીએ આ નિર્ણય પર નવાઈ વ્યક્ત કરી છે. કેપ્ટન વિરાટ કોહલીએ સિરીઝ પહેલા જ એ વાતનો ઇશારો કર્યો હતો કે તેઓ પોતાના બેટિંગ ઓર્ડરમાં ચેન્જ કરી શકે છે.

Related image

Advertisements

આ મેચમાં કોમેન્ટરી દરમિયાન હરભજન સિંહએ જણાવ્યું હતું,’તેઓ નંબર 3 પર બેટિંગ કરતા ઈન્ડિયાને ઘણી મેચોમાં જીત અપાવી ચૂક્યા છે. આ બેટિંગ ઓર્ડરને બદલવાની કોઇ જરૂર ન હતી.’ ભારેત તૃતીય વિકેટ 140 અને ચોથી વિકેટ 156 રન પર ગુમાવી અને તેના પછી મેચની આખી બાજી જ બદલાઇ ગઇ. પૂર્વ ખેલાડી અને તાજેતરના પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરએ પણ આ નિર્ણયની ખુબ આલોચના કરી છે. તેમણે કહ્યું,’આ યોગ્ય નિર્ણય ન હતો, આથી શ્રેયસ અય્યરને પાંચમા ક્રમે બેટિંગ કરવા ઉતરવું પડ્યુ. તેમણે પોતાને નંબર 4 પર સેટલ થવા માટે સમય લીધો (આ સિરીઝ પહેલા) જો ટીમ ભારતના આવું યથાવત રાખે છે તો ટીમ એવી મુશ્કેલીમાં ફસાઇ જશે જેવી પેહલા હતી.’

Image result for VIRAT KOHLI INDIA AU

2019 વર્લ્ડ કપ સુધી ટીમ ભારત નંબર 4ના બેટિંગની તકલીફ સામે જજુમી રહી હતી. વિરાટે પણ આ મેચની પછી કહ્યું હતું કે, આ નિર્ણય ટીમ માટે યોગ્ય ન રહ્યો અને આગામી મેચ પહેલા આ વિશે ફરીથી વિચારવું પડશે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. ટીમ ઇન્ડિયા 49.1 ઓવરમાં 255 રન પર ઓલ આઉટ થઇ ગઇ. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 37.4 ઓવરમાં જ વિકેટ ગુમાવ્યા વીના જ લક્ષ્યને પ્રાપ્ત કરી શાનદાર વિજય પ્રાપ્ત કરી લીધો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

તમે ‘તેરી મેરી કહાની’ રણુ મંડળના અવાજમાં તો સાંભળ્યો હશે, તો હવે આ કૂતરાના અવાજમાં પણ સાંભળો

નાગરવેલના પાનથી ચામડી થઈ જશે એકદમ ગોરી અને વાળ થઈ જશે બમણી ઝડપે કાળા