in ,

શું તમે સમસ્યાઓ વચ્ચે હસવું શક્ય છે ?

એક 100 ઊંટોની કહાની છે જે વ્યક્તિને સમસ્યાઓ વચ્ચે જીવવાનું શીખવાડે છે.

એક વ્યક્તિ હતો જે પોતાના જીવનમાં આવેલી તકલીફોથી પરેશાન થઈ ગયો હતો.પછી તે સમસ્યાઓ વચ્ચે જીવન કેવી રીતે જીવવું તેનો ઉકેલ મેળવવા માટે તે એક સાધુના આશ્રમમાં જાય છે. પરંતુ તે મહાત્મા પાસે ઘણા લોકોની ભીડ હતી. જ્યારે આ વ્યક્તિનો વારો આયો ત્યારે આ વ્યક્તિએ સાધુને જણાવ્યું કે તેનું જીવન ઘણી બધી સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. તેના માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. કોઈ માર્ગ બતાવો.

પરંતુ મહારાજે એવું કહ્યું કે હું આજે નહીં પરંતુ તને આવતીકાલે તારા પ્રશ્નનો જવાબ આપીશ. અને પૂછે છે કે શું અત્યારે તારે કંઈ કામ છે? તે વ્યક્તિએ કીધું કે ના મારે અત્યારે તો કોઈ કામ નથી.

તો મહારાજે જણાવે કે મારી પાસે 100 ઊંટ છે આજ રાત્રે તું આ બધા 100 ઊંટની દેખભાળ રાખ અને જયારે 100 ઊંટ બેસી જાય ત્યારે થોડું તું પણ સુઈ  જજે.

સવારે મહારાજ પાસે તે વ્યક્તિ આવે છે. મહારાજે પૂછે છે કે તારી ઊંઘ થઈ કે નહીં?

તો તે વ્યક્તિ જણાવે છે કે ના મહારાજ, હું જયારે એક ઊંટને બેસાડવાનો પ્રયાસ કરતો હતો ત્યાંરે બીજો ઊઠી જતો હતો, અને બીજાને બેસાડું ત્યાં તો ત્રીજો ઊંટ ઊઠી જતો હતો.આમ આખી રાત ક્યારેય 100 ઊંટ એક સાથે બેસ્ટ જ નતા.

પછી મહારાજ જણાવે છે કે ભાઈ,આપણું જીવન પણ કૈંક આવું જ છે. આપણું જીવન પણ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે.આપણે જો એક સાથે બધી સમસ્યાઓ પુરી થવાની રાહ જોઈશું તો આપણે ક્યારેય પણ શાંતિથી જીવી નહીં શકીએ. માટે સમસ્યાઓ તો આપણા જીવનમાં આવે પણ છે અને જાય પણ છે માટે આપણે ધીર ગંભીર થઈને જીવન જીવવાની મજા લેવી જોઈએ.

હવે એ વ્યક્તિ બધું જ સમજી જાય છે હસતાં હસતાં જાય છે

ટિપ્પણી

જાણો કમરના દુખાવાને ભગાવાના આસાન ઉપાયો

ભીષ્મના બે ભાઈ હતા, એક ભાઈને ગાંધર્વોએ માર્યો જયારે બીજાનું મૃત્યુ બીમારીના લીધે થયું, જાણો કેવી રીતે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનું મૃત્યુ થયું ?