in

સલમાન ખાન આ ઈદ પર ‘રાધે’ બનીને જોવા મળશે, તેની સાથે કામ કરી ચૂકેલા સિનેમેટોગ્રાફરે આ હિન્ટ આપી

સલમાન ખાનની ફિલ્મ ‘કિક ’(2014) અને ‘રેસ 3’(2018)માં કામ કરી ચૂકેલા સિનેમેટોગ્રાફર અયાનંકા બોઝે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક શેડ્યુલ પેપરનોફોટો સોશ્યલ મિડીયા પર શેર કર્યો છે અને લોકોને અનુમાન લગાવા માટે કીધું છે કે આ કઈ નવી ફિલ્મ હોઈ શકે છે? હિન્ટ માટે તેણે કેપ્શનમાં ‘ઈદ’ લખ્યું છે. તો બીજી બાજુ પેપર પર રાધે શબ્દ લખેલો પણ જોવા મળી રહ્યો છે. આ પેપર પરથી એવું કહી શકાય કે, આ સલમાનની અપકમિંગ ફિલ્મ ‘રાધે: ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ’ છે, જે ઈદ 2020 પર રિલીઝ થઈ શકે છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/67-670457_tere-naam-movie-ke.jpg?w=662&ssl=1

Advertisements

અયાનંકાએ આ કેપ્શનની શરૂઆતમાં જ બે શબ્દ ‘લોક્ડ એન્ડ લોડેડ’ ટાઈપ કરેલું છે, જે શબ્દો ગન માટે ઉપયોગ થાય છે. આ પરથી એવું અનુમાન લગાવી શકાય કે, સલમાન એકવાર ફરીથી પોલીસની ભૂમિકામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સ ના જણાવ્યા પ્રમાણે ‘રાધે: ઇન્ડિયા મોસ્ટ વોન્ટેડ કોપ’ફિલ્મ ‘વોન્ટેડ’ની સિક્વલ છે. આ ફિલ્મ તેના પ્રથમ પાર્ટની જેમ પ્રભુદેવા જ ડિરેક્ટ કરશે.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/pjimage-3-1552876748.jpg?w=662&ssl=1

આ વર્ષે દરમિયાન ઓગસ્ટ મહિનામાં સલમાન ખાન ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની મૂવી ‘ઇન્શાઅલ્લાહ’થી જુદો થઈ ગયો હતો, જે 2020માં ઈદ પર રિલીઝ થવાની હતી. ત્યારબાદ સલમાને જાહેરાત કરી હતી કે, તેની ફિલ્મ ઈદ પર ચોક્કસથી આવશે. તે સમયે એવું લાગતું હતું કે, સાજીદ નડિયાડવાલાની ‘કિક 2’ ઈદ પર રિલીઝ થશે, પણ આ વાત ખુદ સાજીદે જ ના પાડી દીધી હતી.

Advertisements
ટિપ્પણી
Advertisements

સલમાનના બંગલા પર પડી ક્રાઇમ બ્રાન્ચની રેડ, 29 વર્ષથી ફરાર આરોપી મળ્યો ઘરમાંથી જ

હવેથી ધો. 10ના કોઈ પણ પેપરમાં OMR પુછાશે નહિ, જાણી લો આખી વાત…