in

આલિયા ભટ્ટને ઓનસ્ક્રીન કિસ કરવાની સલમાને પાડી ના, પછી છોડી સંજય લીલા ભંસાલીની ફિલ્મ

સમગ્ર બોલીવુડ જાણે છે કે સલમાન ખાન ઓનસ્ક્રીન કિસ કરવાનું ટાળે છે. એમણે પોતાની કોઈ પણ ફિલ્મમાં કોઈ કિસિંગ સીન નથી આપ્યો અને એ જ કારણથી એમની ફિલ્મો લોકો સમગ્ર પરિવારની સાથે જોવે છે. પણ આજે સમય એવો છે કે જો એક પણ એડલ્ટ સીન ના હોય તો એ ફિલ્મ વધારે ચાલતી નથી અને એવું હવે સલમાન ખાનની ફિલ્મો સાથે પણ થવા લાગ્યું છે. ક્યાં સુધી કોઈ એક્શન જોઈને એની ફિલ્મોને 300-400 કરોડનો કારોબાર કરાવશે ? હવે એક વાર ફરી એના કિસિંગ સીન માટે એક ખબર આવી છે. આલિયા ભટ્ટને ઓનસ્ક્રીન કિસ કરવાની સલમાને કીધી ના, તો શું સાચે જ છોડી દીધી એ ફિલ્મ ?

આલિયા ભટ્ટને ઓનસ્ક્રીન કિસ કરવાની સલમાને પાડી ના

બોલીવુડમાંથી એવી ખબર આવી છે કે સુપરસ્ટાર સલમાન ખાન આલિયા ભટ્ટની સાથે સંજય લીલા ભંસાલીની ફિલ્મ ઇંશાલ્લાહમાં કામ કરશે નહિ. એની પાછળનું કારણ છે કે એ આલિયા ભટ્ટને ઓનસ્ક્રીન કિસ નહિ કરે. એ જ કારણ છે કે એમણે એ ફિલ્મથી દુરી બનાવી લીધી, જોકે આ પહેલી વાર નથી થયું એની પહેલા પણ સલમાન ખાને ઓનસ્ક્રીન કિસ કરવાની ના પાડીને ફિલ્મોને ના પાડી દીધી છે. એની પાછળનું કારણ એ છે કે સલમાનની ફિલ્મો ફક્ત યુવાવર્ગ જ નહિ પણ બુઝુર્ગ , બાળકો અને લોકો પોતાના પરિવારની સાથે જોવે છે. એવામાં બોલીવુડના ભાઈજાન પોતાની ઇમેજ ખરાબ નથી કરવા ઇચ્છતા. એ એવી જ ફિલ્મો કરે છે જે તમે પોતાના સંપૂર્ણ પરિવાર સાથે દેખી શકો છો.

Advertisements

મીડિયા રિપોર્ટ પ્રમાણે , ઇંશાલ્લાહની સ્ક્રિપ્ટમાં સલમાન ખાનનો આલિયા સાથે લિપ લોક સીન હતો અને સલમાન એના માટે તૈયાર હતા નહિ. એમણે સંજય લીલા ભંસાલીને સ્ક્રિપ્ટમાં બદલાવ કરવાની વાત કરી પણ એ તૈયાર ના થયા કારણકે એ સીન ફિલ્મમાં જાન નાખવાનું કામ કરવાનો છે. પછી સલમાને ના પાડી દીધી અને એ વાત સલમાને ટ્વીટ મારફતે આપી.

હવે એવું જણાવાઈ રહ્યું છે કે ફિલ્મમાં સલમાનની જગ્યાએ ઋતિક રોશનને સાઈન કરવામાં આવી શકે છે. સલમાન એવી ફિલ્મો નથી કરી શકતા અને ઋતિકની સાથે આલિયાની જો આ ફિલ્મ આવશે તો એવું પહેલી વાર થશે. અત્યારે તો સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ દબંગ 3 નું શુટીંગ ખતમ કરવામાં લાગ્યા છે. ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવાની વાત સામે આવી છે. હાલમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક દેખાડાયો છે અને દર્શકોએ એમના પ્રોમોના ઘણા જ વખાણ પણ કર્યા છે.

Advertisements

સલમાન ખાન પાસે એ સિવાય કેટરીના કૈફની સાથે એક અનટાઇટલ્ડ ફિલ્મની પણ ઓફર છે.સલમાન ખાન પોતાના ભાઈ સોહેલ ખાન માટે પણ એક ફિલ્મ કરી શકે છે. એ સિવાય એ હવે કેટલાક દિવસો પછીથી બિગબોસમાં પણ દેખાશે. બિગબોસ સીઝન 13 ટૂંક સમયમાં જ કલર્સ પર પ્રસારિત થઇ શકે છે.

ટિપ્પણી
Advertisements

લવિંગની ચા પીવાથી મૂળમાંથી દૂર થઇ જાય છે 8 સમસ્યાઓ, આ બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ

શાહિદ કપૂરથી 14 વર્ષ નાની મીરા રાજપૂતે ખોલ્યું એક રાજ, લગ્નના 4 વર્ષ પછી જણાવ્યું કંઈક આવું