પગમાં ખોડ હોવા છતાં મ્યુઝિક ક્ષેત્રે શૈલેષ દોશીની સિદ્ધિ કાબિલેદાદ

Please log in or register to like posts.
News

નાનપણમાં પોલિયો થવાને કારણે શૈલેશ દોશીને પગમાં ખોડ રહી ગઈ અને ત્રણ વર્ષની ઉંમરે પિતાજીની છત્રછાયા ગુમાવી. આર્થિક સ્થિતિ પણ નબળી હતી છતાં દૃઢ મનોબળ દ્વારા મ્યુઝિક ક્ષેત્રે તેમણે કરેલો સંઘર્ષ અને સિદ્ધિ કાબિલેદાદ છે

જો મનમાં કંઈક કરવાની તમન્ના હોય તો અપંગ વ્યક્તિ પણ પર્વત ચડી શકે છે એ વાતને સાર્થક કરે છે મનોરંજન મ્યુઝિક ઍકૅડેમીના સંચાલક શૈલેશભાઈ દોશી. હજારો વિદ્યાર્થીઓને સંગીતની તાલીમ આપનાર, ૬૦૦૦થી વધુ રંગારંગ, મનોરંજક અને ઑર્કેસ્ટ્રા જેવા સંગીતમય કાર્યક્રમો આપનાર અને કલ્યાણજીભાઈના સ્વપ્ન્ા સમા ‘વન્ડર કિડ્સ’ને વિજુ શાહ સાથે મળીને શરૂ કરનાર, જેના અંતર્ગત બાળકો દ્વારા જ આખો કાર્યક્રમ રજૂ થાય છે- મ્યુઝિક કો-ઑર્ડિનેશન, કૅમ્પેયર અને ગાયન બધું જ. સંગીતની ધૂન જેમના શ્વાસમાં છે, સંગીતના સૂર જેમના સંસ્કારમાં છે અને સંઘર્ષ જેમના લોહીમાં છે તેમણે સંગીતક્ષેત્રે ચાર દાયકાની સફર પૂર્ણ કરી છે.

જીવન-સંઘર્ષ

૧૯૫૫માં જન્મેલા શૈલેશભાઈને પોલિયો થઈ ગયો ને પગમાં જીવનભરની ખોડ રહી ગઈ. આ દુ:ખ ઓછું હોય એમ તે જ્યારે ૩ વર્ષના થયા ત્યારે પિતાની છત્ર-છાયા ગુમાવી. આર્થિક સ્થિતિ સાવ નબળી. સ્કૂલ પૂર્ણ કરીને બાંદરા કૉલેજમાં દાખલ થયા. નાનપણથી સંગીતમાં રુચિ. તેમનાં બા ભજનો ગાતાં ત્યારે નાનકડા શૈલેશભાઈ લાકડાના કબાટ પર તાલ આપતાં. સ્કૂલમાં પ્રફુલભાઈ બિલખિયા રવિવારે સંગીત-ક્લાસ ચલાવતા એમાં બે રૂપિયા ફી ભરીને તેઓ જતાં.

બાંદરા કૉલેજથી ખાર પંડિત નિખિલ ઘોષના ક્લાસમાં તબલાંની તાલીમ માટે ચાલીને જતા શૈલેશભાઈ કહે છે, ‘પૈસા હતા નહીં એટલે બસમાં જવાનું પોષાય જ નહીં; પગની તકલીફ હોવા છતાં ચાલીને જતો. પરસેવે રેબઝેબ થઈ જતો. એ દિવસો આજે યાદ આવે છે ત્યારે કંપારી છૂટી જાય છે, પણ મનમાં એક ધૂન હતી કે હું કંઈક કરીશ જ. બસની ફીના પૈસા બચાવીને નિખિલ ઘોષની સંગીત મહાભારતી સંસ્થામાં તબલાં શીખવા માટે ૧૨ રૂપિયા અને ગાયન શીખવા માટે ૧૫ રૂપિયાની ફી ભરતો. એ ઉપરાંત સાઇન-ર્બોડ પેઇન્ટ કરીને પૈસા મેળવતો. ઘરે-ઘરે જઈને ટૂથ-પેસ્ટ, ગૅસ-લાઇટર અને મશીનની સોય વેચીને અર્થોપાર્જન કરતો. ત્યાર બાદ ગુરુ એકનાથ પિમ્પલે પાસે તબલાંની વ્યવસ્થિત તાલીમ લીધી. પંડિત પ્રદીપ ચૅટરજી પાસે શાસ્ત્રીય ગાયનની તાલીમ લીધી.’

પરિવારનો વિરોધ

નાનપણમાં તપેલાં, બરણી કે ખાલી ડબ્બાને ઢોલ કે તબલાં માનીને સૂર ને તાલની આરાધના કરનારા શૈલેશભાઈને વરિષ્ઠ પત્રકાર કાન્તિ ભટ્ટે નવરાત્રિમાં જુહુના ત્રીજા રોડ પર સૌપ્રથમ ઢોલ વગાડવાની તક આપી. એ વખતે નવ દિવસના ૫૧ રૂપિયા મળ્યા હતા એ વિશે તેઓ કહે છે, ‘ઘણી વાર ઢોલ વગાડતાં હાથમાં લોહી નીકળવા માંડતું ત્યારે બા કહેતાં, ઢોલ વગાડવાથી પેટ નહીં ભરાય. વાણિયાનો દીકરો છે; કંઈક કામ-ધંધો કર.’

બાને લાગતું હતું કે દીકરો ઊંધી લાઇને ચડી ગયો છે, પણ પછી ડ્રમસેટ વગાડવાનું શરૂ કર્યું. જુહુમાં સતત આઠ વર્ષ સુધી નવરાત્રિ કરી ત્યારે પરિવારજનોને લાગ્યું કે આ કંઈક કામનો છે અને ઢોલ વગાડીને પણ કંઈક ઉકાળી શકશે. પછી ભાઈઓના સર્પોટથી પોતાનું ઑર્કેસ્ટ્રા શરૂ કર્યું. તેમણે દિલ્હી, પુણે, ચેન્નઈ, રાજકોટ, દુબઈ, લંડન, બાહરિન, જપાન બધે જ કાર્યક્રમો કર્યા. ‘મ્યુઝિકલ મૂડ્સ’, ‘નૉનસ્ટૉપ લોકગીતો’, ‘દીવડો ઝાકમઝોળ’ તેમ જ હિન્દીમાં ‘મેરા ઈસુમસીહો’ અને સાંઈબાબાનાં ભજનો આધારિત કૅસેટ્સ કરી. ‘સિતારોં કી ખોજ’ ટીવી-સિરિયલમાં પ્લેબૅક મ્યુઝિક-નર્દિેશન કર્યું. ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ ફિલ્મમાં મ્યુઝિક-કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું.

અચીવમેન્ટ્સ

પગની ખોડ, નબળી આર્થિક સ્થિતિ જેવી અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ મુશ્કેલીઓનો સામનો કરીને શૈલેશભાઈએ સંગીતક્ષેત્રે સફર શરૂ કરી અને સફળતાનાં શિખરો સર કયાર઼્ એટલું જ નહીં, પોતાના બન્ને પુત્રોને પણ નામવંત બનાવ્યા. ઈસવીસન ૨૦૦૨માં ઇન્ડો-જપાન કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ટોક્યો બ્રૉડકાસ્ટિંગ રેડિયો, ટેલિવિઝનમાં શૈલેશભાઈની ‘મનોરંજન મ્યુઝિક ઍકૅડેમી’એ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે શૈલેશભાઈનું સન્માન કર્યું. આ ઉપરાંત મુંબઈ કપોળ દોશી સમાજ, પંચશીલ હૅન્ડિકૅપ ટ્રસ્ટ અવૉર્ડ, કલાગુર્જરી મુંબઈ, જૈન સોશ્યલ ગ્રુપ પાર્લા, સાંતાક્રુઝ, માટુંગા અને ઇન્ડિયન ડાયમંડ ઍન્ડ જેમ જ્વેલરી તરફથી ઇન્ટરનૅશનલ અવૉર્ડ જેવાં અનેક પુરસ્કારો તેમણે મેળવ્યાં છે.

પગમાં ખોડ છે તો શું છે?

શારીરિક ખોડખાંપણ હોય તો શું થઈ ગયું? એવા પ્રશ્ન સાથે શૈલેશભાઈ ઉમેરે છે, ‘હું હંમેશાં ઉન્ન્ાત મસ્તકે જીવ્યો છું. મહેનત કરીને મેળવ્યું છે. મારી શારીરિક અક્ષમતાને કારણે હું ક્યાંય અટક્યો નથી. મેં ક્યારેય એમ ઇચ્છ્યું નથી કે કોઈ દયા ખાઈને કે સહાનુભૂતિને કારણે મને કામ આપે. કોઈ કાર્યક્રમમાં વધારે વાર ઊભું રહેવું પડે તો પણ પાછો પડતો નથી. પત્ન્ાી સુરભિનો સહકાર હંમેશાં રહ્યો છે. હું તો લોકોને એક જ વાત કહું છું, કંઈ પણ મુશ્કેલી હોય, પણ મનમાં નિય કરશો તો અશક્ય કામ પણ શક્ય બનશે. બસ, તમારે તો એટલું જ વિચારવાનું છે I Can.

– I Can – નીલા સંઘવી

Source: Midday

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.