in

સહારાએ રોકાણકારો માટે લગભગ 15447 કરોડ સેબીમાં જમા કરાવી દીધી

સહારા ગ્રૂપે રોકાણકારોને પરત આપવા માટે ૧૫,૪૪૮ કરોડ રૂપિયા સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં અચાનક જ જમા કરાવ્યા છે. નાણાખાતાના રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે આ માહિતી સંસદમાં એક લેખિત ઉત્તરમાં આપી હતી. તેમણે કહ્યું હતું કે ગયા મહિને સહારા ગ્રૂપ દ્વારા ૪૧.૫૯ કરોડ રૂપિયાનો ચેક આપી દેવામાં આવ્યો હતો જેને સેબી સહારા ફંડમાં જમા કરાવવામાં આવ્યો છે. જોકે રોકાણકારોને હજી સુધી આ રકમ પરત અપાઈ નથી. સહારા ગ્રૂપ ઉપર ખોટી રીતે ફંડ એકઠું કરવાનો કેસ ચાલી રહ્યો છે.

Image result for shahara group

Advertisements

સેબીએ અદાલતને કહ્યું હતું કે ૩.૦૭ કરોડ રોકાણકારો જોડેથી સહારા ગ્રૂપની બે કંપનીઓ સહારા ઇન્ડિયા રીઅલ એસ્ટેટે ૧૯,૪૦૦.૯૭ કરોડ રૂપિયા તથા સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ૬,૩૮૦.૫૦ કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. આ ફંડ ભેગું કરતી વખતે કંપનીઓએ અગત્યના નિયમોનું પાલન કર્યું નહોતું.

અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સેબીને રિફંડ માટે ૧૯,૫૬૦ અરજીએ પ્રાપ્ત થઈ છે જેમાંથી ૫૩,૩૬૧ મૂળ બોન્ડ સર્ટિફિકેટ કે પાસબુક હતી. એમાં ૮૧.૩૦ કરોડ રૂપિયાના રિફંડની માગણી કરાઈ છે. સેબીએ ૧૪,૧૪૬ કેસમાં ૧૦૯.૮૬ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. એમાં ૫૮.૫૨ કરોડ રૂપિયાની મૂળ રકમ અને ૫૧.૩૪ કરોડ રૂપિયાનું વ્યાજ સામેવશ છે.

Image result for shahara group

Advertisements

અગાઉના મહિને સુપ્રીમ કોર્ટમાં સહારા ગ્રૂપના ચીફ સુબ્રત રોય અને બે વિવિધ ડિરેક્ટર્સને ૨૫,૭૦૦ કરોડ રૂપિયા જમા કરાવવામાં અસફળ રહેવાના કેસમાં આગલા આદેશ સુધી વ્યક્તિગત રૂપે કોર્ટમાં હાજર રહેવામાંથી છૂટ આપવામાં આવી હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં અદાલતે સુબ્રત રોય અને બે ડિરેક્ટર્સ રવિ શંકર દુબે અને અશોક રોય ચૌધરીને કોર્ટમાં વ્યક્તિગત હાજર રહેવાનો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સહારા ગ્રૂપ દ્વારા રોકાણકારોના નાણાં પાછા આપવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવતા નથી. અદાલતે સહારા ગ્રૂપને ૨૫,૭૦૦ કરોડ રૂપિયા જમા કરાવવા આદેશ આપ્યો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

આ 16 ફોટા એવા છે કે જોઈને આશ્ચર્ય થશે, મુશ્કેલી થશે અને મગજમાં ખંજવાળ આવશે

અમિત શાહની અસફળતા ને લીધે દિલ્હીની ચૂંટણીમાં બીજેપીનો કારમો પરાજય : શિવસેના