in

સૌથી વધારે ફીસ લેવાવાળી આ એક્ટ્રેસનો કપૂર ખાનદાન સાથે હતો સંબંધ , છેલ્લા સમયે એકલા વિતાવ્યું હતું જીવન

60 અને 70 ના દશકમાં એક્ટ્રેસ સાધના હિન્દી સિનેમાનું એક જાણીતું નામ હતું. સાધનાને ‘મેરા સાયા’, ‘આરજુ’ , ‘એક ફૂલ દો માલી’ , ‘લવ ઈન શિમલા’ ,’વક્ત’ અને ‘વો કોન થી’ જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. એ દરમિયાન સાધનાની હેયર સ્ટાઇલ એટલી ફેમસ થઇ હતી કે એનું નામ જ સાધના કટ પડી ગયું હતું. 2 સપ્ટેમ્બર 1941 ના જન્મેલી સાધના વિષે જાણી લઈએ એની જિંદગી સાથે જોડાયેલા કેટલાક કિસ્સા….

સાધનાનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં એક સિંધી પરિવારમાં થયો હતો. એ પોતાના માતાપિતાની એકમાત્ર સંતાન હતી. ભાગલા પછી એમનો પરિવાર કરાચી છોડીને મુંબઈ આવીને વસ્યો. સાધનાના પિતાને એક્ટ્રેસ  સાધના બોસ પસંદ હતી માટે પોતાની દીકરીનું નામ પણ એમણે સાધના જ રાખ્યું. એમણે 8  વર્ષ સુધી ભણવાનું ઘરે જ કર્યું હતું. બહુ ઓછા લોકોને ખબર છે કે સાધનાનો કપૂર ખાનદાન સાથે સંબંધ હતો. સાધનાના પિતા અને એક્ટ્રેસ બબીતાના પિતા હરિ શિવદાસાની સગા ભાઈ હતા. એ રીતે જોઈએ તો સાધના, બબીતાની દીકરીઓ કરીના અને કરિશ્માની આંટી હતી.

Advertisements

સાધના એ માત્ર 14 જ વર્ષની ઉંમરથી કામ કરવાનું શરુ કરી દીધું હતું. રાજ કપૂરની ફિલ્મ ‘શ્રી 420’ માં એક ગીત ” મુડ મુડ કે ના દેખ ” ના કોરસમાં સાધના હતી. એ પછી એમણે 16 વર્ષની ઉંમરમાં સિંધી ફિલ્મ ‘અબાના’ માં લીડ રોલના કામ કર્યું હતું. આ ફિલ્મ માટે એમને માત્ર એક જ રૂપિયાની ટોકન અમાઉન્ટ મળી હતી. આ ફિલ્મ પછી એક મેગેજીનમાં સાધનાનો ફોટો છપાયો હતો. ત્યારના પ્રખ્યાત પ્રોડ્યુસર સશાધર મુખર્જીએ એ ફોટો જોયો અને સાધનાને પહેલો મોકો પોતાની ફિલ્મ ‘લવ ઈન શિમલા’ માં આપ્યો.

Advertisements

ફિલ્મના ડાયરેક્ટર આરકે નૈય્યરને સાધનાનો ચહેરો થોડો વિચિત્ર લાગી રહ્યો હતો. નૈય્યરને સાધનાનું માથું બહુ જ મોટું લાગી રહ્યું હતું. એમણે બૉલીવુડ એક્ટ્રેસ ઑડી હેપબર્નની જેમ સાધનાની હેર સ્ટાઇલ કરાવી દીધી અને માથું છુપાવવા માટે આગળના વાળને માથા પર પર વિખેરી દીધા. પછી જ સાધનાની એ જ હેર સ્ટાઇલ એની ઓળખ બની ગઈ.

સાધનાએ પોતાની મોટાભાગની ફિલ્મોના ડાયરેક્ટર આરકે નૈય્યર સાથે પ્રેમ થઇ ગયા પછી માર્ચ 1966 માં લગ્ન કરી લીધા. સાધનાના માતાપિતા એ લગ્નના વિરુદ્ધ હતા કારણકે નૈય્યર એમનાથી ઉંમરમાં ઘણા મોટા હતા. બંનેને કોઈ બાળક નહતું. લગ્ન પછી સાધનાએ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું. એ મોટી ઉંમરના રોલ નહતી નિભાવવા માંગતી. સાધના ઇચ્છતી હતી કે લોકો હંમેશા તેની સુંદરતાને યાદ રાખે.

Advertisements

સાધના લક્સ સાબુની શરૂઆતની મોડેલ હતી. સાધના પોતાના જમાનામાં સૌથી વધારે મહેનતાણું મેળવનારી એક્ટ્રેસ હતી. 60 ના દશકમાં એના બરાબર મહેનતાણું ફક્ત વૈજયંતી માલાને આપવામાં આવતું હતું જયારે બીજા નંબરે નંદા હતી.1995 માં પતિના મૃત્યુ પછી સાધના એકલી રહી ગઈ હતી. છેલ્લા દિવસોમાં એ મુંબઈના એક જુના બંગલામાં ભાડે રહેતી હતી. એ બંગલો આશા ભોંસલેનો હતો. સાધનાને થાયરોઇડની બીમારી થઇ ગઈ હતી. જેનાથી એની આંખો પર અસર પણ પડવા લાગી હતી.

પોતાના છેલ્લા દિવસોમાં પણ સાધના ગુમનામી જેવું જીવન જીવી રહી હતી. એમનું કોઈ અંગત હતું નહિ અને એ પોતાના ખરાબ સ્વાસ્થ્ય અને બાકીના કાનૂની કાર્યોને પણ સંભાળી નહતી શકતી. જેના કારણે એણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પાસે મદદ પણ માંગી, પણ કોઈ આગળ આવ્યું નહીં. એનો ખુલાસો ખુદ સાધનાની એક ખાસ મિત્ર અને હિરોઈન તબસ્સુમે 2015 માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. છેલ્લે 25 ડિસેમ્બર 2015 ના મુંબઈમાં જ એનું નિધન થઇ ગયું.

Advertisements
ટિપ્પણી
Advertisements

સ્ટાર બનતા જ રાનૂ મંડલનો ખુલાસો,આ અભિનેતાના ઘરમાં પતિ હતા રસોઈયા ,કીધું -‘એ અમારી સાથે…’

ગણેશ ચતુર્થી સાથે જોડાયેલી 15 રોચક વાતો અને 15 શાનદાર તસવીરો