in

વર્ષ 2020 માં આ રાશિઓ પર રહેશે શનિ ની ઢૈયયા અથવા સાડાસાતી, બચવા માટે કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્ર માં શનિ ગ્રહ ને ન્યાયાધીશ કહેવા માં આવ્યું છે. એવું માનવા માં આવે છે કે મનુષ્ય દ્વારા કરવા માં આવેલા કર્મો નું ફળ એને શનિદેવ દ્વારા જરૂર આપવા માં આવે છે. શનિદેવ ને દુઃખ ની સાથે સુખ નો સ્વામી પણ માનવા માં આવે છે. જો જાતક ની કુંડળી માં શનિ ગ્રહ ની યોગ્ય દિશા હોય તો એ જાતક ના જીવન સુખ થી ભરાઈ જાય છે. ત્યાં જ જો કુંડળી માં આ ગ્રહ ની ખરાબ દશા થવા પર એ જાતક ને ઘણા દુઃખો નો સામનો કરવો પડે છે.

Advertisements

અશુભ સની સાડાસાતી અથવા ઢૈયા બની ને કુંડળી માં આવે છે. ત્યાં જ વર્ષ 2020 માં શનિ ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરી રહ્યું છે અને ધન રાશિ થી નીકળી ને મકર રાશિ માં પ્રવેશ કરશે, જેનો અસર ઘણી રાશિઓ પર પડશે.

24 જાન્યુઆરી 2020 શનિદેવ પોતાની રાશિ પરિવર્તન કરશે. શનિ ના પરિવર્તન થી કઈ રાશિઓ ના જાતકો પર ખરાબ અસર થશે એ આ પ્રકારે છે.

વર્ષ 2020 માં આ રાશિ ના લોકો પર રહેશે શનિ ની ઢૈયા અને સાડાસાતી

શનિ ની સાડાસાતી

Advertisements

વર્ષ 2020 માં ધન, મકર અને કુંભ રાશિ ના જાતકો ને શનિ ની સાડાસાતી નો સામનો કરવો પડશે. આ ત્રણે રાશિઓ પર શનિ નો ખરાબ પ્રભાવ જોવા મળશે અને આ પ્રભાવ સાડા સાત વર્ષ સુધી રહેશે.

શનિ ની ઢૈયા

વર્ષ 2020 માં મિથુન અને તુલા રાશિવાળા જાતકો શનિ ની ઢૈયા થી પ્રભાવિત થશે અને એમને ઘણા પ્રકાર ના દુઃખ નો સામનો કરવો પડશે.

કરો આ ઉપાય

શનિ ની ઢૈયા અથવા સાડાસાતી થી બચવા માટે તમે નીચે બતાવવા માં આવેલા ઉપાયો કરો. આ ઉપાય ને કરવા થી સાડાસાતી અથવા ઢૈયા ના ખરાબ પ્રભાવ થી બચી શકાય છે.

Advertisements

કુંડળી માં ઢૈયા અથવા સાડાસાતી શરૂ થવા પર તમે દર શનિવાર ના દિવસે શનિ દેવ મંદિર જઈને શનિ ને સરસવ નું તેલ અને કાળા તલ અર્પણ કરો.

શનિવાર ના દિવસે જેટલું હોઈ શકે કાળા તલ, કાળા કપડા અને કાળી દાળ નું દાન કરો.

દશરથકૃત શનિ સ્ત્રોત નો પાઠ કરવા થી શનિ ના પ્રકોપ થી બચી શકાય છે. એટલા માટે તમે દરરોજ આ સ્ત્રોત નો પાઠ કરો.

Advertisements

સતત સાત શનિવાર શનિદેવ ના મંદિરે જઈ ને શનિદેવ ને બદામ ચઢાવો.

મંગળવાર ના દિવસે હનુમાનજી ની પૂજા કરો અને શનિવાર ના દિવસે હનુમાન અને શનિદેવ ની સામે સરસવ ના તેલ નો દીવો જરૂર પ્રગટાવો.

રોજ પીપળા ના વૃક્ષને જળ અર્પણ કરો અને આ વૃક્ષ ના સાત ફેરા ફરો. આ ઉપાય કરવા થી પણ શનિ ની ઢૈયા અથવા સાડાસાતી થી બચી શકાય છે.

Advertisements

“ૐ પ્રાં પ્રિં પ્રોં સઃ શયે નમઃ “ આ મંત્ર શનિદેવ થી જોડાયેલું છે. એટલા માટે રોજ આ મંત્ર નો જાપ કરો.

રોજ નાહવા ની પહેલા પોતાના શરીર પર સરસવ ના તેલ થી માલિશ કરો અને શનિવાર ના દિવસે સરસવ ના તેલ નું દાન પણ કરો.

ઉપર બતાવવા માં આવેલા ઉપાયો ના સિવાય આ 5 મંત્ર નો જાપ કરવા થી પણ શનિદેવ ના પ્રકોપ થી બચી શકાય છે.

Advertisements
  1. ૐ શન્નોદેવીર ભિષ્ટય આપો ભવન્તુ પીતયે શન્યોરભિસ્ત્રવંતુ નઃ |
  2. ૐ પ્રાં પ્રિં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ |
  3. ૐ એં હ્લિમ શ્રીશનૈ શ્ચરાય નમઃ |
  4. કોણસ્થ પિંગલો બ્ભ્રુ: કૃષ્ણો રૌદ્રોંતકો યમઃ |

સૌરિઃ શનિશ્ચરો મંદ પિપ્લાદેન સંસ્તુત ||

  1. શનિ નો તંત્રોક્ત મંત્ર : ૐ પ્રાં પ્રિં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ |
ટિપ્પણી
Advertisements

આ 4 વસ્તુઓ પત્નીને આપવાથી દેવી લક્ષ્મી રહે છે હંમેશા પ્રસન્ન

નરગીસ ફખરી એ ખોલ્યા બોલિવુડ ના ઘણા રહસ્ય, કીધું – “હું કોઈ ડાયરેક્ટર ની સાથે નથી ઉંઘી આ કારણ થી આજે. . .”