સાચો મિત્ર

Please log in or register to like posts.
News

આમ ઍ લોકો શાળા ના સમય થી જ મિત્રો. પણ ક્યારેય કોઇઍ કોઇને જાણવા પ્રયત્ન કરેલ નહી. વાત છે વૃષ, તેજ, હમીર, ધ્વની અને પૃથ્વીની. મિત્રો હોવા છતા ઍકબીજાને ના જાણતા હોય તે સાચા મિત્રો કહેવાય ખરા? બસ આ જ સવાલ વૃષના મનમા હમેશા ઉઠતો રહેતો પણ કેમ કરી મિત્રોને સમજાવા ઍ ઍને સમજાતુ નહોતુ. પણ આજે જાણે સામેથી મિત્રો જ મોકો આપવાના હતા.

સવાલ કરવામાં આવ્યો વૃષ ને. ભૂમી વિશે પ્રશ્ન હતો કે કેમ ભૂમી બીજા કોઈ ને નહિ ને હમેશા તને જ બધું કહે છે? તે એને કંઈક તો કીધું હશે ને જેથી એ બીજા કોઈને નહિ ને તને જ હમેશા બધી વાત કરે કે એને કઈ પણ મુશ્કેલી હોય તો તને જ યાદ કરે? વૃષ માટે તો આ અદ્ભુત મોકો હતો જાણે પોતાના વિચારો પોતાની વાતો રજુ કરવાનો અને સમજાવાનો. વૃષ વિચારતો હતો કે ક્યાંથી કઈ રીતે શરુ કરું? અને બસ એને શરૂઆત કરી પ્રશ્ન થી જ.એને ધ્વની ને પૂછ્યું વચ્ચે તારા કમ્પ્યુટર માં મુશ્કેલી આવી હતી ત્યારે તને કોણ યાદ આવ્યું હતું? એનો જવાબ સરળ હતો “તું”. વૃષ ને પણ આ જ સાંભળવું હતું એનો બીજો પ્રશ્ન હતો આપણે કેટલા સમય થી મિત્રો છીએ કે કઈ રીતે મૈત્રી થઇ કે આટલા સમય માં કદી મેં તને એમ કીધું છે કે કઈ પણ મુશ્કેલી હોય તો મને કેજે?તો પણ ઘણી વખત તે મને ફોન કર્યો છે ને?કારણ શું છે? કારણ સામાન્ય છે એ છે તને બીજી કોઈ અજાણી વ્યક્તિ ને કહેવા કરતા પોતાના મિત્ર ને કહેવું વધુ યોગ્ય લાગે છે. બસ કૈક એમ જ ભૂમિ ને માટે હું એનો એક સાચો મિત્ર છું. અને એ મારે એને કહેવાનું ના હોય.હું તને કહું હું તારો સાચો મિત્ર છું એ નહિ કિન્તુ તને એવું લાગે કે હું તારો સાચો મિત્ર છું એ વધારે મહત્વ નું છે. ભૂમિ મને સાચો મિત્ર માને છે અને એટલે જ મારી જોડે બધી જ વાત કરે છે. આજે તો વૃષને જાણે મોકો મળ્યો એ જવા જ નતો દેવો અને એટલે જ ભૂમિની વાત નું કારણ આપ્યા પછી પણ તે અટકવા માંગતો ના હતો.

એને આગળ વધાર્યું। તને જયારે કોઈની જોડે વાત કરવાનું મન થાય તો તું જેને પોતાના માનતી હોય તેને જ ફોન કરે છે કે મળે છે ને? શું એ લોકો એ કદી કહેવું પડ્યું છે કે મને તારી પોતાની/નો જ ગણજે અને જરૂરત પડે ત્યારે યાદ કરજે? એવું કહેવું પડે એ તો સાચો મિત્ર જ ના હોય.કારણ સાચા મિત્ર ને તો એ ના કહે તો પણ આપણે હક થી ફોન કરી શકીએ છે. મિત્ર એટલે એ વ્યક્તિ જેને માટે દિલ માં માન હોય, જેને માટે કોઈ કઈ બોલી જાય તો બોલનાર ની બોલતી બંધ કરી દઈએ. મારા કેટલાય મિત્રો છે જેમના ઘણા બધા રાઝ મને ખબર છે અને એ એમને મને એટલે કીધા છે કારણ એમને મારા પર વિશ્વાસ છે હું કોઈને નહિ કહું અને સાથો સાથ એ મને પોતાનો માને છે સાચો મિત્ર માને છે. મિત્ર એટલે એ વ્યક્તિ જેને રાજ કહ્યા બાદ એમ ના કહેવું પડે કે કોઈને કહીશ નહિ. મિત્ર એટલે એવી વ્યક્તિ જેની સાથે બેધડક બિન્દાસ વાત કરી શકાય. જો મારે તમારી સામે પણ સારા જ બની ને રહેવાનું હોય તો શું ફર્ક હું બીજા લોકો ની વચ્ચે રહું એમાં અને તમારી જોડે રહું એમાં? મિત્ર એટલે તો બસ જેવો છે તેવો તેનો સ્વીકાર કરવો.

હવે ભવિષ્ય માં ફરી કદી કંગના ની વાત પર પ્રશ્ન ઉઠે કે કેમ તું હજી એ કઈ કામ કહે તો કરે છે કે કેમ તું હજી એની જોડે સારી રીતે વર્તે છે આટલું થયા પછી પણ? એના કરતા આજે વાત નીકળી જ છે તો એનો પણ જવાબ આપી દઉં. પહેલું તો હું ખાલી એનું નહિ કોઈ પણ મને કઈ પણ કામ કહે અને મારા થી થાય એમ હોય તો કરું જ છું.રોહન જયારે પણ શહેર ની બહાર હોય છે ત્યારે એના ઘરે રેગુલર ફોન કરીને હું કૈક કામ હોય તો મદદ કરું છું અને ખબર અંતર પૂછતો રહું છું. તો કંગના ની વાત પર આવીએ. કદાચ તમને લોકો ને યાદ નહિ હોય કારણ આ વાત તમારા માટે એટલી મહત્વ ની નથી પણ હું એ કદી નહિ ભૂલું. હમીર તને યાદ હોય તો આપણે લોકો તારા ઘર પાસે ક્રિકેટ રમવા ભેગા થતા હતા પહેલા. એમાં એક દિવસ આમ જ રમ્યા પછી બેઠા હતા અને તને અને તેજ ને મસ્તી કરવાનું મન થયું અને તમે કંગના ને મેસેજ કર્યો કે વૃષ ને પગ માં બહુ જ વાગ્યું છે એનો એક્સીડટ થયો છે. આ મેસેજ વાચી ને તરત જ એનો મારા પર ફોન આવ્યો હતો અને મને પૂછ્યું હતું શું થયું,કેમ થયું વગેરે વગેરે. મેં કેટલી વખત કહ્યું મસ્તી કરે છે એ લોકો મને કઈ નથી થયું પણ એને માન્યું જ નહિ અને ચકાસવા માટે કોકો નો પ્લાન કર્યો. ત્યાં પહોચ્યા એટલે ફરી પ્રશ્નો શરુ. સાચું કે શું થયું? મેં કીધું કઈ નથી થયું તો પણ ઢીચણ બતાવ તો જ માનું સુધી ની વાત કરી હતી. ઉપર થી એ દિવસે બાઈક ને બદલે બીજું વાહન હતું અને પહેલા મેં એક વાર એને એમ કીધું હતું કે એક્સીડટ થાય એટલે થોડા સમય સુધી વાહન બદલાઈ જાય અને બાઈક મૂકી દેવું પડે. આ વાત ને એને અહી જોડી અને કહ્યું બીજું વાહન છે એટલે કૈક તો થયું જ છે. જેમતેમ કરીને મનાવી હતી કે કઈ નથી થયું. તો પણ છેલ્લે છુટા પડ્યા ને થોડી વાર માં એનો ફોન આવ્યો હતો કે કૃતિકા નું સ્કુટી બંધ થઇ ગયું છે પાછો આવી શકે? અને હું ગયો ત્યારે ફરી એ જ સવાલ કે સાચે કઈ નથી થયું ને? આ આખી વાત કરવાનું કારણ એટલું જ છે તમારા માટે આ એક મસ્તી હતી હસવાની વાત હતી પણ એની પાછળ એની મારા માટે ની લાગણી મેં જોઈ હતી. અમે જે સંબંધ શેર કર્યો છે એ અમને જ ખબર છે. અમારા સંબંધ માં જે કઈ પણ કડવાશ આવી ને જે કઈ થયું એને લીધે થઈને હું મેં ભૂતકાળ માં અમે જે સમય વિતાવ્યો છે એને પણ ભુલાવી દઉં તો તો હું નગુણો ગણાઉં. આજની તારીખે પણ અમને બંને ને એકબીજાને માટે માન છે. એની જોડે વિતાવેલો એ સારો સમય, એની મારા માટેની એ લાગણી ને કારણે જ આજે પણ હું એની જોડે એટલી જ સારી રીતે વર્તુ છું જેમ પહેલા વર્તતો. અને એ જો કોઈ કામ કરવા કહે તો હું એમ જ વિચારું છું કે એ મને આજે પણ પોતાનો માને છે એટલે જ બીજા કોઈને નહિ ને મને જ કહે છે. તમને જેમ લાગે છે કે એ મારો ઉપયોગ કરે છે એમ જયારે એ ખાલી કામ હોય તો જ મને યાદ કરે છે ત્યારે મને પણ બે પળ માટે આવો વિચાર આવી જાય છે પણ હું એમ વિચારવાને બદલે પહેલો વિચાર જ આવવા દઉં છું દિમાગ માં.કારણ નેગેટીવ વિચારીશ તો મને જ દુખ થશે એના કરતા પોસીટીવ જ વિચારી ને ખુશ કેમ ના રહું. અને રહી વાત કે ઉપયોગ જ કરતી હોય તો પણ એમાં ખરાબ કોણ દેખાયું?

મારા માટે તો એમ પણ ઘણું કહેવાતું જ રહેતું હોય છે અને કોણ મારા વિષે શું બોલે છે એ વાત મારા સુધી પહોચી પણ જાય છે.પણ હું એમને જવાબ આપવા એટલે નથી જતો કારણ હું એમ માનું છું કે જે મારા સાચા મિત્ર હશે તેમને મારે જવાબ આપવો જ નહિ પડે અને જેમને જવાબ આપવો પડે એ મારી વાત કેમ માનશે?

આટલું કહ્યા પછી વૃષ તો થંભી ગયો પણ પહેલી વખત પોતાની વાતો થી તેજ, હમીર, ધ્વની અને પૃથ્વી ને વિચારવા મજબુર કરી ચુક્યો હતો અને એમાના દિમાગ માં વિચારો ના વમળો શરુ થઇ ચુક્યા હતા કે શું આપનું સર્કલ છે મિત્રો નું એમાં આપણે બધા સાચે જ સાચા મિત્રો છીએ? આપના માંથી કેટલા એવા છે જે જયારે બહાર ની કોઈ વ્યક્તિ આપના માંથી કોઈ વિષે કઈ કહે ત્યારે પોતાના મિત્રની તરફ રહે નહિ કે એની સાથે મળીને પોતાના જ મિત્રની વિરુદ્ધ થઇ જાય. મજાક મસ્તી દરેક ગ્રુપ માં થતી જ હોય છે થવી જ જોઈએ પણ એથી વધુ જરૂરી છે એકબીજા માટે માન,એકબીજા પર વિશ્વાસ, એકબીજા માટે બાકી બધા સાથે લડી લેવાનું જૂનુન। એટલે જ તો કહે છે પતિ-પત્ની એકબીજા ના મિત્ર બનીને રહે તો વધુ સારી રીતે સંબંધ નિભાવી શકે છે.જરૂરત છે તો મિત્રતા નો સાચો અર્થ સમજી ને સાચા મિત્ર બનવાની અને બનાવાની.

તમે પણ વિચારજો।અજાણતા જ ક્યાંક કોઈ મિત્ર ને તમે ઠેસ તો નથી પહોચાડી રહ્યા ને?મસ્તી ની આડ માં ક્યાંક કોઈનું દિલ તો નથી દુભાઈ રહ્યું ને?

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.