in

મુંબઈ ક્રિકેટની પ્રતિષ્ઠા પાછી લાવવા મેદાનમાં ઉતર્યા ક્રિકેટના ભગવાન

ભારતીય ક્રિકેટમાં મુંબઈનું સ્થાન અતિ મહત્વનું છે. શરૂઆતના દિવસોમાં મુંબઈ ભારતીય ક્રિકેટનું પાવરહાઉસ રહ્યું રહી ચુક્યું છે. જો કે કેટલાક સમયથી મુંબઈ ક્રિકેટની પ્રતિષ્ઠામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને તેને જ પાછું લાવવા માટે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અને એ જ કારણ છે કે, સચિન મુંબઈ ક્રિકેટમાં સુધાર માટે મહત્વપુર્ણ સૂચનો લઈને સામે આવ્યો છે. તેમાં મેદાનોની સંખ્યા વધારવાનું સૂચનનો પણ સમાવેશ થયો છે. અને એટલે સુધી કે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે , ટીમને બસથી યાત્રા કરવી જોઈએ નહી, ખાસ કરીને રાત્રે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/71033836.jpg?w=662&ssl=1

Advertisements

મુંબઈની ટીમ રેકોર્ડ 41 વખત રણજી ટ્રોફી જીતી ગઈ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્રતિષ્ઠિત ટ્રોફી પર મુંબઈનો અધિકાર રહ્યો નથી. આમ છતાં હાલના સમયમાં ચાલુ વિજય હજારે ટ્રોફીમાં પણ મુંબઈનું પ્રદર્શન કાંઈ ખાસ રહ્યું નથી. ગત શુક્રવારે જ મુંબઈ ક્રિકેટ એસોસિયેશનની નવી મેનેજિંગ કમિટીનો કાર્યકાળ સંભાળ્યો છે. તે બાદ સચિન તેંડુલકર અને નવી મેનેજિંગ કમિટી વચ્ચે બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં મુંબઈ ક્રિકેટમાં સુધારાને લઈ અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. આ બેઠકમાં મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ વિજય પાટીલ, ઉપાધ્યક્ષ અમોલ કાલે, સચિન સંજય નાઈક અને એપેક્સ કાઉન્સિલના સદસ્ય અજિંક્ય નાઈક, અમિત દાની અને વિહાંગ સરનાઈક પણ હાજરી આપી હતા.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/sachintendulkar.jpg?w=662&ssl=1

મીડિયાના જણાવ્યા પ્રમાણે, સચિન તેંડુલકરે આ મીટિંગમાં 15 સૂચનો કર્યા હતા. જેમાં રાત્રે સફર કરવાથી બચવું જોઈએ, બસ યાત્રાઓ ન કરવી જોઈએ અને સીનિયર ખેલાડીઓની સન્માનજનક વિદાય જેવા પોઈન્ટસ મૂક્યા હતા. તેઓએ મેદાનોની સંખ્યામાં વધારો કરવો જોઈએ, સ્કૂલ ક્રિકેટ માટે 14 સભ્યોની ટીમ બનાવવી અને મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, સચિન તેંડુલકરે અડધા સૂચનો લાગુ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

અમદાવાદીઓ માટે ખુશી ના સમાચાર, ન્યૂ અમદાવાદ બનશે, જાણો વધુ

જ્યારે બુમરાહ ની પાસે બૂટ ખરીદવા ના પણ ન હતા પૈસા, પેહલા ના દિવસો ને યાદ કરી ને ભાવુક થઈ ગઈ માતા