in

સચિન તેંડલકર ઓસ્ટ્રેલિયન ટીશર્ટ પહેરી મેદાનમાં આવી ગયો, પહેલા બોલ પર ફોર ફટકારી

જૂના ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર રવિવારે ફરી એક વખત મેદાનમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા આગને લીધે થયેલા વધુ પડતા નુકસાન અને તેના પીડિતો માટે પૈસા ભેગા કરવા માટે બુશફાયર ક્રિકેટ બેશ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સચિન ઓસ્ટ્રેલિયન ટીમની ટી શર્ટ પહેરીને ઊતર્યો હતો. કેરિયરમાં કુલ ૧૦૦ ઇન્ટરનેશનલ સદી મારનાર સચિને ૫ વર્ષ પછી ફરી બેટ ઉપાડયું હતું અને પ્રથમ જ બોલ પર ફોર ફટકારી હતી. સચિનની સામે એલિસ પેરીએ બોલિંગ નાખી હતી અને સચિને બોલને બાઉન્ડ્રીને પાર મોકલી દીધો હતો. આ પહેલા સચિને ઓલ સ્ટાર્સ સિરીઝમાં ટીમ વતી રમાયેલ મેચમાં ૫૬ રન બનાવી દીધા હતા. ગોડ ઓફ ક્રિકેટના નામથી મશહુર સચિન આ મેચ દરમિયાન એક ઓવર માટે બેટિંગ કરવા આવ્યો હતો. આ આખી બાબત સોશિયલ મીડિયા પર વધુ પડતી ટ્રેન્ડ થવા લાગી હતી અને તેની એક વીડિયો ક્લિપ પણ આઈસીસીએ પોસ્ટ કરી હતી. સચિન બેટિંગ કરવા માટે ઊતર્યો ત્યારે મેદાન સચિન-સચિનના અવાજથી ગુંજી ઊઠયું હતું. સચિન ડેન ક્રિસ્ટિયન પાસેથી બેટ માંગ્યું હતું.

Image result for sachin tendulkar australia

Image result for sachin tendulkar australia

ઓસ્ટ્રેલિયાના આગ પીડિતોની સહાય માટે રવિવારે મેલબોર્નમાં રમવામાં આવેલી એક ચેરિટી ક્રિકેટ મેચમાં રિકી પોન્ટિંગની ટીમે એડમ ગિલક્રિસ્ટની ટીમને ૧ રનથી હાર આપ્યો હતો. ગિલક્રિસ્ટે ટોસ જીતીને બોલિંગનો અગત્યનો નિર્ણય લીધો હતો. પોન્ટિંગની ટીમે ૧૦ ઓવરની મેચમાં ૫ વિકેટમાં ૧૦૪ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ગિલક્રિસ્ટની ટીમ ૬ વિકેટ પર ૧૦૩ રન જ બનાવી શકી હતી. પેરીએ સોશિયલ મીડિયા પર સચિનને પડકાર આપ્યો હતો જેને સચિને સ્વીકારી લીધો હતો. સચિને ટ્વિટ કરીને કહ્યું કે શાનદાર, હું આવું કરવાનું પસંદ કરીશ અને એક ઓવર બેટિંગ કરીશ. ઓસ્ટ્રેલિયન વિમેન ક્રિકેટ ટીમના ટ્વિટર હેન્ડલ પરથી એલિસે કહ્યું કે હાય સચિન, બુશફાયર મેચ માટે તમને અહી જોઈને ઘણો આનંદ થયો. મને ખબર છે કે તમે એક ટીમનું કોચિંગ કરી રહ્યા છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

1

ટિપ્પણી

આપણા ગુજરાતમાં બ્રેઇન દર્દીઓના અંગદાનને એક વર્ષમાં 162 માણસોની જિંદગી પાછી આપી

રાહુલ ગાંધીએ પ્રમોશનમા અનામતને ધ્યાનમાં લઈ બીજેપી સરકારને ઘેરી, કહ્યું બીજેપી અનામત ખત્મ