in

મેદાન ફરી એક વાર ગુંજી ઉઠશે ‘સચિન સચિન’ ના અવાજથી, લારા સહીત અન્ય દિગ્ગ્જો દેખાશે મેદાન પર

જે લોકો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને કેરેબિયન દિગ્ગજ બ્રાયન લારાના ચાહકો છે એમના માટે એક ખુબ જ સારા સમાચાર છે. તમને આ બંને મહાન બેટ્સમેન ફરીથી એક વખત મેદાન પર જોવા મળશે.

Cricket legends Sachin Tendulkar and Brian Lara will play in the new T20 tournament

Advertisements

આ બંને ખેલાડીઓ ઘણા સમયથી મેદાનથી દૂર છે અને આ બંને ખેલાડીઓની ધમાકેદાર બેટિંગ તમને ફરીથી એક વખત મેદાન પર દેખવા મળશે.

Image result for sachin tendulkar

તમને જણાવી દઈએ કે સચિન અને લારા એવા પૂર્વ ક્રિકેટરોમાં સમાવેશ થયેલ છે કે જેઓ હવેના વર્ષમાં થનારી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ દરમિયાન મેદાનમાં રમતા એના ચાહકોને નજરે આવશે.

Advertisements

Image result for brian lara

આ વર્લ્ડ સિરીઝ એક ટી20 ટૂર્નામેન્ટ છે અને એમાં પાંચ દેશોના નિવૃત્ત ક્રિકેટર્સ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડીઓ પણ પોતાનું અદભુત પરફોર્મન્સ બતાવશે.

Image result for sachin tendulkar

Advertisements

આ ટુર્નામેન્ટ ભારતમાં 2થી 16 ફેબ્રુઆરી સુધી ચાલશે અને એમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, વિરેન્દ્ર સેહવાગ, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્સ સહિત ઘણા જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટરો મેદાન પર ફરી એકવાર ઉતરશે.

Image result for sachin tendulkar

તેંડુલકર 46 વર્ષના છે અને તેઓ ટેસ્ટ અને વનડેમાં વિશ્વના સૌથી મોટા સ્કોરર છે, તેમણે 24 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 34,000થી પણ વધારે રન બનાવ્યા છે. એમાં તેમની 100 સદીનો પણ સમાવેશ થયેલ છે.

Advertisements

Image result for sachin tendulkar

તમને જણાવી દઈએ કે બીસીસીઆઈએ તાજેતરમાં આ ટૂર્નામેન્ટને ભારતમાં યોજવા માટેની મંજૂરી આપેલ છે. બીસીસીઆઈનું માનવું એવું છે કે આ ટૂર્નામેન્ટથી ભારતમાં ટી-20 ક્રિકેટની લોકપ્રિયતા પણ વધશે.

ટિપ્પણી
Advertisements

કેમ યોજાય છે અન્નકૂટ ? જાણો છો એનું સાચું માહાત્મ્ય ? કેવી રીતે થઇ શરૂઆત ?

જાણી લો નવા ટ્રાફિક રૂલ્સ કે જેમાં આ 7 કારણોસર પણ ફાટી શકે છે મેમો