સલાહ આપવા ગયો સલાહ માનવી પડી

Please log in or register to like posts.
News

સચિન તેન્ડુલકરે પોતાની કારમાંથી ટૂ-વ્હીલર પરના એક કપલને કહ્યું કે પાછળ બેઠેલી વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવી જોઈએ : એ વખતે તેણે સીટ-બેલ્ટ નહોતો પહેર્યો એટલે સોશ્યલ મીડિયા પર તેને સામી ઍડ્વાઇસ મળી

સચિન તેન્ડુલકરે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પોતાની કાર રોકીને બાઇક પર પાછળની સીટ પર બેઠેલી મહિલાને હેલ્મેટ પહેરવાની અનિવાર્યતા સમજાવી હતી. સચિન તેના ફેસબુક-પેજ પર અપલોડ કરેલા વિડિયોમાં તે બાઇક પર બેઠેલા યંગ કપલને હેલ્મેટ પહેરવાની આદત પાડવાની સલાહ આપતો જોવા મળે છે.

સચિને તેની કાર રસ્તામાં રોકીને મહિલાને કહ્યું હતું કે ‘પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવી જોઈએ. ફક્ત બાઇક ચલાવનાર હેલ્મેટ પહેરે એ ન ચાલે. તમારે પણ હેલ્મેટ પહેરવાની જરૂર છે. તમને પણ ઈજા થઈ શકે છે.’

એ ઘટના પછી સચિને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘બાઇક-રાઇડર હોય કે પિલિયન-રાઇડર હોય, બન્નેના જીવનનું સમાન મૂલ્ય છે. મહેરબાની કરીને હેલ્મેટ પહેરવાની આદત પાડો.’

૧૭ નવેમ્બરે કોચી ખાતે યોજાયેલી ફુટબૉલની ISL ટુર્નામેન્ટની કેરાલા બ્લાસ્ટર્સ અને એટલેટિકો કોલકાતાની ઉદ્ઘાટન-મૅચમાં ઉપસ્થિતિ માટે કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયનને આમંત્રણ આપવા સચિન તેન્ડુલકર ગુરુવારે ત્યાં ગયો હતો. સચિને તિરુવનંતપુરમમાં પેટ્ટાચાકા રોડ પરથી કારમાં પસાર થતી વખતે બાઇક પર જતા યંગ કપલને હેલ્મેટ પહેરવાની સલાહ આપી હતી.

જોકે ફોટો અને વિડિયો-શૅરિંગ પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર સીટ-બેલ્ટ ન પહેલવા બદલ સચિનને ચાહકોએ સામી સલાહ આપી હતી અને લખ્યું હતું કે તમે ભલે કાર ડ્રાઇવ ન કરતા હો અને ભલે પાછળ બેઠા હો તો પણ સીટ-બેલ્ટ પહેરો, કારણ કે તમને પ્રેમ કરીએ છીએ. આવી સલાહો મYયા પછી સચિને સીટ-બેલ્ટ પહેરી લીધો હતો અને પછી એ ફોટો પણ શૅર કર્યો હતો.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.