in

ગળ્યામાં ખાવું છે કાંઈક નવું તો ટ્રાય કરો સાબુદાણા ફ્રૂટ બાઉલ, સ્વાદ અને સ્વાસ્થ્યનો થશે અનોખો મેળ

ગળ્યું ખાવું ઘણા લોકોને પસંદ હોય છે. ખાધા પછી મીઠું ખાવું એ એક પરંપરા છે, પણ ઘરમાં ગળ્યું બનાવવાના નામે હંમેશા ખીર અને સેવઈ બનાવીને કંટાળી ગયા છો તો આ વખતે કાંઈક નવું ટ્રાય કરો , સાબુદાણા ફ્રૂટ બાઉલ. આ ખાસ ડેઝર્ટથી સ્વાસ્થ્ય પણ સારું થશે અને સ્વાદિષ્ટ પણ હશે. તો ચાલો જાણીએ આ બનાવવાની રીત.

સાબુદાણા ફ્રૂટ બાઉલ બનાવવા માટેની સામગ્રી :

– અડધો કપ સાબુદાણા,

– અડધો કપ નાળિયેરનું દૂધ,

– ત્રણ મોટા ચમચા કંડેસ્ડ મિલ્ક,

– સૂકોમેવો કટ કરેલ,

કાપેલાં ફળ (જેમાં સફરજન, દાડમ, સંતરા,અનાનસ) અથવા તો પોતાના મનપસંદના ફળ પણ ઉમેરી શકો છો.

બનાવવાની રીત :

સાબુદાણાને પાણીમાં પલાળીને રાખો. એ પછી એને ઉકાળી લો. સાબુદાણાને ઉકાળ્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો. હવે એક કડાઈમાં કંડેસ્ડ મિલ્ક અને નાળિયેરના દૂધને નાખીને ગરમ કરો. થોડી વાર એને હલાવ્યા પછી એમાં સાબુદાણાને નાખીને એક થી બે મિનિટ સુધી હલાવો. જયારે એ મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ જાય તો એમાં પીરસતી વખતે કાપેલા ફળ અને સૂકોમેવો ઉમેરી દો. હવે એને વાડકીઓમાં નાખીને પીરસો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ચહેરાની રંગત નિખરે એના માટે યોગ્ય છે દહીં, આ 5 રીતે કરો ઉપયોગ

03 ફેબ્રુઆરી, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ