in

બેટ્સમેન રોહિત શર્મા ટેસ્ટ મેચની ઓપનિંગમાં જ થયો ફેઈલ, જાણો એવું તો શું થયું

ભારત સામેની ટેસ્ટમાં પહેલાં પ્રવાસી સાઉથ આફ્રિકા અને બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન વચ્ચેની ત્રણ દિવસીય વોર્મ-અપ મેચ ડ્રો રહી હતી. ટેસ્ટ ટીમમાં ઓપનર તરીકે પસંદ કરાયેલો રોહિત શર્મા માત્ર બે બોલમાં એકપણ રણ વિના આઉટ થયો હતો. જ્યારે સાઉથ આફ્રિકાએ છ વિકેટે ૨૭૯ રનના સ્કોરે પહેલો દાવ ડિકલેર કર્યો હતો. જેની સાથે બોર્ડ ઇલેવને ૬૪ ઓવરમાં આઠ વિકેટે ૨૬૫ રન માર્યા હતા.

Image result for rohit sharma

Advertisements

ગુજરાતના ફેમસ બેટ્સમેન પ્રિયાંક પંચાલે ૭૭ બોલમાં ૬૦, સિદેશ લાડે અણનમ ૫૨ તથા ભરતે ૭૧ રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે ઓપનર તરીકે ઉતરનાર મયંક અગ્રવાલ ૩૯ રન બનાવીને આઉટ થયો હતો. સાઉથ આફ્રિકા માટે મહારાજે ૩૫ રનમાં ત્રણ તથા ફિલાન્ડરે ૨૭ રનમાં બે વિકેટ ખેરવી હતી

Related image

આ ઈન્ડીયાની મેચમાં બોર્ડ ઇલેવનની ઇનિંગ્સમાં રોહિત પ્રથમ વખત મયંક અગ્રવાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યો હતો અને તે બીજા જ બોલે વર્નોન ફિલાન્ડરની બોલિંગમાં વિકેટ કીપર હેનરિક ક્લાસેનના હાથે કેચઆઉટ થયો હતો. ભારત માટે વન-ડે ફોર્મેટમાં ઓપનરની ભૂમિકા ભજવનાર રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં હમણાં સુધી મધ્યમ હરોળમાં જ રમ્યો છે પરંતુ લોકેશ રાહુલના ખરાબ પ્રદર્શનના કારણે તેને સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ શ્રોણીમાં ઓપનર તરીકે શામિલ કરવામાં આવ્યો છે. રોહિત અત્યાર સુધીમાં ૨૭ ટેસ્ટ રમ્યો છે અને તેણે ત્રણ સદી તથા ૧૦ અડધી સદી વડે ૧,૫૮૫ રન બનાવ્યા છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

જો સગીર વાહન ચલાવતો પકડાય તો 2 હજાર દંડ અને તેના વાલીને 25 હજાર દંડ, જાણો વધુ

વિશ્વની સૌથી લાંબી 3645 ફૂટની વોટર સ્લાઈડ થીમ પાર્કમાં લગાવવામાં આવી, જાણો વધુ માહિતી