in

ફરી એક વખત થઈ ગયું સાબિત, આ ઘાતક બોલર સામે રોહિત શર્માનું ટકવું ઘણું અઘરું છે, જાણો કેમ

પુણે ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ઑપનર બેટ્સમેન રોહિત શર્માનાં બેટથી કોઈ કમાલ કરી શક્યો નહિ. તેણે બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં બધાંને થોડાક નિરાશ કર્યા અને મામુલી સ્કોરે આઉટ થયો. પેહેલી ટેસ્ટમાં રોહિતે જેવો રંગ બતાવ્યો હતો, ત્યારપછી એવી આશા કરવામાં આવી રહી હતી કે તેના બેટથી એક વાર ફરી કમાલ જોવા મળશે, પરંતુ તેવું થઇ શક્યું નહીં અને તે સાઉથ આફ્રિકાનાં ઝડપી બોલર કગિસો રબાડાનાં બૉલ પર આઉટ થઇને પેવેલિયન પાછો ફર્યો.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/14rohit2.jpg?w=662&ssl=1

Advertisements

રોહિત શર્માને પુણેની ટેસ્ટ મેચ દરમિયાન પહેલી ઇનિંગમાં આઉટ કરીને રબાડા દુનિયાનો બીજો એક એવો બેટ્સમેન બની ગયો જેણે હિટમેનને સૌથી વધારે વાર આંતરરાષ્ટ્રિય મેચમાં આઉટ કર્યો છે. રબાડાએ રોહિતને 8વાર આઉટ કર્યો છે અને તે ન્યૂઝિલેન્ડનાં ટિમ સાઉથી અને ટ્રેન્ટ બૉલ્ટની બરાબરી પર આવી ગયો છે. બૉલ્ટ તથા સાઉથીએ રોહિતને 8 વાર આઉટ કર્યો છે. આ ઉપરાંત રબાડાએ સાઉથ આફ્રિકાનાં પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કલનો રેકૉર્ડ તોડી દીધો છે. મોર્કલે રોહિતને 7 વાર આઉટ કર્યો હતો.

આ બધાની વચ્ચે રોહિતને આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં સૌથી વધારે વાર આઉટ કરવાની બાબતે શ્રીલંકાનો એન્જેલો મેથ્યૂઝ પહેલા નંબરે છે. મેથ્યૂઝે તેને હમણાં સુધી સૌથી વધારે 10 વાર આઉટ કર્યો છે. રોહિત શર્મા પુણે ટેસ્ટની પહેલી ઇનિંગમાં 14 રન બનાવીને આઉટ થયો. તેણે 35 બૉલનો સામનો કરતા આ રન બનાવ્યા. તે રબાડાની બૉલિંગમાં ક્વિંટન ડિ કૉકનાં હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો.

Advertisements
ટિપ્પણી
Advertisements

‘ભૂલ ભુલૈયા 2’નું શૂટિંગ શરૂ, કાર્તિક આર્યને કિઆરા અડવાણી સાથેની ફોટો સોશ્યલ મીડિયામાં શેર કરી

ફેસબૂક ગૂગલ પ્લે સ્ટોર પર 500 કરોડ કરતાં પણ વધુ ડાઉનલોડ થયેલી પ્રથમ એપ બની, જાણો વધુ