in

ટ્રમ્પને લીધે અમદાવાદને મળી જશે આ મોટી ભેટ, જ્યાંથી પસાર થશે તે રસ્તો એકદમ લીલી હરિયાળીથી શોભી ઉઠશે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પીએમ નરેન્દ્ર મોદીનું જોરદાર સ્વાગત કરવા માટે AMCના શાસકો થનગની રહ્યા છે. આ માટે ટ્રમ્પ હાંસોલ વિમાનીમથકે પગ મૂકીને જે જે માર્ગોથી આવેલ કાર્યક્રમોમાં ભાગ લેવા જાય તે બધા જ ૧૩થી ૧૪ કિ.મી.ના માર્ગને આંખ તથા આંતરડી ઠારે તેવી લીલીછમ્મ હરિયાળી ઊભી કરવાનો AMCએ નિર્ણય કરી લીધો છે અને તે હરિયાળીના કામને યુદ્ધના ધોરણે આરંભી પણ દેવામાં આવી છે.

Advertisements

આ બ્યૂટીફિકેશન માટે મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. ૩ લાખ ૬૯ હજારના બજેટને લીલીઝંડી આપી હતી. આમ તો હાંસોલ વિમાનીમથકથી સાબરમતી ગાંધીઆશ્રમ તથા વિમાનીમથકથી મોટેરા સ્ટેડિયમ સુધીના માર્ગ પરની આ હરિયાળી ફક્ત ટ્રમ્પની અમદાવાદની મુલાકાત પૂરતી જ નહીં રહે પરંતુ એ કાયમી બની રહેશે એટલે કે, એક રીતે ટ્રમ્પની આ એક ભેટ બની રહેશે અને અમદાવાદીઓ આ માર્ગથી જ્યારે પસાર થશે ત્યારે ટ્રમ્પને યાદ કરતા રહેશે.

ક્યાંથી ક્યાં બ્યૂટીફિકેશન ? (૧) હાંસોલ વિમાનીમથકથી સાબરમતી ગાંધીઆશ્રમ, (૨) વિમાનીમથકથી મોટેરા સ્ટેડિયમ, (૩) ચીમનભાઈ પટેલ બ્રિજથી મોટેરા સ્ટેડિયમ અને (૪) ચીમનભાઈ પટેલ બ્રિજથી વાયા સાબરમતી, ચાંદખેડા થઈ ઝુંડાલગામ.

Advertisements

ખૂબસૂરતી કેવી: ફક્ત છોટા બડા વૃક્ષો કે ફૂલો જ નહીં પણ નવથી દસ ફૂટ ઊંચા વૃક્ષો કે, જે વૃક્ષો જોરદાર ઘટા ધરાવતા હશે તેના પાન ડાળખાં હરિયાળીથી સુંદર લાગતા હશે તેવાં વૃક્ષો અને ગુલાબ, સૂરજમુખી, ચંપો, ચમેલીના ફૂલછોડ સાથે બોગનવેલ, ગુલમહોર, ઇકોમા, ટીયોખા હશે એમ લીમડા અને આસોપાલવના સંખ્યાબંધ વૃક્ષો, લીલી હરિયાળીને ઓર નિહાળશે. ચિમનભાઈ પટેલ બ્રિજથી ઝુંડાલ સર્કલ સુધી બીઆરટીએસ કોરિડોર રોડ પર બંને તરફ પ૦૦ કુંડા ગોઠવાશે ઉપરાંત હજારો રોપા મુકી ગ્રીન સ્પેસ ડેવલપ કરાશે. આ સિવાય ફલાવર શોના રોપાઓ પણ આ રૂટ ઉપર ડિસપ્લે માટે મૂકી દેવામાં આવશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

ગુજરાત સરકારની નવી જાહેરાત, હવે કચ્છ ફેસ્ટિવલ ની જેમ બધા જ વર્ષે માંડવીમાં આયોજન કરવામાં આવશે બીચ ફેસ્ટિવલ

શું તમને પણ નખ મોઢામાં નાખી ચાવવાની એક ખરાબ આદત છે તો આ લેખ અવશ્ય વાંચો, નહીં તો પસ્તાશો