in

રંગ ચડાવેલું શાક ખાવાથી કેન્સર અને ટ્યુમરના જોખમમાં થાય છે વધારો

આજકાલ બજારમાં જે કેટલાક પ્રકારના ફળ અને શાકભાજી મળે છે કે જે એના ચળકતા રંગને લીધે તાજા અને ખાવા યોગ્ય આપણને દેખાતા હોય છે પણ એ આપણાં સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે. બજારમાં શાકભાજી અને ફળ વેચવા માટે એમને વિવિધ રંગથી રંગવામાં આવે છે.

આ પ્રકારની વસ્તુઓનું સેવન કરવાથી આપણને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ જણાવ્યા પ્રમાણે આ રંગો અને રસાયણો આપણા લોહીમાં ભળે છે અને પછી એ શરીરમાંથી બહાર નીકળતા નથી જેના લીધે લીવર, કિડની અને હાર્ટને ગંભીર નુકસાન પહોંચે છે.

Advertisements

એફએસડીએ થોડા સમય પહેલા જ શાકભાજી વિક્રેતાઓને આ હાનિકારક રંગો અને જંતુનાશક દવાઓથી થતી નુકસાનકારક અસરો વિશે માહિતી આપી હતી. એની સાથે જ કેટલીક જગ્યાઓથી શાકભાજીના 37 નમૂના લેવામાં આવ્યા અને એને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

જાણો કઈ રીતે થાય છે નુકસાન ?

સામાન્ય રીતે મોટાભાગની વસ્તુઓમાં લીલા રંગની મીલાવટ કરવામાં આવે છે. એમાં મેલાકાઇટ ગ્રીન નામનું એક કેમિકલ હોય છે. એ આપણા લોહીમાં એકઠું થયા રાખે છે. એક ચોક્કસ મર્યાદા બાદ એ શરીરના કોષને વિકૃત કરવાનું ચાલુ કરે છે જેના કારણે વ્યક્તિને ટ્યૂમર અને કેન્સર થઈ શકે છે.

એ જ પ્રમાણે લાલ રંગ માટે રોડામાઇન, પીળા રંગ માટે ઓરમાઇન રંગનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ત્રણેય રસાયણો આપણા લિવર, કિડની, હૃદય માટે હાનિકારક સાબિત થાય છે. એના લીધે હૃદયની ગતિ અનિયમિત થવા માંડે છે. સાથે જ કિડની અને લિવર પણ ખરાબ થાય છે. તો આ નુકસાનથી બચી શકીયે એના માટે ફળ અને શાકભાજીને કલોરિનના પાણીમાં સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ.

Advertisements

હમણાં થોડા સમય પહેલા એફએસડીએની ટીમે દિલ્હીમાંથી ખતરનાક રંગવાળા શેકેલા ચણાનો જથ્થો મોટાપ્રમાણમાં પકડી પડ્યો હતો. લગભગ 400 ક્વિન્ટલ ચણા એ જગ્યાએથી જપ્ત કરવામાં આવ્યા હતા. આ ચણાને ઓરામાઈન રંગથી રંગવામાં આવ્યા હતા. આ ચણાને પરખવા માટે એને પાણીમાં એક કલાક સુધી પલાળી રખાયા તો એ પાણીનો રંગ જ પીળો થઈ ગયો.

શાકભાજીમાં જે લીલા રંગની મિલાવટ થાય છે એના વિષે વધુ માહિતી મેળવવા માટે રૂને પાણી અથવા તો તેલમાં પલાળીને મરચાં, પરવળ અથવા ભીંડાના બહારના ભાગે ઘસવું જોઈએ. જો એ રૂનો રંગ લીલો થઇ જાય થાય તો સમજી જવું કે એના પર કલર કરવામાં આવેલો છે.

લીલા વટાણાની પરખ કરવા માટે બ્લોટિંગ પેપર પર રાખવામાં આવે તો એના પર કૃત્રિમ રંગ તરી આવે છે. એ સિવાય કાચનો એક ગ્લાસ પાણીથી ભરવો અને એમાં વટાણાને અડધો કલાક માટે રાખી દેવા એવું કરવાથી એમાં રંગ દેખાવા માંડશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

દિવાળી પર કરો આ સરળ ઉપાય, તમારા જીવનમાં બધું થશે શુભ, મહાલક્ષ્મીની થશે કૃપા

મેં જીમથી નહિ પણ રસોડાનાં મસાલાથી ઘટાડ્યું 30 કિલો વજન