in

ગરીબોની કસ્તુરી બાબતે મોદી સરકારનો મહત્વનો નિર્ણય, દરેકને મળશે રાહત

આખા દેશભરમાં ડુંગળીના વધતા જતા ભાવ જનતાને રોવડાવે છે. ડુંગળીના ભાવમાં દરરોજ વધારો ને વધારો થઇ રહ્યો છે. ડુંગળીના સતત વધાતા ભાવને કન્ટ્રોલ કરવા માટે મોદી સરકારે નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે ડુંગળીની કટોકટીને જોતા સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

Advertisements

ડુંગળીના ભાવ કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારે બધા જ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે. ડુંગળીના સતત વધી રહેલા ભાવોની વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. ડુંગળી નિકાસ કરવાની નીતિમાં ફેરફાર કરતાં સરકારે બીજા આદેશ ના થાય ત્યાં સુધી નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મુજબ, તમામ પ્રકારની ડુંગળીના નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/12/onions-sandesh.txt.jpg?w=662&ssl=1

સમગ્ર ભારતભરમાં ડુંગળીની અછત બાદ તેની કિંમતોમાં વધુ ઉછાળો જોતાં તેની નિકાસ પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય ખાદ્ય આપૂર્ત‍િ મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, કેન્દ્રની પાસે પૂરતી માત્રામાં ડુંગળીનો સ્ટોક છે. અને તેને વિભિન્ન રાજ્યોમાં આપૂર્ત‍િ કરવામાં આવશે. જેથી ડુંગળીની કિંમતો થોડા દિવસોમાં ઓછી થશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

આ 4 વસ્તુઓને કારણે ચમકે છે ‘સની લિયોની’ ની ત્વચા

ઓસ્ટ્રેલિયાનાં આવેલા એક શહેરમાં માલિકે રોજ પોતાના પાલતું કુતરાને ફરજીયાત ચાલવા લઈ જવું પડશે, જો આમ નહીં કરે તો ર લાખનો દંડ