રિલાયન્સે ઉતરાવ્યો 3 લાખ કરોડનો વીમો! દેશની સૌથી મોટી વિમા ધારક બની RIL

Please log in or register to like posts.
News

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હાલમાં જ જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ઓફ-ગેસ ક્રેકર આરઓજીસીની શરૂઆત કરી છે. જોકે આટલી મોટી રિફાઇનરી શરૂ કર્યા બાદ તેની સામે જોખમમાં પણ વધારો થતો હોય છે ત્યારે રિલાયન્સે જામનગર ખાતે આવેલી રિફાઈનરી અને હજીરા ખાતે આવેલા પેટ્રોકેમિકલ પ્લાન્ટ માટે વિશ્વની સૌથી મોટી પોલીસી લીધી હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલ અનુસાર અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. આ પોલિસી કંપનીએ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઈન્શ્યોરન્સ પાસેથી લીધી છે, જેમાં અનેક પ્રકારના રિસ્ક કવર શામેલ છે.

3 લાખ કરોડની આ પોલીસી ગત વર્ષની સરખામણીમાં લગભગ 33% ગણી મોટી છે. આ વધારો એટલા માટે કરાયો છે કારણ કે, હવે રિફાઈનરીની રિફિલિંગ કેપિસિટી વધીને 1.24 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે. આ પોલીસી માટે કંપની અંદાજે 725 કરોડ રૂપિયાનું પ્રિમિયમ ચૂકવશે.

બીજી તરફ આ કોન્ટ્રાક્ટ અંગે બંને ઈન્શ્યોરન્સ કંપનીઓ તરફથી કોઈપણ નિવેદન આપવામાં આવ્યું નથી. ઈન્શ્યોરન્સ બ્રોકર્સ અનુસાર, ઈન્શ્યોરન્સ ફીલ્ડની જાયન્ટ કંપનીઓ GIC અને ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે રિલાયન્સને ગ્લોબલ માર્કેટ કરતા પ્રમાણમાં સારી પોલીસી આપીને મદદ કરી આપી છે.

RIL આ ઐતિહાસિક વીમા કવર સાથે રીતે દેશમાં સૌથી મોટી પોલીસી બાયર બની ગઈ છે. તાજેતરના ક્ષમતામાં ઉમેરા સાથે, આરઆઇએલ એકંદરે સૌથી મોટા ખરીદદાર બની હોવાનું જણાય છે. મંગળવારે, રિલાયન્સે જણાવ્યું હતું કે તેણે સફળતાપૂર્વક વિશ્વની સૌપ્રથમ અને સૌથી મોટી રિફાઈનરી ઑફ-ગેસ ક્રેકર (આરઓજીસી)ની જટિલ 1.5 એમએમટીપીએની ક્ષમતાની ડિઝાઇન હાંસલ કરી લીધી છે.

Source: ABPAsmita

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.