જ્યારે પણ કોઈ ઉન્નતિ કરે છે અથવા ખુશ હોય છે તો એનાથી જલવા વાળા 17 લોકો પેદા થઈ જાય છે. એમના થી બીજા ની ખુશી સહન નથી થતી. આના લીધે એ તમને બદદુઆ આપે છે, નીચા પાડવા ની પ્રાર્થના કરે છે અને કેટલાક તો ષડયંત્ર રચી ને તમને નુકસાન પણ પહોંચાડે છે. આ વસ્તુ ને આપણે ખરાબ નજર લાગવી કહીએ છીએ. લોકો ની ખરાબ નજર ઘણીવાર તમારા માટે ઘણી નુકસાનકારક સાબિત થઈ શકે છે. એમ તો આ ખરાબ નજર માં એક હજુ કેટેગરી હોય છે જેમાં લોકો જાદુ અથવા ટોટકા નો સહારો લઇને તમને દુખ પહોંચાડવા નો પ્રયત્ન કરે છે. આ રીતે ખરાબ નજર થી બચવું ઘણું જરૂરી હોય છે. એનાથી બચવા માટે લોકો ઘણા પ્રકાર ના ઉપાય કરે છે. જેમ કે ઘર ની બહાર લીંબુ મરચા લટકાવવા, ઘર માં કથા અથવા હવન કરાવવો અથવા ઘોડા ની નાળ નો ઉપયોગ કરવો.
આ બધી રીત માં એક ઉપાય પાછલા ઘણા વર્ષો થી ફેમસ છે. આ ઉપાય છે કાળો ટીકો લગાવવો. તમે હંમેશાં જોયું હશે કે લોકો ખરાબ નજર થી બચવા માટે શરીર ના વિભિન્ન ભાગ માં કાળો ટીકો લગાવે છે. પરંતુ તમે એને લગાવવા ની યોગ્ય રીત જાણો છો? તમે જેને આ ટીકો લગાવી રહ્યા છો, કઈ જગ્યા એ લગાવી રહ્યા છો, કઈ રીતે લગાવી રહ્યા છો અને કયા કારણ થી લગાવી રહ્યા છો. આ બધી વાતો ઘણું મહત્વ રાખે છે.
બાળકો ને ક્યાં લગાવવું?
જો તમારા બાળક ની ઉંમર 10 વર્ષ થી ઓછી છે તો તમે એમને કાળો ટીકો આ ત્રણ જગ્યા એ લગાવી શકો છો. પહેલા માથા ઉપર, બીજો હાથ ની હથેળી ઉપર અને ત્રીજો પગ ના તળીયા માં. નાના નવજાત બાળક ને સૌથી વધારે નજર લાગે છે. આવા માં અમારી સલાહ એ રહેશે કે તમારે એમને આ ત્રણે જગ્યા એ કાળો ટીકો લગાવી દો. લગાવવા માટે તમે જે પદાર્થ ઉપયોગ માં લઇ રહ્યા છો ડોક્ટર ને બતાવવુ જરુરી છે. બાળકો ની સ્કિન સેન્સિટિવ હોય છે. એટલા માટે એ જ વસ્તુઓ લગાવો જે એમના માટે સેફ હોય.
કિશોર અને યુવા લોકો ને ક્યાં લગાવવો?
જો તમારી ઉંમર 10 થી 30 વર્ષ ની વચ્ચે છે તો ખરાબ નજર થી બચવા માટે આ ટીકો તમે ગળા ના કંઠે, પીઠ અથવા તો પછી માથા ઉપર ચાંદલો લગાવવા ની જગ્યા એ લગાવવો જોઈએ. આવું કરવા થી લોકો કેટલું પણ ખરાબ ઈચ્છે તમને કંઈ નુકસાન નહીં થાય.
મિડલ એજ ગ્રુપ અને વૃદ્ધ લોકો ક્યાં લગાવે?
30 વર્ષ ના થયા પછી શરીર માં ઘણી બધી બીમારીઓ થવા લાગે છે. આમાં જ્યારે કોઈ તમને ખરાબ નજર લગાવે છે તો સૌથી પહેલા તમારું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. આના સિવાય બીજા પણ ઘણા પ્રકાર ના નુકસાન થઈ શકે છે. આવા માં 30 વર્ષ ઉપર ના લોકો કાળો ટીકો હંમેશા પોતાના પગ ના ઘુટણ અને એડી ની વચ્ચે ના પાછલા વાળા ભાગ પર લગાવવો જોઈએ. આના સિવાય તમે આ ટીકા ને પોતાના પેટ માં પણ લગાવી શકો છો. આ બંને જગ્યા એ કાળો ટીકો થવા પર તમારું કોઈ કંઈ ખરાબ નહીં કરી શકે.
નોટ : ખરાબ નજર થી બચવા માટે આંખો માં કાજલ ન લગાવો. ખાસ કરી ને બાળકો ને તો બિલકુલ નહીં. કાજલ આંખ ને ખરાબ કરે છે આંખો ની રોશની ઓછો થવા નો ભય પણ રહે છે. આ સંબંધ માં એક ડોક્ટર ની સલાહ જરૂર લો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.