in

શું હવે રેસ્ટોરન્ટમાં જશો તો નહીં જમવા મળે ડુંગળી, જાણો કેમ

જ્યારે માર્કેટમાં જાવ, દુકાનમાં જાવ કે પછી કોઈપણ રેસ્ટોરન્ટમાં. જ્યાં જાવ ત્યાં બસ એક જ બૂમ પડે છે કે ડુંગળીના ભાવે તો પરેશાન કરી નાંખ્યા. શું કરવું ડુંગળી આપણે ખાવી છે પણ ખવાતી નથી, ડુંગળી ખરીદવી પણ જોઈએ પણ ખરીદાતી નથી કારણ કે ડુંગળીનો ભાવ હવે કાજુ બદામના ભાવે વેચાઈ રહ્યો છે. કહેવામાં આવતું હોય તો આપને કહી દઈએ કે મણિનગરમાં ડુંગળીના વિક્રેતા રઘુભાઈ કાજુ બદામના ભાવે ડુંગળી લઈ જાવ તેમ કહીને ગ્રાહકોને બોલાવે છે.રઘુભાઈના શબ્દો સાંભળીને એમ થાય કે કાજુ બદામ પણ ડુંગળીના ભાવની સામે સસ્તા હશે.

Image result for onion

Advertisements

અમદાવાદની બધી જ હોટલમાં તમે જો જમવા જાવ તો ત્યાં તમને ડુંગળી નહીં અપાય. ડુંગળીના બદલે ટામેટાં અથવા કોબીજનું સલાડ આપવામાં આવશે. ન્યૂઝ18 ગુજરાતી જયારે તપાસ કરવા પહોંચી ત્યારે ખરેખર આ વાત સાચી ઠરી હતી. ગ્રાહકે વેઈટર પાસે ડુંગળી માંગી પણ વેઈટર 10 મિનિટ સુધી આવ્યો જ નહીં. કારણ કે ડુંગળીના ભાવ એટલાં છે કે તે હોટલને પોસાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકો પણ ડુંગળી ખાધા વિના રેસ્ટોરન્ટમાંથી નીકળી જાય છે.

ટિપ્પણી
Advertisements

પિતા બની ગયો કોમેડિયન કિંગ કપિલ શર્મા, ઘરે આવી એક નાની પરી

શિયાળાની આ કડકડતી ઠંડીમાં ઘરે જ આ રીતે બનાવો મૂળાની ભાજી, ખાતા જ રહી જશો