તો શું દુનિયા માં થી અંત થઈ જશે પુરુષો નું અસ્તિત્વ ? રિસર્ચ એ ઉડાવી બધા ની ઊંઘ

Please log in or register to like posts.
News

મેડિકલ સાયન્સ,માનવ જીવન ને સારું બનાવવા માટે સ્વાસ્થ્ય થી સંબંધિત ઘણી બધી શોધ કરતાં રહે છે એટ્લે ભવિષ્ય ની સંભાવનાઓ શોધી શકાય. . પરંતુ હમણાં જ થયેલી એક એવી જ શોધ થી જે કઈ પણ ખબર પડી છે એણે તો જીવ વૈજ્ઞાનિકો ના હોશ જ ઉડાવી દીધા છે. હાં તો,હમણાં જ કરવા માં આવેલી એક શોધ માં એ ખબર પડી છે કે માનવ કોષો માં આવેલા Yક્રોમોઝોમ ઝડપ થી ઘટી રહ્યા છે. અહિયાં આમાં ચિંતા ની વાત એ છે કે જો આવું જ થતું રહ્યું તો ભવિષ્ય માં એક સમય એવો પણ આવી શકે છે જ્યારે આ દુનિયા માં પુરુષો ના અસ્તિત્વ નો જ અંત આવી જશે.

વાસ્તવ માં આ વાત નો ખુલાસો વિજ્ઞાન પત્રિકા કનવરસેશન ના માધ્યમ થી થયો છે. . વિજ્ઞાન પત્રિકા કનવરસેશન માં પ્રકાશિત આ શોધ માં આ દાવો કરવા માં આવ્યો છે કે જ્યારે ધરતી પર પેહલો સ્તનધારી વિકસિત થયા એટ્લે લગભગ 166 મિલિયન વર્ષ પેહલા એ સમયે પ્રોટો Yક્રોમોઝોમ અને Xક્રોમોઝોમ બંને ની સંખ્યા સરખી હતી પરંતુ પાછલા વર્ષો માં Yક્રોમોઝોમ ઝડપ થી ઘટી રહ્યા છે. તમને બતાવી દઈએ કે XYક્રોમોઝોમ ને કારણે ગર્ભ માં વિકસતું ભ્રૂણ નર માં વિકસિત થાય છે,જ્યારે વગર Yક્રોમોઝોમ વગર XXક્રોમોઝોમ માદા શિશુ ના રૂપ માં વિકસિત થાય છે એટ્લે કે એક નર ના જન્મ માટે Yક્રોમોઝોમ જવાબદાર હોય છે. આવા માં Yક્રોમોઝોમ ના ઘટવા ની રફતાર આવી જ રહી તો ભવિષ્ય માં ધરતી પર પુરુષો ના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે.

જીવ વૈજ્ઞાનિક ના પ્રમાણે આ જૈવિક ઘટના ને સંભવ થવા માં લગભગ 46 લાખ વર્ષ લાગી શકે છે. આવા માં વૈજ્ઞાનિકો નું કેહવું છે કે આ સમય સીમા સામાન્ય માણસ ને ઘણું લાંબુ લાગી શકે છે,પરંતુ તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે પૃથ્વી પર જીવન પાછલા સાડા ત્રણ અરબ વર્ષો થી આવેલું છે આવા માં તો આ સમય સીમા ઘણી ઓછી અને ચિંતાજનક છે.

ચાલો હવે એ શોધ ના તથ્યો ના વિશે વાત કરીએ જેના પરિણામ ના સ્વરૂપે આવી સંભાવનાઓ લગાવવા માં આવી રહી છે. વાસ્તવ માં આના વિશે વૈજ્ઞાનિકો નું કેહવું છે કે જ્યાં આપણી કોશિકા માં આવેલા ક્રોમોઝોમ ની બે કોપી હોય છે,ત્યાં જ Yક્રોમોઝોમ ની માત્ર એક કોપી હોય છે,જે એક પિતા પ્રજનન પ્રક્રિયા ના સમયે પોતાના પુત્ર માં હસ્તાંતરિત કરે છે. જેના કારણે Yક્રોમોઝોમ દરેક પેઢી માં થવા વાળા જેનેટિક રિકોમ્બિનેશન માં ભાગ નથી લઈ શકતો. અહિયાં જેનેટિક રિકોમ્બિનેશન નો અર્થ જિન ની રિશફલિંગ છે,જેમાં ખરાબ જિન બહાર થઈ જાય છે. પણ આ જેનેટિક રિકોમ્બિનેશન નો ફાયદો Yક્રોમોઝોમ ને નથી મળી શકતો જેના કારણે પછી એમની ગુણવત્તા ખરાબ થઈ જાય છે અને આનું પરિણામ એ થઈ શકે છે કે આ જિન જીનોમ સિસ્ટમ થી સંપૂર્ણ રીતે બહાર થઈ જાય.

જોકે વૈજ્ઞાનિકો એ આ શોધ ની સાથે એ તર્ક પણ આપ્યું છે કે Yક્રોમોઝોમ નો અંત થવા થી જરૂરી નથી કે પુરુષો ની પ્રજાતિ એકદમ જ પતી જશે. વાસ્તવ માં ઘણી પ્રજાતિ માં જિન્સ,જેના થી નર ભ્રૂણ નું નિર્માણ થાય છે,ને બીજા જિન નું આશરો લઈ ને નર ભ્રૂણ નું નિર્માણ કરી રહ્યા છીએ. આવા માં આ પ્રજાતિઓ વગર Yક્રોમોઝોમ ના નર ભ્રૂણ ઉત્પન્ન કરી રહી છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.