in

જાણો જગતના પાલનહાર વિષ્ણુજીનું ચક્ર, શંખ , પદ્મ અને ગદા ધારણ કરવાનું કારણ

ભગવાન વિષ્ણુ ત્રણ દેવોમાંથી એક છે. પૌરાણિક માન્યતા પ્રમાણે જ્યાં બ્રહ્માજીએ શ્રુષ્ટિની રચના કરી તો શંકરજીને આ શ્રુષ્ટિના સંહારક માનવામાં આવ્યા. જયારે ભગવાન વિષ્ણુ આ જગતના પાલનહાર છે. વિષ્ણુજીની અર્ધાંગિની માતા લક્ષ્મી છે. એ ક્ષીર સાગરમાં વાસુકી નાગની કુંડળીમાં વિરાજે છે.

ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ :

जगत के पालनहार विष्णु जी का स्वरूप

Advertisements

વિષ્ણુ પુરાણ પ્રમાણે, ક્ષીર સાગરમાં વાસુકી નાગ પર વિરાજમાન ભગવાન વિષ્ણુજીની ચાર ભુજાઓ. એમના એક હાથમાં શંખ, બીજા હાથમાં સુદર્શન ચક્ર, ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં પદ્મ છે. ભગવાન વિષ્ણુજીએ ભુજાઓમાં પોતાની ભુજાઓમાં જે પણ વસ્તુઓ ધારણ કરી છે એનું પોતાનું મહત્વ છે, જે આ પ્રકારે છે.

સુદર્શન ચક્રનું મહત્વ :

સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુજીનું શસ્ત્ર છે. એને એમનું અમોધ શસ્ત્ર પણ કહેવાય છે. સુદર્શન ચક્ર એ વાતનું પ્રતીક છે કે વ્યક્તિને લક્ષ્યોન્મુખ હોવું જોઈએ. એમાં દ્રઢ નિશ્ચય રહીને પોતાના લક્ષ્યને ભેદવાની હોવી જોઈએ.

Advertisements

શંખનું મહત્વ :

શંખનો ધ્વનિ જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનો પ્રતીક છે. શંખથી નીકળતા ધ્વનિથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી શંખથી નીકળતો ધ્વનિ ૐ ના ધ્વનિ સમાન હોય છે. એ ધ્વનિ આપણી અંતરાત્મા અને ચેતનાને જાગૃત કરે છે.

ગદાનું મહત્વ :

Advertisements

ભગવાન વિષ્ણુના હાથોમાં ગદા બળ અને શક્તિનું પ્રતીક છે. એ દુષ્ટો માટે ભયનું કામ કરે છે જયારે સજ્જનો માટે એ રક્ષાનું પ્રતીક છે. એ ઈશ્વરની ન્યાય પ્રણાલીને દર્શાવે છે.

પદ્મનું મહત્વ :

અહીંયા પદ્મનો આશય કમળના ફૂલ સાથે છે. આ પુષ્પ એકાગ્રતા અને સત્યતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. જે પ્રકારે કમળનું ફૂલ કીચડમાં રહીને પણ પોતાને સ્વચ્છ અને સુંદર જાળવી રાખે છે , એ જ રીતે લોકોએ પણ આ સંસારરૂપી માયામાં રહીને પણ સ્વયંને નિષ્પાપી બનાવી રાખવા જોઈએ.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

જીરાને પાણીમાં નાખી ઉકાળી તેનાથી ધોઇ નાખો ચહેરો તમારો, જોઈ લો ફરક

કોઈને ભૂલમાં પણ ના જણાવવી જોઈએ પોતાની આ 5 વાતો