in

તો આ કારણે ભગવાન શિવને ભાંગ ચડે છે – મહાદેવને ભાંગ ચડાવો બધા દુઃખ દુર ભાગશે..

આદિ-અનાદી કાળથી ભાંગને શિવજીના પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે. તો ભાંગને શિવજીનો પ્રસાદ શા માટે ગણવામાં આવે છે? જાણો આજ જાણકારી આ આર્ટીકલમાં તો અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

ભાંગને અંગ્રેજીમાં cannabis કહેવામાં આવે છે. જેના ગુણ પશ્ચિમના marijuana થી ઘણા મળતા આવે છે. પણ આમ જોઈએ તો ભાંગમાં સાઈકો-એડીકટલ તત્વની માત્રા ઓછી હોય છે જેનાથી નશો ચડી જાય પણ જો ભાંગને વધુ માત્રામાં લેવામાં આવે તો નશાની અસર જરૂર થાય છે.

હિન્દુઓના ચાર મુખ્ય વેદ છે. જેમાં અથર્વવેદમાં ભાંગને ધરતીનું પવિત્ર છોડ ગણવામાં આવે છે. આ સિવાય વાળ, પીપળો, નારિયલ, તુલસી, કમળ વગેરેને પવિત્ર ગણવામાં આવે છે. ભાંગ મહાદેવને અતિપ્રિય છે અને કહેવામાં આવે છે કે માત્ર સપનામાં ભાંગ જોવા મળે તો પણ અટકેલા બધા કામ પૂર્ણ થાય છે.

ભારતમાં બ્રિટીશ રાજ હતું ત્યારે ખુલ્લેઆમ બજારમાં ભાંગ મળતી હતી. શિવની પ્રસાદી તરીકે લોકો તેનું સેવન કરતા હતા. અંગ્રેજોએ પછીથી આ બાબત પર કમિટી તૈયાર કરી હતી જેને ભાંગ પર રોક લગાવવા માટેની સુચના આપી હતી. ઘણી ચર્ચા પછી અને લોકોની માંગને નજરમાં રાખી નિર્ણય થયો કે આદ્યાત્મિક ચલણને રોક લગાવવો ન જોઈએ. છતાં આજે પણ આઝાદ ભારતમાં નાર્કોટીક્સ ડ્રગ્સ ઓફ સાઈકોટ્રોનીક સબ્સટેન્સેજ એક્ટ ૧૯૮૫ ની અંદર ભાંગના ઉત્પાદન અને વેચાણ પણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

અમુક ધાર્મિક સ્થળો જેમ કે વારાણસી, પ્રયાગરાજ અને પુષ્કરમાં ભાંગ ખુલ્લે આમ અને છુપાઈને આખું વર્ષ મળે છે. અહીં ભાંગને ખાસ તહેવાર દરમિયાન પીવામાં આવે છે. શિવરાત્રીએ ભક્તો ધાર્મિક માન્યતા મુજબ સેવન કરે છે. એ સિવાય લસ્સી અને પકોડામાં પણ શિવ પ્રસાદના નામે ભાંગને ખાવા પીવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં પણ ચીન, તિબ્બટ અને જમૈકામાં પણ ભાંગને ઘર્મથી જોડાયેલ ગણવામાં આવે છે. ચીનમાં તો ધાર્મિક માન્યતા આપવામાં આવી છે. ઉપરાંત યુરોપ, મધ્ય એશિયા અને રૂસના દેશની અમુક માનવ જાતિઓ ભાંગને શુદ્ધિકરણનું સાધન મનાય છે. ગ્રીકના અમુક ઈતિહાસમાં પણ આ વાતનો ઉલ્લેખ છે.

અમુક શોધકર્તાઓનું માનવું છે કે બાઈબલનું ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. વર્ષ ૧૯૩૬માં પોલેન્ડના શોધકર્તા સૂલા બેનેટે આ શરૂઆત કરી હતી. જેનું કહેવું હતું કે હિબુ શબ્દ “kaneh bosm” નો અર્થ ભાંગ એવો થાય છે. પછી તો આ વાત પર ઘણા વિવાદો થયા હતા.

ભાંગને શિવનું પ્રિય પ્રસાદ માનવાના કારણે શિવરાત્રીએ ભાંગ મહાપ્રસાદ તરીકે લેવામાં આવે છે. ઘણી કહાનીઓ છે જે ભાંગ અને શિવના મહિમા દર્શાવે છે. પ્રચલિત કહાનીમાં એવું દર્શાવ્યું છે કે એકવાર પરિવારમાં તણાવગ્રસ્ત માહોલ બન્યો ત્યારે શિવ ઘર છોડીને નીકળી ગયા. ઘણા દૂર ગયા ત્યારે તરસ લાગી. પાસે એક લીલુછમ છોડ હતો તેને જોઇને છોડના પાંદડાને તોડીને ખાઈ લીધા. ત્યારે તરત તેને તાજગી મળી. આ છોડ ભાંગનો છોડ હતો. ત્યારથી ભાંગને શિવના પ્રસાદ તરીકે ગણવામાં આવે છે.

બીજી એક પ્રચલિત કહાની છે જેમાં અમૃતમંથન દરમિયાન મહાદેવે કંઠમાં વિષને ધારણ કર્યું હતું. શિવને ઘણી તકલીફ થઇ હતી. ત્યારે અન્ય દેવતાઓએ શિવને ભાંગ ખવડાવી જેથી ઠંડક અને આરામ મળે. ત્યારથી ભાંગનો સંબંધ મહિમા શિવ સાથે જોડાયેલો છે.

ઈતિહાસ કાંઈ પણ હોય એમાં ભગવાન શિવનો મહિમા અપરંપાર છે. આખી દુનિયાને ચલાવનાર દેવના દેવ મહાદેવ ભાંગના શોખીન છે અને ભક્તો દ્વારા ભાંગના પ્રસાદને સ્વીકારે છે. ખુદ ભક્તો પણ ભાંગનો પ્રસાદ ગ્રહણ કરીને આધ્યાત્મિક શાંતિ મેળવે છે. ભાંગનો મહિમા શિવ સાથે અતુટ રીતે જોડાયેલો છે. તો બોલો હર હર મહાદેવ…હર…

તો એ સાથે તમારી જાણકારી માટે અમે જણાવીએ છીએ કે તમે ફેસબુકમાં પેઇઝ તો ઘણા જોયા હશે પરંતુ આ પેઇઝ જેવી સરસ અને સચોટ માહિતી તમને ક્યાંય મળશે નહીં. જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Jo Baka” ને..

#Author : RJ Ravi

ટિપ્પણી

ઈસ્ટાગ્રામની ખુલી પોલ – આવું છે જેના કારણે લોકો રોજ નવા કપડામાં ફોટા અપલોડ કરતા રહે છે..

માસિક રાશિફળઃ જાન્યુઆરી 2019, જાણો આગામી મહિનામાં તમારા અધૂરા કાર્યો પૂરા થશે કે નહીં