in

ફાટેલી હોય એવી ફેશનની જીન્સ ન પહેરાય – કંઈક આવી છે વાત – તમે જાણી જ લો…

મોંઘા કપડા જ સારા હોય એવું નથી હોતું. કપડા સસ્તા ભલે કપડા હોય પણ પસંદગી સારી હોવી જોઈએ. અમુક લોકો એવા હોય છે કે સારા મોલમાં મોંઘા કપડા ખરીદીને લાવે તો પણ જૂના કપડા જેવા જ લાગે છે. એમ, અમુક લોકોની પસંદગી જ થર્ડ ક્લાસ હોય છે જેને કપડાની ખરીદી કરતા આવડતી જ નથી હોતી. એવી જ કપડાને લગતી માહિતી ખાસ વાંચવા જેવી છે. આજની દુનિયામાં ફેશનનો ક્રેઝ વધતો જાય છે ત્યારે આ મુજબના કપડા ન ક્યારેય ન પહેરવા જોઈએ. જો તમારે જીવનમાં કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો આવું કામ ભૂલથી પણ ન કરતા.

આજનો આર્ટીકલ યુવાપેઢીને અસર કરે એવો છે, તો દરેક યુવાન વ્યક્તિ વાંચવાનું ભૂલશો નહીં. જો તમારે લાઈફમાં આગળ વધવું હોય તો ફેંગશુઈના આ નિયમને અનુસરવાનું ભૂલતા નહીં. અમુક વ્યક્તિઓ એવું કરે છે કે આવી ભૂલને કારણે જીવનમાં સફળતાના શિખરો સર કરવા મુશ્કેલ કરી નાખે છે. અમે વાત કરી રહ્યા છીએ કપડાની. તો વિસ્તૃત માહિતી આગળના પેરેગ્રાફમાં જરૂરથી વાંચો.

આજકાલના યંગસ્ટર્સમાં ફાટેલી જીન્સ હોય એવી ફેશનનો જબરો ટ્રેન્ડ ચાલે છે. ફેંગસુઈ મુજબ આ ફેશનને ખરાબ ગણવામાં આવે છે. ફેંગસુઈ મુજબ કાયદેસરની વાત કરીએ તો બેડલક આવે છે જો આવી ફાટેલી હોય તેવી ફેશનવાળી કપડાની જોડી પહેરવામાં આવે તો. મુખ્ય વાત એ કે આવા કપડાની પસંદગી પણ ન કરવી જોઈએ. ઘણીખરી પેટર્ન એવી આવે છે કે જુના સમયમાં માણસોને તો બહુ અજીબ લાગે. અમુક છોકરીઓ પણ બહું ટૂંકા કપડાની પસંદગી કરે છે. નાભિનો ભાગ દેખાતો હોય તેવા કપડા ન પહેરવા જોઈએ. જીવન બહુ ટૂંકું બને છે અને સફળતા મળતા સમય લાગે છે. અંગપ્રદર્શનમાં માનતી છોકરીઓને કદાચ આ વાત અજીબ લાગશે પણ માનીએ તો બધું છે અને ન માનો તો કંઈ નથી.

ફેશનેબલ બનવું જોઈએ પણ એટલું પણ ફેશનેબલ નહીં કે જેમાં ખુદ શોભવાને બદલે કદરૂપા દેખાવા લાગીએ. અમુક લોકોને રાતના સમયે નાઈટડ્રેસ પહેરીને સુવાની આદત હોય છે પણ દિવસ દરમિયાન નાઈટડ્રેસમાં કામ કરતા જોવા મળે છે. આ પણ એક કુટેવ કહેવાય છે. તમે જ્યાં સુધી નાઈટડ્રેસમાં હોય ત્યાં સુધી કામ સારૂ બનતું જ નથી. સવારે નાહીને સ્વચ્છ કપડા પહેરવા જોઈએ. અન્ય વ્યક્તિ પણ આપણને જુએ તો ખુદ સારા લાગીએ.

દિવસની શરૂઆત સાફ-સુઘડ કપડા પહેરીને કરીએ તો આખો દિવસ સારો પસાર થાય. એટલું જ નહીં કપડાને ધોયા પછી તેને તડકામાં સૂકવવા જોઈએ જેથી તેમાં પોઝીટીવ વાઈબ્રન્ટ એનર્જી આવે છે. એવી રીતે ધોવાયેલા કે સુકાયેલા કપડાને રાતના બહારના વાતાવરણમાં ન રાખવા જોઈએ. જેનાથી નેગેટીવ એનર્જી આવે છે. ખાસ અગત્યની વાત એ છે કે મહિનામાં એકવાર પથારીમાં વપરાતા ગાદલા, ગોદડા કે ઓશિકાના કવર વગેરેને ધોઈ નાખવા જોઈએ. જેનાથી બેક્ટેરિયા કે ખરાબ દુર્ગંધથી છુટકારો મળે છે. વાસ આવતી હોય તેવા કપડા ખાસ ક્યારેય ન પહેરવા જોઈએ.

તો ફેંગસુઈનો નિયમ તદ્દન સાચો છે કે જો જીવનમાં ગૂડલકથી ચાલવું હોય તો પહેલા કપડાની સ્ટાઈલને સમજીને અપનાવો. ગૂડલક મેળવવા માટે પોઝીટીવ એનર્જીની જરૂર પડે છે, જે તમારા વ્યક્તિત્વ પરથી સાબિત થાય છે. તો ફાટેલા કપડાની સ્ટાઈલને ભૂલથી પણ શરીરને લગાડતા નહીં.

તો એ સાથે તમારી જાણકારી માટે અમે જણાવીએ છીએ કે તમે ફેસબુકમાં પેઇઝ તો ઘણા જોયા હશે પરંતુ આ પેઇઝ જેવી સરસ અને સચોટ માહિતી તમને ક્યાંય મળશે નહીં. જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Jo Baka” ને..

#Author : RJ Ravi

ટિપ્પણી

આ છે બોલિવૂડ ફિલ્મો ની 8 સૌથી અજીબો ગરીબ હેર સ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળવા ઉપર પણ ન રાખે

“માં” ના ગર્ભમાં બચ્ચાની આવી સ્થિતિ હોય છે જુઓ તસવીર સાથે – ઘણા ઉદારહણ